________________
આવશ્યક ૨
૨૫
સ્વામીને, અનેં – અરનાથ સ્વામીને, મત્ત્તિ – મલ્લિનાથ સ્વામીને, મુળિસુવ્વયં – મુનિસુવ્રત સ્વામીને, મિગિળ – નમિનાથ જિનેશ્વરને, દુિળેમિ – અરિષ્ટનેમિ સ્વામીને, પાસું તહ – પાર્શ્વનાથ તથા, વનમાળ – વર્ધમાન સ્વામીને, વ્રૂં મ ્ – આ રીતે મારા વડે, અમિથુઞ – સ્તુતિ કરાયેલા, વિદુર रयमला- કર્મરૂપી રજ અને મલથી રહિત, પહીળ નર-મરખા – જરા (ઘડપણ) અને મરણથી મુક્ત, चवीसंपि – આવા ચોવીસ તથા અન્ય પણ, નિળવા- જિનેશ્વર દેવ, તિથયા મે – તીર્થંકરો મારા ઉપર, પલીજંતુ –પ્રસન્ન થાઓ, વિત્તિય– વાણીથી સ્તુતિ કરાયેલા, વંવિય – મસ્તક નમાવીને વંદિત-વંદન કરાયેલા, મહિયા – ભાવ મનથી પૂજિત-પૂજાયેલા, જે ૬ – જે આ, લોગસ્સ – અખિલ લોક-સંસારમાં, કત્તમા – સૌથી ઉત્તમ, સિદ્ધા – સિદ્ધ થાય છે તે, આપ્ન – આરોગ્ય-આત્મિક શાંતિ, વોશિલામ બોધિ-સમકિત રૂપ ધર્મનો લાભ, સમાધિવતમુત્તમં જિંતુ – સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ ભાવરૂપ સમાધિ આપો, ચંદ્રેલુ ખિમ્મતયા - ચંદ્રથી પણ વિશેષ નિર્મલ, આજ્વેતુ અહિય ચાલયા – સૂર્યથી પણ અધિક પ્રકાશ કરનાર, સારવર ગંભીī – સ્વયંભૂરમણ સમુદ્રથી પણ વધારે ગંભીર, સિદ્ધા સિદ્ધિ - સિદ્ધ ભગવંત સિદ્ધિ-મોક્ષ, મમ જિલતુ – મને આપો.
ભાવાર્થ :- અખિલ વિશ્વના સર્વ દ્રવ્યોને જ્ઞાનરૂપી પ્રકાશથી પ્રકાશિત કરનારા, ધર્મતીર્થની સ્થાપના કરનારા, રાગ-દ્વેષના વિજેતા, કામ-ક્રોધ અને કર્મરૂપી અંતરંગ શત્રુઓને નષ્ટ કરનારા ચોવીસ તીર્થંકરોનું હું કીર્તન કરીશ, સ્તવન કરીશ.
(૧) શ્રી ઋષભદેવ સ્વામી, (૨) શ્રી અજીતનાથ સ્વામી, (૩) શ્રી સંભવનાથ સ્વામી, (૪) શ્રી અભિનંદન સ્વામી, (૫) શ્રી સુમતિનાથ સ્વામી, (૬) શ્રી પદ્મપ્રભુ સ્વામી, (૭) શ્રી સુપાર્શ્વનાથ સ્વામી, (૮) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, (૯) શ્રી સુવિધિનાથ સ્વામી અથવા શ્રી પુષ્પદંત સ્વામી, (૧૦) શ્રી શીતલનાથ સ્વામી, (૧૧) શ્રી શ્રેયાંસનાથ સ્વામી, (૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી, (૧૩) શ્રી વિમલનાથ સ્વામી, (૧૪) શ્રી અનંતનાથ સ્વામી, (૧૫) શ્રી ધર્મનાથ સ્વામી, (૧૬) શ્રી શાંતિનાથ સ્વામી, (૧૭) શ્રી કુંથુનાથ સ્વામી, (૧૮) શ્રી અરનાથ સ્વામી, (૧૯) શ્રી મલ્લિનાથ સ્વામી, (૨૦) શ્રી મુનિસુવ્રત સ્વામી, (૨૧) શ્રી નમિનાથ સ્વામી, (૨૨) શ્રી અરિષ્ટનેમિ-નેમનાથ સ્વામી, (૨૩) શ્રી પાર્શ્વનાથ સ્વામી અને (૨૪) શ્રી મહાવીર વર્ધમાન સ્વામીની હું સ્તુતિ કરું છું.
જેમની મેં સ્તુતિ કરી છે, તેઓ કર્મરૂપી રજ અને મલથી રહિત છે, જરા અને મરણથી મુક્ત થયેલા છે, અંતર્શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે, એવા ચોવીસે ધર્મપ્રવર્તક તીર્થંકરો અને અન્ય જિનવરો મારા ઉપર પ્રસન્ન થાઓ !
જેમનું કીર્તન, વંદન અને પૂજન દેવેન્દ્રો તથા મનુષ્યોએ કર્યું છે, જેઓ અખિલ લોકમાં સર્વોત્તમ છે અને સિદ્ધિને પ્રાપ્ત થયેલા છે, તે ભગવંતો મને ભાવ આરોગ્ય (સિદ્ધત્વ અર્થાત્ આત્મશાંતિ) સમ્યગ્દર્શનાદિ રત્નત્રયનો પૂર્ણ લાભ અને સર્વોત્કૃષ્ટ ભાવ સમાધિ પ્રદાન કરો.
જેઓ ચંદ્રથી અધિક નિર્મળ છે, સૂર્યથી પણ અધિક પ્રકાશમાન છે, સ્વયંભૂરમણ સમુદ્રની સમાન ગંભીર છે, તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ(મોક્ષ) અર્પણ કરો અર્થાત્ આપના આલંબનથી મને મોક્ષ પ્રાપ્ત થાઓ. વિવેચનઃ
જૈન સમાજમાં ચતુર્વિંશતિસ્તવ-લોગસ્સ ભક્તિ સાહિત્યની એક અમર રચના છે. તેના પ્રત્યેક શબ્દમાં ભક્તિ ભાવનો અખંડ સ્રોત છૂપાયેલો છે.