________________
આગમ અનુવાદના ઉદ્ભાવિકા, અદશ્ય આવાસમાં વસી ગયેલા, ગુરુકુળ હિતાય ગુરુકુળ સુખાય માટે ધૂપસળી જેવું પરિમલ પ્રસરાવનાર બા.બ્ર.પૂ. ઉષાબાઈ મ.સ, ગુન્શીના વિયોગે આર્તસુરોને આરાધનામાં જોડાવનાર પૂ. પુષ્પાબાઈ સ્વામી (દીદી સ્વામી) તથા પૂ. હસુમતીબાઈ સ્વામીને વંદન કરું છું. મારા સંયમની સુરભિને ત્યાગની તમન્નાને અને વૈરાગ્યની વેલડીને વિકસ્વરિત કરનારા મારા હૃદયેશ્વરા પૂ. રાજુલગુક્ષ્મીને ભાવપૂર્વક વંદન કરુ છું.
અંતરની અવની પર બાંધ્યાતા મેં આશાના મિનારા,
આપ હતા અમ સંયમ જીવનનૈયાના સહારા, સોંપ્યા લીલમગુરુણીના ચરણે વિરહેવહે અશ્રુધારા,
શાસન ગુરુ સહારે શોધ્યા આપે મુક્તિના મિનારા. પ્રધાન સંપાદિકા ગુણીમૈયાની સાથે સહસંપાદિકાની ફરજ પૂર્ણ કરનાર, અનુવાદને ઓપ આપનારા, ભાષાંતરમાં ભાવ ભરનારા મારા વૈરાગ્યને અભ્યાસ દ્વારા વેગવંતો કરનારા, મારા સહચર ડો. આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અનુવાદની અનુકૂળતા કરાવનારા પૂ. પ્રભાબાઈ મ., પૂ. પ્રભાબાઈ મ., પૂ. વનિતાબાઈ મ, પૂ. દીક્ષિતાબાઈ મ., પૂ. વિરમતિબાઈ મ. પૂ. કૃપાબાઈ મ., પૂ. અર્ચિતાબાઈ મ., પૂ. તબાઈ મ., પૂ. રેણુકાબાઈ મ., નવોદિતા પૂ. ભવ્યાંશીબાઈ મ. તથા સમસ્ત ગુરુકુળ વાસીઓની શુભભાવનાને અંતરથી આવકારું છું. આવશ્યક સૂત્રના સંપૂર્ણ અનુવાદને પુનઃ લખવાના સમયે મારી શારીરિક અસમર્થતા જોઈ જેઓ સંસારપક્ષે મારા નાના બહેન તથા સંયમપક્ષે ગુબેન M.A. Ph.Dના અભ્યાસમાં સતત અનુરક્તા પન્નાબાઈ મ.સ.એ સોનલ-શીતલના સહારે અક્ષરે અક્ષરે અનુકૂળતા કરી આપી અને કાર્ય પરિપૂર્ણ કર્યું
આ અનુવાદના પ્રકાશનના અવસરે શાસન અને સંયમીઓ પ્રત્યેનો અહોભાવ ક્યારેય ઓસર્યો નથી એવા શ્રી ચંદ્રકાંતભાઈ શેઠની શ્રુતસેવાને બિરદાવું છું. જેને આગમમાં નેહ છે એવા નેહલભાઈ શ્રુતમય બની રહે, તેવી ભાવના વ્યક્ત કરું છું.
લક્ષ્મી મળે પુણ્યથી પણ ફળે સત્પ્રેરણા, બુદ્ધિ અને સત્પુરુષાર્થી એવા આ આગમના કૃતાધાર દાનવીર, વૈયાવચ્ચે પ્રેમી સંસારપક્ષે કાકા શ્રીમાન ચંદુભાઈ કેશવલાલ વોરા આગમ પ્રકાશનમાં સહયોગી બન્યા છે. તે જ આગમ તેમને શાશ્વતા સુખમાં સ્થાપિત કરવા સહયોગી બને, તેવી ભાવના પ્રગટ કરું છું. આ સમયે જેમના સંકલ્પ સંયમ સાંપડ્યો તેવા મારા માત-તાતને કેમ વિસરાય ? સર્વ ઉપકારીઓના ઉપકારને સ્મૃતિમાં લાવી, શિરોધાર્ય કરી વિરમું છું.
પૂ. મુક્ત લીલમ રાજુલ ગુરુણીના સુશિષ્યા
સાધ્વી રૂપ
-
55