________________
દ્વારા આ આગમને લોકભોગ્ય બનાવવાનો પુરુષાર્થ કર્યો છે. આવશ્યકસૂત્રની મૌલિકતા જાળવીને પરંપરા સાથે તેનો સુમેળ કર્યો છે. પ્રસ્તુત સંસ્કરણ સમસ્ત જૈન સમાજને માટે આવશ્યકક્રિયાની આરાધનાનો માર્ગ ઉજાગર કરશે, પ્રતિક્રમણનું મહત્ત્વ સમજાવશે, આત્મનિરીક્ષણ દ્વારા પોતાની પાપવૃત્તિથી પાછો ફરીને આત્મભાવમાં સ્થિર થઈ શાંતિ-સમાધિનો અનુભવ કરવામાં સહાયક બનશે તેવી અપેક્ષા સાથે વિરામ પામું છું. આભાર દર્શન :
સૌરાષ્ટ્ર કેસરી ગુરુપ્રાણની જન્મ શતાબ્દીને ચિરસ્મરણીય અવિસ્મરણીય બનાવવા ગુરુઋણથી યતકંચત ઉઋણ બનવા ગુરુપ્રાણ પરિવારના સાધ્વીજીઓના સહિયારા ઉત્સાહ અને પુરુષાર્થથી ગુસ્વર્યોની અસીમ-અસીમ કૃપા વડે ગુરુ પ્રાણ આગમ બત્રીસીનું ગુજરાતી અનુવાદન કાર્ય સાકાર થયું. એ શૃંખલામાં એક કડી બનવાનું મને સૌભાગ્ય સાંપડ્યું અને મને આવશ્યક સૂત્રના અનુવાદનું કાર્ય સુપ્રત થયું. આવી સુભગ ક્ષણે પરમાત્માથી લઈને પવિત્રપથ પર આરૂઢ કરાવનાર ઉપકારીઓ મારી સ્મૃતિના સંભારણા બને છે. જિનાગમો જીવને નિજમાં નિરંતર નિમગ્ન બનાવનારા પવિત્ર ઝરણાઓ છે. તેમાં બત્રીશમું આવશ્યક સૂત્ર અણુકાય છે પરંતુ તેના ભાવ મહાકાય છે. તેમાં અનેક ગૂઢ રહસ્યો છુપાયેલા છે. આ આગમ અનુવાદનું કાર્ય પરિપૂર્ણ થયું તેમાં સૌ પ્રથમ ઉપકાર શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી તથા ગણધર ભગવંતોનો છે કે જેઓ શ્રતના ઉદ્ભાવક છે. ગચ્છાધિપતિ પૂ. ડુંગરસિંહજી સ્વામી, મારી શ્રદ્ધાના સિંધુ દાદાગુરુજય-માણેક-પ્રાણ ગુદૈવ તથાદીક્ષાની આજ્ઞાનાદાતા જીવનનૈયાનાખેલૈયા તપસમ્રાટ તપોધની પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ના ચરણારવિંદમાં અંતરભીના ભાવ વંદના.
* આગમને અભિગમ દ્વારા અલંકૃત કરનાર પરમ દાર્શનિક પૂ. સંયમ શિરોમણિ જયંતિલાલજી મ.સા. વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ.સા., આગમદિવાકર પૂ. શ્રી જનકમુનિ મ.સા., નિડરવક્તા, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા., ધ્યાનયોગી પૂ. શ્રી હસમુખમુનિ મ.સા., યુવાતપસ્વી પૂ. શ્રી ગજેન્દ્રમુનિ મ.સા., શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ.સા., આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ.સા., અમિમય દષ્ટિનું દાન દેનાર મંગલમૂર્તિ પૂજ્યવરા મુક્તાબાઈ મ.સ. તથા મારા જીવન સાગરની મહાસફરના સફળ સુકાની, જેઓના પ્રથમ દર્શને પ્રવ્રજ્યાના પિયુષ પીધા, સારણા-વારણાના હલેસાથી મારી સંયમ નાવડીને વેગ આપનારા સંયમી જીવનને સંયમિત રાખવા સ્નેહનીઅસ્ત્ર સરવાણી વહાવનારા ભાવયોગિની દાદી ગુરુણીમૈયા પૂજ્યશ્રી લીલમબાઈ મ.સ.(સાહેબજી) ના ચરણોમાં અપૂર્વ આ ક્ષણે ભાવ વંદના પાઠવું છું.
54