________________
**
જેમ કોઈ માણસે બીજાને તમાચો મારવાનો વિચાર કર્યો, પણ હજુ તમાચો માર્યો નથી તે દરમ્યાન વિચાર બદલાઈ ગયો અને તેને તમાચો મારવાનું માંડીવાળે અને તે બદલ પ્રભુની પાસે માંફી માંગે અને જેને તમાચો મારવાની ઈચ્છા હતી તેને પણ ખમાવે, તો તે સહેજે સમજાય તેવી વાત છે કે પેલો ભાઈ તેને સહેજે માફી આપી દે, સાચી રીતે પશ્ચાત્તાપ થાય તો દોષનું નિવારણ થઈ જાય, પરંતુ ખરેખર ! તમાચો માર્યા પછી તરતજ માફી માંગવામાં આવે તો પણ કામ પતે નહીં. તે માટે કઈંક દંડ ભોગવવો જ પડે. માફી માંગવી તે પ્રતિક્રમણ છે અને દંડ ભોગવવો તે પ્રાયશ્ચિત્ત છે. આમ શુદ્ધિકરણના બે ઉપાય જૈન શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે, આવું સ્પષ્ટ વર્ગીકરણ કરવાથી આ ગૂઢાર્થ સમજાય તેવો છે.
હવે આપણે ‘પચ્ચક્ખાણ' વિષે વિચાર કરીશું કે લીધેલા પચ્ચક્ખાણ અણીશુદ્ધ પુરા ન થાય, ત્યાં સુધી તેમાં પડેલા છિદ્રોને દૂર કરવા માટે પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્ત
કેવી રીતે કામ કરે છે ?
આજ કાલ કેટલાક આધ્યાત્મિક વિચારના નામે ખોટો પ્રચાર કરે છે કે જેઓએ પચ્ચક્ખાણ ન લીધા હોય તે પ્રતિક્રમણ કેમ કરી શકે ? પચ્ચક્ખાણ લીધા પછી તેમાં દોષ લાગે, તો પ્રતિક્રમણ જરૂરી છે, તેવું તેઓ જણાવે છે. તેઓ કહે છે કે કપડું ફાટયું હોય તો થીગડું મારી શકાય, જયાં કપડું જ નથી ત્યાં થીંગડાંની વાત કેવી ? આવા ખોટા ઉદાહરણથી ભ્રમ ઊભો કરે છે. તેનો સચોટ પ્રત્યુતર એ છે કે વસ્તુતઃ તેઓ શાસ્ત્રજ્ઞાનના અભાવે તર્ક કરે છે. તેમને ખબર નથી કે પચ્ચક્ખાણ તો અનાચારના કરવામાં આવે છે. અતિચાર સુધીના પચ્ચક્ખાણ હોતા નથી, તેમાં ફક્ત ઉપયોગ રાખવાનો હોય છે. જો પચ્ચખાણનો ભંગ થાય તો પ્રાયશ્ચિત્ત કરવું પડે, અતિચાર સુધીના દોષો તો ઉપયોગને અભાવે સેવાતા હોય છે. તો ઉપયોગ શુદ્ધ થતાં પ્રતિક્રમણની ક્રિયા દ્વારા તે દોષોનું નિવારણ થાય છે. જેટલો અશુદ્ધ ઉપયોગ છે અથવા અશુદ્ધ પરિણમન છે, તે બધું પરિણમન અનાચારનું કારણ બનતું નથી. જયાં સુધી સશક્ત વીર્યનો પ્રવાહ સંયુક્ત ન થાય ત્યાં સુધી એકલો અશુદ્ઘ ઉપયોગ અનાચાર આચરી શકતો નથી. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય અને સમ્યજ્ઞાનરૂપે ઉપયોગ થાય તો અશુદ્ધ પરિણમન પલટો ખાય છે અને પ્રતિક્રમણ શુદ્ધભાવ તરફ દોરી જાય છે. આ આખી પરિણમન શૈલીમાં પચ્ચક્ખાણનો અવકાશ રહેતો નથી. પ્રતિક્રમણ અને અશુદ્ધ ઉપયોગ તે ભાવાત્મક ક્રિયા છે. જ્યારે પચ્ચક્ખાણ અને અનાચાર એ બંને યોગની ક્રિયાત્મક પ્રવૃત્તિ છે. તો જેણે પચ્ચક્ખાણ ન લીધા હોય એણે પ્રતિક્રમણ ન કરી શકાય,
AB
31