________________
૩૦ |
શ્રી આવશ્યક સૂત્ર
काउस्सग्गं तु पारित्ता वंदई य तओ गुरु ॥५१॥ पारिय काउस्सग्गो, वन्दिताण तओ गुरुं ।
तवं संपडिवज्जेज्जा, कुज्जा सिद्धाण संथवं ॥५२॥ રાત્રિક પ્રતિક્રમણનો ક્રમ નિમ્નોક્ત પ્રકારે છે– (૧) સર્વ પ્રથમ કાયોત્સર્ગમાં રાત્રિ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સંબંધી અતિચારોનું ચિંતન કરવું. (૨) કાયોત્સર્ગ પૂર્ણ કરી ગુરુને વંદન કરી તેમની સમક્ષ પૂર્વચિંતિત અતિચારોની આલોચના કરવી. (૩) આ પ્રમાણે પ્રતિક્રમણ કર્યા પછી ગુરુને વંદન અને ત્યારબાદ પુનઃ કાયોત્સર્ગ કરવો. (૪) આ કાયોત્સર્ગમાં પોતાની વર્તમાન સ્થિતિને અનુકૂળ ગ્રહણ કરવા યોગ્ય તપરૂપ પ્રત્યાખ્યાનનો વિચાર કરવો. (૫) કાર્યોત્સર્ગ પૂર્ણ કર્યા પછી ગુરુને વંદન અને તેમની પાસે પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરવો. (૬) અંતમાં સ્તવ-સ્તુતિ દ્વારા આવશ્યકની સમાપ્તિ કરવી.
શ્રી ઉત્તરાધ્યયન સુત્રમાં દર્શાવેલી પ્રતિક્રમણ વિધિ અત્યંત સંક્ષિપ્ત છે. વર્તમાનની પરંપરા પ્રમાણે તેમાં ઘણા ફેરફાર થયા છે. પ્રતિક્રમણની ભાષા :- આવશ્યક સૂત્રની ભાષા અર્ધ માગધી છે. આજકાલ લોકોની માન્યતા એવી છે કે પ્રતિક્રમણનો અનુવાદ લોક ભાષામાં થાય અને તે પ્રમાણે પ્રતિક્રમણ થાય, તો વિશેષ લાભનું કારણ બને છે, પરંતુ મૂળભૂત ભાષામાં એક પ્રકારની ગંભીરતા છૂપાયેલી છે. લોકભાષામાં થયેલો અનુવાદ સંપૂર્ણપણે મૂળ ભાવને પ્રગટ કરી શકતો નથી. તે ઉપરાંત સહુ પોત-પોતાની ભાષામાં અનુવાદ કરે, તો સાધનાના અંગભૂત ધાર્મિક અનુષ્ઠાનોની એકરૂપતાનો નાશ થાય છે. સામૂહિક સાધના માટે એક રૂપતા અત્યંત જરૂરી છે. પ્રતિક્રમણ સૂત્રને મૂળભૂત ભાષામાં જ સુરક્ષિત રાખવું, તે સંઘ અને શાસન માટે લાભદાયી છે. તેના ભાવાર્થ-વિવેચન વગેરે સ્પષ્ટ કરવા અત્યંત જરૂરી છે. પ્રતિક્રમણના અધિકારી- જેને પાપ પ્રતિ પશ્ચાત્તાપ હોય, આત્મશુદ્ધિની ભાવના હોય, તેવી પાપભીરુ વ્યક્તિઓ પ્રતિક્રમણના અધિકારી છે. પ્રત્યેક સાધુને માટે ઉભયકાલીન પ્રતિક્રમણ અવશ્ય કરણીય છે, શ્રાવકોમાં વ્રતધારી સાધક પ્રતિદિન પ્રતિક્રમણ કરતાં પોતાના વ્રતોની શુદ્ધિ કરે છે અને વ્રતધારી ન હોય, તેવા શ્રાવકો પણ પ્રતિક્રમણના માધ્યમથી સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદના, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન આદિ આવશ્યકની આરાધના કરે છે. પ્રતિક્રમણની અરાધનામાં પણ તેની શ્રદ્ધા અને પ્રરૂપણા સંબંધી દોષોની આલોચના કરે છે અને પ્રતિદિન પ્રતિક્રમણની આરાધના કરતાં તે પ્રતિક્રમણના મહત્ત્વને સ્વીકારી વ્રતધારી બની શકે છે. પ્રતિક્રમણના કાળ દરમ્યાન ભાવવિશુદ્ધિથી તે અનંત કર્મોની નિર્જરા કરે છે. આ રીતે વ્રતધારી હોય કે ન હોય, તેવા બંને પ્રકારના પાપભીરુ શ્રાવકો પ્રતિક્રમણના અધિકારી છે. પ્રતિક્રમણનું ફળ –પડને વય-છિદ્દાખ પિફ, દિયવયછદ્દે પુખ ની વિરુદ્ધાર અવતરિત્તે અક્સુ પવયાનમાથાસુ ૩વત્તે અપુદરે સુપ્રદિપ મવા ઉત્તરા. અધ્ય. ૨૯/૧૩. પ્રતિક્રમણ કરનાર વ્યક્તિ પોતાના વ્રતના છિદ્રને ઢાંકે છે અર્થાત્ દોષોથી નિવૃત્ત થાય છે, દોષોથી નિવૃત્ત થયેલો સાધક આશ્રવનો નિરોધ કરે છે, શબલદોષોથી રહિત શુદ્ધ સંયમવાન બનીને અષ્ટ પ્રવચન માતાની આરાધનામાં સતત સાવધાન રહે છે, સંયમ યોગોમાં તલ્લીન, ઇન્દ્રિય વિજેતા બની, સમાધિયુક્ત થઈને સંયમમાર્ગમાં વિચરણ કરે છે.