________________
પરિશિષ્ટ-૨
૨૧૭
અતિચારનું કથન કર્યું છે.
પ્રત્યેક વ્રત ચાર પ્રકારે દૂષિત થાય છે– (૧) અતિક્રમથી (૨) વ્યતિક્રમથી (૩) અતિચારથી અને (૪) અનાચારથી.
(૧) મનની નિર્મળતા નષ્ટ કરી, મનમાં અકૃત્ય (પાપકર્મ) કરવાનો સંકલ્પ કરવો, તે અતિક્રમ છે. (૨) અકૃત્ય કરવાના સંકલ્પને કાર્યરૂપે પરિણત કરવા અને વ્રતનું ઉલ્લંઘન કરવા તૈયાર થવું, તે વ્યતિક્રમ છે. (૩) તેનાથી આગળ વધી વિષયો તરફ આકર્ષિત થઈને વ્રત ભંગ માટે સામગ્રી એકત્રિત કરવી અથવા પાપ કરવા પગલું ભરવું, તે અતિચાર છે. (૪) આસક્તિવશ વ્રતનો ભંગ કરી પાપનું સેવન કરવું, તે અનાચાર છે.
વ્રતનો આંશિક ભંગ અતિચાર છે અને સર્વથા ભંગ અનાચાર છે. ક્રમશઃ અતિચાર સુધીના દોષો વ્રતમાં મલિનતા લાવે છે, વ્રતને નષ્ટ કરતા નથી, તેથી તેની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણ દ્વારા થાય છે, પરંતુ અનાચારના સેવનથી વ્રતનો ભંગ થાય છે, તેથી વ્રતને પુનઃ ઉપસ્થાપન કરવું પડે છે.
સામાયિક વ્રતમાં પાંચ અતિચાર છે. મનોદુપ્રણિધાન, વચન દુપ્રણિધાન, કાય દુપ્રણિધાન, સામાયિક સ્મૃતિભ્રંશ, સામાયિક અનવસ્થિતતા (૧) સામાયિકના કાલ દરમ્યાન મનથી સાંસારિક કાર્ય માટે સંકલ્પ-વિકલ્પો કરવા, તે મનોદુપ્રણિધાન છે. (૨) કટુ, નિષ્ઠુર અને અશ્લીલ વચન બોલવાં, નિરર્થક પ્રલાપ કરવા, કષાયની વૃદ્ધિ કરનારા સાવધ વચન બોલવા, તે વચન દુપ્રણિધાન છે. (૩) સામાયિકમાં શરીરની અસ્થિરતા શરીરની કુચેષ્ટાઓ, કારણ વિના શરીરનાં અંગોને લાંબા—ટૂંકા કરવા, અસાવધાનીથી જોયા વિના ચાલવું, તે કાયદુપ્રણિધાન છે. (૪) સામાયિક વ્રતનું સ્મરણ ન રહેવું, સામાયિકનો સમય પૂર્ણ થયા પહેલા સામાયિક પાળી લેવી, તે સામાયિક સ્મૃતિ ભ્રંશ છે. (૫) સામાયિક અનવસ્થિતા— સામાયિકની આરાધના કોઈ પણ પ્રકારના ઉત્સાહ વિના, સમભાવની પ્રાપ્તિના લક્ષ વિના રૂઢ દ્રવ્ય ક્રિયારૂપે પૂરી કરવી, તે સામાયિક અનવસ્થિતતા છે.
તે ઉપરાંત સામાયિક વ્રત ૫ પાક્ષિય અંતરમાં સ્પર્ધું ન હોય, કેવળ દ્રવ્યક્રિયા જ થઈ હોય, જ પાલિયં— યથાવિધિ પાલન ન થયું હોય, ૫ સોદિય શુદ્ધ રીતે દોષ રહિત પાલન થયું ન હોય, ખ સીરિય– સમ્યક પ્રકારે પ્રતિજ્ઞાને પૂર્ણ ન કરી હોય, ન હ્રિદિય– સામાયિક વ્રતના મહિમાનું કીર્તન-ગુણગાન કર્યા ન હોય, મનમાં સામયિક વ્રત પ્રતિ આદર ભાવ થયો ન હોય, છ આરાહિય– સમભાવની આરાધના ન કરી હોય, આપણ્ અણુપાલિયં ન ભવ- વીતરાગ દેવની આજ્ઞાની આરાધના ન થઈ હોય, તો તત્સંબંધી પાપદોષોની આલોચના, પ્રતિક્રમણ કરીને સાધક તેનાથી નિવૃત્ત થાય છે. સામાયિક ગ્રહણ કરવાની વિધિ :
શાંત તથા એકાંત સ્થાન પસંદ કરીને, ભૂમિ તથા પથરણું(આસન), ગુચ્છો, મુહપત્તિ આદિનું સારી રીતે પ્રમાર્જન કરી પથરણું પાથરવું. પુરુષોએ ગૃહસ્થોચિત ખમીસ આદિ વસ્ત્રો ઉતારી સામાયિક માટેનાં શુદ્ધ વસ્ત્રો(ચોલપટ્ટક તથા ઉતરીય ખેસ) પરિધાન કરવા. મુખવસ્ત્રિકા મોઢે બાંધવી,
ન
સાધુ-સાધ્વી ઉપસ્થિત હોય તો તેમની સન્મુખ અને સાધુ-સાધ્વી ન હોય, તો પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખી પદ્માસન, સુખાસન આદિ આસને બેસીને અથવા જિનમુદ્રાથી ઊભા રહી બંને હાથ જોડવા. ત્યારબાદ નમુક્કાર સૂત્રથી તસ્સ ઉતરી સૂત્ર સુધીના પહેલા ચાર પાઠો બોલવા, ત્યારપછી ઈરિયાવહિયં સૂત્ર અને નમુક્કાર મંત્રનો કાયોત્સર્ગ કરવો અને કાયોત્સર્ગ પૂર્ણ થતાં ‘નમો અરિહંતાણં’