SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ | શ્રી આવશ્યક સૂત્ર પૂર્વ દિશા - અસ્ત થયેલો સૂર્ય પુનઃ પૂર્વ દિશામાં અભ્યદયને પ્રાપ્ત કરે છે અને પોતાના દિવ્ય પ્રકાશથી સંસારને પ્રકાશિત કરે છે. ઉત્તર દિશા :- ઉતુ અર્થાતુ ઉચ્ચતા ઊર્ધ્વતા, તર એટલે અધિક, એવો ભાવ. આ ઉત્તર દિશાથી ધ્વનિત થાય છે આ રીતે ઉત્તર એટલે ઊંચી ગતિ, ઊંચું જીવન, ઊંચો આદર્શ પ્રાપ્ત કરવાનો સંકેત ઉત્તર દિશાથી પ્રાપ્ત થાય છે. ઉત્તર દિશાનું બીજું નામ ધ્રુવ દિશા પણ છે. પ્રસિદ્ધ ધ્રુવનો તારો જે પોતાના કેન્દ્ર ઉપર જ સ્થિર રહે છે, તે પણ ઉત્તર દિશામાં જ રહે છે સંક્ષેપમાં પૂર્વ દિશા આપણા માટે પ્રગતિની, ઉત્થાનની અને ઊર્ધ્વ ગતિની સંદેશાવાહિકા છે અને ઉત્તર દિશા સ્થિરતા, દઢતા, નિશ્ચયાત્મકતા અને અચળ આદર્શનો સંકેત કરે છે. સામાયિકની કાલમર્યાદા :- સાધકનું ધ્યેય અખંડ સમભાવને પ્રાપ્ત કરવાનું જ હોય છે. સમભાવ આત્માનો ગુણ છે. તે ત્રિકાલ શાશ્વત છે તેથી તેના માટે સમય મર્યાદા હોતી નથી. સાધકે જીવન પર્યંત સમભાવમાં રહેવાનું છે. આ વાતને લક્ષમાં રાખીને નિગ્રંથ મુનિઓ માવજીવનની સામાયિકનો સ્વીકાર કરે છે અને પોતાના સમગ્ર વ્યવહારને સમભાવ યુક્ત બનાવવાનો પ્રયત્ન કરે છે. શ્રાવકો ગૃહસ્થ જીવનમાં હોવાથી માવજીવનની સામાયિક ગ્રહણ કરી શકતા નથી. તેના માટે પ્રશ્ન થાય કે શ્રાવકોની એક સામાયિકની કાલ મર્યાદા કેટલી હોય ? “કરેમિ ભંતે’ પ્રતિજ્ઞા પાઠમાં નાવ નિયમ શબ્દ પ્રયોગ છે. તેમાં કોઈ ચોક્કસ કાલમર્યાદાનું કથન નથી, જો શ્રાવકોની સામાયિક માટે કાલમર્યાદા નિશ્ચિત ન હોય, તો શ્રાવકો પોતપોતાની ઇચ્છાનુસાર પાંચ, દશ, પંદર મિનિટની પણ સામાયિક કરી શકે છે અને આ રીતે થાય, તો તેમાં અવ્યવસ્થા થાય અને સામાયિક જેવી પવિત્ર અને અમૂલ્ય સાધના હાસ્યાસ્પદ બની જાય છે, તેથી દીર્ઘદષ્ટા પૂર્વાચાર્યોએ આ વિષય પર ગંભીર વિચારણા કરીને એક સામાયિકનું બે ઘડીનું કાલમાન નિશ્ચિત કર્યું છે. બે ઘડી-૪૮ મિનિટની મહત્તા વિશેષાવશ્યકભાષ્યમાં કથન છે કે એક વિચાર, એક સંકલ્પ, એક ભાવ કે એક ધ્યાન બે ઘડી-૪૮ મિનિટ પર્યત સ્થિર રહી શકે છે, ત્યાર પછી તેમાં અવશ્ય પરિવર્તન આવે છે. अंतोमुहूत्तकालं चित्तस्सेगग्गया हवइ झाणं । તે ઉપરાંત સાધકની કોઈ પણ સાધના માટે એક મુહૂર્તનો સમય કહ્યો છે. જેમ કે- આઠમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાનનો ક્ષપક શ્રેણીનો સમય એક મુહૂર્તનો છે. સમ્યગુદર્શનની પ્રાપ્તિ માટે ત્રણે કરણનો સમય પણ અંતર્મુહૂર્તનો કહ્યો છે. આમ બે ઘડીની સ્થિરતા સાધના માટે અત્યંત ઉપયોગી છે, તેવા અનુભવ પરથી આચાર્યોએ સામાયિકની કાલમર્યાદા બે ઘડીની નિશ્ચિત કરી હોય તેમ લાગે છે. દશ પ્રકારના પચ્ચખાણમાં નવકારશી પચ્ચખાણના પાઠમાં નમસ્કારમંત્રના ઉચ્ચારણપૂર્વક પચ્ચકખાણ પૂર્ણ ન કરે ત્યાં સુધીની મર્યાદા હોય છે. તેમાં કાલમર્યાદા નિશ્ચિત નથી તેમ છતાં પરંપરા અનુસાર નવકારશી પચ્ચકખાણની કાલમર્યાદા સૂર્યોદય પછી બે ઘડીની નિશ્ચિત થઈ ગઈ છે. તે રીતે ગૃહસ્થોની એક સામાયિકની કાલ મર્યાદામાં પૂર્વાચાર્યોની પરંપરા, મનોસ્થિરતા અને સામાજિક વ્યવસ્થા માટે બે ઘડીની મહત્તા છે. સામાયિકના અતિચારો- સાધક લક્ષ્યપૂર્વક સજગપણે સામાયિકની આરાધના કરે છે, તેમ છતાં અનાદિકાલીન સંસ્કારથી, કર્મના ઉદયને આધીન બનીને, સમભાવના બદલે વિષમ ભાવ આવી જાય કે પ્રમાદ થઈ જાય, તો દોષના સેવનથી વ્રત મલિન બને છે. તેની શુદ્ધિ માટે સૂત્રકારે સામાયિકના પાંચ છા પશ્ચીમાં કાલમની નિ
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy