________________
શ્રાવક વ્રત
૧૮૯ |
અનર્થદંડ- અર્થમ્હાત વિપરીતોનર્થÇ: પ્રયોગને નિરપેક્ષઃ | અર્થ દંડથી વિપરીત અર્થાત્ પ્રયોજન વિના, નિરર્થક થતી હિંસાદિને અનર્થદંડ કહે છે. જેના વડે જીવો દંડ પામે અર્થાત્ હિંસા થાય, તેને દંડ કહે છે. શ્રી સ્થાનાગં સૂત્રમાં દંડના બે પ્રકાર કહ્યા છે– અર્થદંડ અને અનર્થદંડ. શ્રાવકો ગૃહસ્થ જીવનના વ્યવહારમાં કોઈ પણ પ્રયોજનથી આરંભ-સમારંભ કરે, જીવહિંસા કરે, તે અર્થદંડ છે.જેમ કે રસોઈ બનાવવા માટે અગ્નિનો આરંભ કરવો, તે અર્થદંડ છે. કોઈ પણ પ્રકારના પ્રયોજન વિના નિષ્કારણ જીવોની હિંસા થાય, તે અનર્થદંડ છે. જેમ કે– કોઈ પણ પ્રયોજન વિના લાઈટ ચાલુ-બંધ કરીને અગ્નિનો આરંભ કરવો, તે અનર્થદંડ છે.
શ્રાવકો અર્થદંડનો ત્યાગ કરી શકતા નથી પરંતુ અનર્થદંડનો ત્યાગ કરે, તોપણ કેટલાય હિંસા આદિ પાપસ્થાનોથી, કર્મબંધથી બચી જાય છે, તેથી શ્રાવકના વ્રતમાં અનર્થદંડ વેરમણ વ્રતની ત્રીજા ગુણવ્રત રૂપે ગણના કરી છે. સૂત્રકારે ચાર પ્રકારના અનર્થદંડનું કથન કર્યું છે. (૧) અજાણવા :- અપધ્યાનાચરિત. ચાર ધ્યાનમાંથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, આ બંને અપ્રશસ્તધ્યાન અપધ્યાન છે. આર્તધ્યાન- દુઃખ અથવા પીડા નિમિત્તે થતી ચિત્તની એકાગ્રતાને આર્તધ્યાન કહે છે. તેના ચાર પ્રકાર છે. ૧. અનિષ્ટ વિયોગ માટે સતત ચિંતન કરવું. પ્રતિકૂળ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો સંયોગ થાય, ત્યારે તેને દૂર કરવા સતત વિચારણા કરવી. ૨. ઈષ્ટ સંયોગ માટે સતત ચિંતન કરવું, અનુકૂળ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિની સતત ઇચ્છા કરવી, તેની પ્રાપ્તિની ઝંખનાથી સતત તેની જ વિચારણા કરવી. ૩. રોગ ચિંતા– અશાતાના ઉદયમાં રોગથી મુક્ત થવા માટે સતત વિચારણા કરવી. ૪. નિદાન– ભૌતિક સુખની તીવ્રતમ ઇચ્છા થવી, ધર્મક્રિયાના ફળ સ્વરૂપે ચક્રવર્તીના સુખ આદિની ઇચ્છા કરવી.
જીવને પ્રાપ્ત થયેલા પ્રત્યેક સંયોગો જીવના કર્મને આધીન છે. તેમાં પોતાની ઇચ્છાનુસાર પરિવર્તન કદાપિ શક્ય નથી, તેમ છતાં અનિષ્ટ વિયોગ, ઇસંયોગ આદિ ઉપરોક્ત ચારે પ્રકારે ચિત્તને એકાગ્ર બનાવવું તે સર્વથા નિરર્થક છે, તેથી તે અનર્થદંડ છે. રૌદ્રધ્યાન- આર્તધ્યાનની તીવ્રતા, તે રૌદ્રધ્યાન છે. તેના પણ ચાર પ્રકાર છે. (૧) હિંસાનુબંધી (૨) અષાનુબંધી (૩) તેયાનુબંધી અને (૪) સંરક્ષણાનુબંધી. ક્રોધ આદિના આવેશથી અન્યની હિંસા માટેના કૂર પરિણામો હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. તે જ અસત્ય આચરણ માટે, ચોરી માટે કે પોતાના પરિગ્રહના સંરક્ષણ માટે તીવ્રતમ આસક્તિ ભાવ પૂર્વકના પ્રયત્નો કરવા, તે રૌદ્રધ્યાન છે. રૌદ્રધ્યાન પણ અનર્થદંડનું કારણ છે. પ્રમાદાચરણ– પોતાના ધર્મ, કર્તવ્ય અથવા ફરજ પ્રતિ અજાગૃતપણું, તે પ્રમાદ છે. પ્રમાદી વ્યક્તિ પોતાનો અમૂલ્ય સમય રંગ-રાગમાં, ભોગ-વિલાસમાં નિંદા-કૂથલીમાં વ્યતીત કરે છે. પૂર્વાચાર્યો પ્રમાદાચરણની વિસ્તૃત વ્યાખ્યા કરીને તેની વિવિધ પ્રવૃત્તિઓનું કથન કરે છે.
કુતૂહલથી ગીત સાંભળવા, નૃત્ય, નાટક જોવા, કામશાસ્ત્રમાં આસક્તિભાવ રાખવો, કામવૃત્તિને ઉત્તેજિત કરનારા શાસ્ત્રોનું, પુસ્તકોનું વાંચન, જુગાર, મદ્યપાન, જલક્રીડા, હિંચકા ખાવા, હાસ્ય કલાઓ કરવી, કરાવવી, સ્ત્રી-પુરુષકથા, ભોજનકથા, રાજ્યકથા કરવી, પ્રયોજન વિના આળસથી દીર્ઘકાલ સુધી સુંવાળી શય્યા પર સૂવું, રસાસ્વાદની પૂર્તિ માટે સમય-શક્તિનો વ્યય કરવો, અયતનાથી સ્નાન, ઉબટન, વિલેપન આદિ કરવા, નિપ્રયોજન ઘોંઘાટ કરવો, પરોઢિયે મોટા અવાજે બોલવું, ખડખડાટ હસવું. વગેરે