________________
શ્રાવક વ્રત
૧૭૯
આ પાંચે અતિચારના સેવનમાં ચોરીની અનુમોદના થાય છે, તેથી શ્રાવકોએ આ અતિચારનો ત્યાગ કરવો જરૂરી છે. તે ઉપરાંત (૧) અત્યાચારી રાજા કે નેતા પોતાની પ્રજાના રાજનૈતિક, સામાજિક, ધાર્મિક અધિકારોનું અપહરણ કરે છે. (૨) પોતાને ધર્મનિષ્ઠ માનનાર સંકીર્ણ હૃદયવાળા સમૃદ્ધશાળી મનુષ્યો ભ્રાંતિવશ પોતાની નીચલી કક્ષાના મનુષ્યોના અધિકારો લઈ લે છે. (૩) લોભી જમીનદારો ગરીબ ખેડૂતોને ચૂસે છે. (૪) લોભી શેઠ કે શાહુકાર મોટા વ્યાજ લઈને ગરીબોની માલ મિલકત પચાવી પાડે છે. (૫) ન્યાયધીશ આદિ અધિકારી ગણ લાંચ લઈને પોતાનું કાર્ય કરે છે. (૬) લોભી વૈદ્ય કે ડોક્ટરો ધન પ્રાપ્તિનું એક માત્ર ધ્યેય રાખીને રોગીના ઉપચાર કરે છે.
ઉપરોક્ત પ્રવૃત્તિથી કોઈ પણ વ્યક્તિના ધન, વસ્તુ, સમય કે શ્રમનું અપહરણ કરવું, તે સ્થૂલ ચોરી છે, તેથી શ્રાવકોએ અદત્તાદાન વિરમણ વ્રતની નિર્મળતા માટે તથાપ્રકારની પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.
(૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત
५ परदारगमणं समणोवासओ पच्चक्खाइ सदारसंतोसं वा पडिवज्जइ, से य परदारगमणे दुविहे पण्णत्ते, तं जहा- ओरालिय- परदारगमणे, वेडव्वियपरदारगमणे । सदारसंतोसस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा (ण समायरियव्वा), તેં નહીં- અપરિહિયાનમળે, જ્ઞરિયનહિયાનમળે, અળશીડા, પવિવાહकरणे, कामभोगतिव्वाभिलासे ।
ભાવાર્થ :- શ્રાવક પરસ્ત્રીગમનના પચ્ચક્ખાણ કરે છે અને સ્વદારા– સ્વપત્નીમાં સંતોષ રાખે છે. પરસ્ત્રીગમન બે પ્રકારે થાય છે, તે આ પ્રમાણે છે– (૧) ઔદારિક શરીરી પરસ્ત્રીગમન અને (૨) વૈક્રિય શરીરી પરસ્ત્રીગમન. શ્રાવકોએ સ્વદારાસંતોષ વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે પરંતુ આચરણ કરવા યોગ્ય નથી. તે પાંચ અતિચાર આ પ્રમાણે છે– (૧) અપરિગૃહીતા ગમન, (૨) ઈત્વરિક પરિગૃહીતાગમન, (૩) અનંગક્રીડા, (૪) પરવવાહકરણ, (૫) કામભોગ તીવ્રાભિલાષા.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ચોથા સ્થૂલ મૈથુન- અબ્રહ્મચર્ય વિરમણ વ્રતની પ્રતિજ્ઞા અને તેના અતિચારોનું નિરૂપણ છે.
બ્રહ્મચર્ય– બ્રહ્મ એટલે આત્મા, ચર્ય એટલે રમણ કરવું, આત્મ સ્વરૂપમાં રમણ કરવું, તે બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે. બ્રહ્મચર્ય એક મહાન આધ્યાત્મિક શક્તિ છે. બ્રહ્મચર્ય પાલનથી વીર્યની રક્ષા થાય છે. તેનાથી શારીરિક સ્વસ્થતા, માનસિક શાંતિ અને સમાધિ પ્રાપ્ત થાય છે. પરંતુ સર્વ મનુષ્યો બ્રહ્મચર્ય વ્રતનું પૂર્ણપણે પાલન કરી શકતા નથી, શ્રાવકો સંપૂર્ણ બ્રહ્મચર્યના આદર્શને લક્ષ્યમાં રાખીને આદર્શ દાંપત્ય જીવન ગુજારે છે. સ્થૂલ અબ્રહ્મચર્ય વિરમણ વ્રતમાં શ્રાવક પોતાની પરણિત સ્ત્રીમાં સંતોષ રાખી પરસ્ત્રી ગમનનો સંપૂર્ણ ત્યાગ કરે છે, પરસ્ત્રીગમન બે પ્રકારે છે– (૧) ઔદારિક શરીરી–મનુષ્ય સ્ત્રીઓ અને તિર્યંચ સ્ત્રીઓ સાથે અને (૨) વૈક્રિય શરીરી– દેવીઓ સાથે અબ્રહ્મનો ત્યાગ કરે છે. શ્રાવકો આ બંને પ્રકારના પરસ્ત્રી ગમનનો મન, વચન, કાયાથી ત્યાગ કરે છે. ઉપલક્ષણથી શ્રાવિકાઓ