________________
૧૭૮ ]
શ્રી આવશ્યક સૂત્ર
કથન છે. અદત્તાદાન- અદત્ત+આદાન. અન્યના આપ્યા વિના વસ્તુ ગ્રહણ કરવી, તેને અદત્તાદાન અથવા ચોરી કહે છે. જે વસ્તુ જેની માલિકીમાં હોય, તેની આજ્ઞા વિના તે વસ્તુ, સંપત્તિ આદિ લઈ લેવા. અન્ય વ્યક્તિના અધિકાર લઈ લેવા, બળાત્કારથી દબાણ કરવું વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ પણ ચોરીમાં થાય છે. શ્રી આચારાંગ સૂત્રમાં અન્ય જીવોના પ્રાણનું હરણ કરવું, તે જીવોને મારી નાંખવાને પણ ચોરી કહી છે.
વ્યવહાર અને નિશ્ચયથી અદત્તાદાન વિરમણ વ્રતના બે પ્રકાર છે- પરકીય વસ્તુને માલિકની આજ્ઞા વિના લેવી નહીં, તે વ્યવહારથી અદત્તાદાન વેરમણ છે અને પાંચ ઇન્દ્રિયના વિષયો, આઠ કર્મવર્ગણા વગેરે પર પદાર્થોને પર જાણીને તેને ગ્રહણ ન કરવા, ભોગનો ત્યાગ કરવો, તે નિશ્ચયથી અદત્તાદાન વેરમણ છે. પ્રસ્તુતમાં વ્યવહારથી સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતનું કથન છે.
સૂત્રકારે અદત્તાદાનના સચેતવસ્તુ અને અચેત વસ્તુ, આ બે પ્રકાર કહ્યા છે. શ્રાવક આ બંને પ્રકારની વસ્તુની સ્કૂલ ચોરીનો ત્યાગ કરે છે. સ્થલ અદત્ત (મોટી ચોરી) :- (૧) દિવાલ અથવા દરવાજા તોડીને ચોરી કરવી(૨) પેટી, પટારા ખોલીને તેમાંથી સામાન લઈ લેવો (૩) તાળાં તોડીને અથવા અન્ય ચાવીથી ખોલીને ચોરી કરવી(૪) બળજબરી કરીને કોઈને લૂંટી લેવા અથવા વિશ્વાસઘાત કરી ખિસ્સા કાપવા (૫) અન્યની માલિકીની કિંમતી વસ્તુ પડેલી જોઈને ચોરીની ભાવનાથી લઈ લેવી. આ પાંચ પ્રકારની ચોરીનો શ્રાવક ત્યાગ કરે છે. અવશેષ અદત્ત ચોરી :- ચોરીના ભાવ વિના પરિચિત અથવા અપરિચિત વ્યક્તિની અલ્પ મૂલ્યવાળી વસ્તુ તેને પૂછ્યા વિના લેવી-દેવી અથવા ઉપયોગમાં લેવી, જેમ કે પરસ્પર એકબીજાની પેન, નોટ આદિ વસ્તુઓ પૂક્યા વિના લેવી. વેપારમાં પણ જેને પરસ્પર વિશ્વાસ હોય તેની વસ્તુ તેને પૂછ્યા વિના લેવીદેવી. વ્યાપાર અથવા વ્યવહારની સૂક્ષ્મતમ પ્રવૃત્તિઓ જેનો ઉપરોકત પાંચ મોટી ચોરીમાં સમાવેશ થતો નથી. તેવી પ્રવૃત્તિઓને સ્થૂલ અદત્ત સિવાય અવશેષમાં સમજવું.
આ અવશેષ હિંસા, અસત્ય, અદત્તના સેવનથી યથાયોગ્ય પાપ સેવન અને કર્મ બંધ તો થાય જ છે પરંતુ ગૃહસ્થ જીવનની અનેક પરિસ્થિતિઓને કારણે તેની વિશેષમાં ગણના કરી છે. શ્રાવકોએ તેનો પણ વિવેકપૂર્વક ત્યાગ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. પાંચ અતિચાર - (૧) તેનાહત – સ્તનનો અર્થ ચોર થાય છે.આહતનો અર્થ લાવેલી અર્થાત્ ચોર દ્વારા ચોરીને લાવેલી વસ્તુ. ચોરાઉ વસ્તુ લેવી, ખરીદવી અને રાખવી. ચોર બજારનો માલ લેવો. (૨) તસ્કર પ્રયોગ:- પોતાના વ્યાપારનાં કાર્યોમાં ચોરનો ઉપયોગ કરવો અર્થાત્ ચોરને મદદ કરવી. (૩) વિરહ રાજ્યાસિકમ :- વિરોધવશ પોતાના દેશથી અન્ય દેશના શાસક દ્વારા પ્રવેશ-નિષેધની, નિર્ધારિત સીમાનું ઉલ્લંઘન કરવું, બીજા રાજ્યોમાં પ્રવેશ કરવો. તેનો અન્ય અર્થ પણ છે કે રાજ્યવિરુદ્ધ કામ કરવું. રાજ્યના કાયદા કાનૂનથી વિરુદ્ધ દાણચોરી વગેરે પ્રવૃત્તિ આ અતિચારની અંતર્ગત છે. (૪) કટતોલા કટમાન - તોળવામાં અને માપવામાં ખોટા તોલમાપનો પ્રયોગ એટલે દેવામાં ઓછું તોળવું અથવા માપવું. (૫) તપ્રતિરૂપ વ્યવહાર - વેપારમાં અનૈતિકતા અને અસત્ય આચરણ કરવું, જેમકે સારી વસ્તુ બતાવી ખરાબ વસ્તુ આપવી, સારી વસ્તુમાં ખરાબ વસ્તુ મેળવી દેવી,નકલીને અસલી બતાવવી વગેરે.