________________
૧૫૦ ]
શ્રી આવશ્યક સૂત્ર
છોડીને પોતાની ક્ષમતાનો વાસ્તવિકપણે વિચાર કરીને જ અભિગ્રહ પ્રત્યાખ્યાન કરવા જોઈએ. અભિગ્રહના પ્રત્યાખ્યાનમાં અનાભોગ આદિ ચાર આગાર છે. તેનું સ્વરૂપ પૂર્વવત્ જાણવું.
પાઠ-૧૦ : નિર્વિકૃતિક પ્રત્યાખ્યાન | १ णिव्विगइयं पच्चक्खामि, अण्णत्थणाभोगेणं, सहसागारेणं, लेवालेवेणं, गिहत्थसंसटेणं, उक्खित्तविवेगेणं, पडुच्चमक्खिएणं, परिट्ठावणियागारेणं, महत्तरागारेण, सव्वसमाहिवत्तियागारेणं वोसिरामि । ભાવાર્થ :- વિગયના પચ્ચખ્ખાણ કરું છું. અર્થાત્ વિગય રહિત આહાર ગ્રહણ કરવાનું તપ અંગીકાર કરું છું. તેમાં અનાભોગ, સહસાકાર, લેપાલેપ, ગૃહસ્થસંસૃષ્ટ, ઉક્લિપ્તવિવેક, પ્રતીત્યમુક્ષિત, પારિષ્ઠાપનિકાગાર, મહત્તરાકાર, સર્વસમાધિ પ્રત્યયાકાર આ (નવ) આગારો સહિત વિગયોનો પરિત્યાગ કરું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નિર્વિકૃતિક તપનું સ્વરૂપ તથા તેના આગારોનું નિરુપણ છે.
ઉમ્બિના બે સંસ્કૃત રૂપાંતર થાય છે.નિર્વિતિ-નિર્વિકૃતિ અને નિર્વિત્તિ-નિર્વિગતિ ઘી, તેલ આદિ પદાર્થો વિકાર-વિકૃતિનું નિમિત્ત હોવાથી વિકૃતિ કહેવાય છે. ઘી આદિથી યુક્ત ગરિષ્ટ આહાર વિગતિ-દુર્ગતિનું કારણ હોવાથી, તે વિગતિ કહેવાય છે. વિકૃતિરૂપ અથવા વિગતિરૂપ ઘી, તેલ આદિ વિગયના ત્યાગને નિષ્યિ નિર્વિકૃતિક પ્રત્યાખ્યાન કહે છે.
તેમાં ઘી, તેલ, દૂધ, દહીં ગોળ અને સાકર આદિ સર્વે વિષયોનો ત્યાગ હોય છે. વિગયોનો જ ત્યાગ હોવાથી મહાવિગયોનો ત્યાગ તો સહજ થઈ જાય છે. આ તપમાં વિગય સિવાયના પદાર્થોના પ્રત્યાખ્યાન નથી. તેમ છતાં આ વિશિષ્ટ તપ રૂપ પ્રત્યાખ્યાન છે, તેથી તેમાં ફળ-મેવા અને મુખવાસનો ત્યાગ હોય છે.
નિર્વિકૃતિક તપના નવ આગાર છે. તેમાંથી અનાભોગ, સહસાકાર, લેપાલેપ, ગૃહસ્થ સંસૃષ્ટ, ઉલ્લિતવિવેક, પારિષ્ઠાપનિક, મહત્તરાગાર અને સર્વસમાધિ પ્રત્યયાકાર, આ આઠ આગારોનું વર્ણન પૂર્વવત્ જાણવું. પ્રતીત્યપ્રક્ષિત - ચોપડેલું. પ્રતીત્ય પ્રક્ષિત એટલે સારી રીતે ચોપડેલું ન હોય, નામમાત્ર જ ચોપડેલું હોય તેવા પદાર્થો. ગૃહસ્થ જે પદાર્થમાં પહેલાથી જ અત્યલ્પ વિગય મિશ્રિત કર્યું હોય, જેમ કે કેટલાક લોકો રોટલી માટે લોટ બાંધીને તેના ઉપર ઘી ચોપડીને રાખી મૂકે અને થોડીવાર પછી રોટલી કરે છે. કેટલાક લોકો ભાતનું ઓસામણ કાઢીને તરત જ તેમાં નામમાત્ર ઘી નાખી દે છે. આવા પદાર્થો ગ્રહણ કરવા, તે પ્રતીય પ્રક્ષિત આગાર છે. સાધુ-સાધ્વી નિર્દોષ આહારની ગવેષણા કરતા હોય ત્યારે તેને સહજ આવા પદાર્થ મળે તો તેના દ્વારા નિર્વિકૃતિક તપ કરી શકે છે. ઉન્સિાપ્ત વિવેક- ગૃહસ્થ વિગય રહિત ગ્રાહ્ય પદાર્થો પર વિગય રાખેલું હોય, તો વિવેકપૂર્વક તે વિગયને દૂર કરીને તે પદાર્થ લઈ શકાય છે.
વિગયના બે પ્રકાર છે. ઘી, તેલ આદિ પ્રવાહીરૂપ વિગય છે અને ગોળ આદિ અપ્રવાહી રૂ૫ વિગય છે. ઉક્લિપ્ત વિવેકમાં ઘી, તેલ આદિ પ્રવાહીરૂપ વિષયનો આગાર નથી પરંતુ ગોળ, સાકર વગેરે અપ્રવાહીરૂપ વિગયનો આગાર હોય છે.