________________
૧૪૮]
શ્રી આવશ્યક સૂત્ર
આ પાંચ આગાર છે. તેનું સ્પષ્ટીકરણ પૂર્વવત્ જાણવું.
પંડિત પ્રવર સુખલાલજીએ પંચપ્રતિક્રમણ સૂત્રમાં પારિષ્ઠાપનિકાગાર વિષયમાં લખ્યું છે કે સાધુને પરઠવાનો પ્રસંગ આવે, ત્યારે પચ્ચકખાણ હોવા છતાં આગારની પરિસ્થિતિમાં ચૌવિહારા ઉપવાસમાં પાણી, તિવિહારા ઉપવાસમાં અન્ન અને પાણી તથા આયંબિલમાં વિગય, અન્ન અને પાણી લઈ શકે છે.
- તિવિહારા ઉપવાસમાં પાણી લઈ શકાય છે. તેથી તેના પ્રત્યાખ્યાનમાં જળ સંબંધી છ આગારનું પણ કથન કરવું જોઈએ 'પારૂ તેવાકે ના, નેવાડે વા, અરશેખ વા, વદલ્લેખ વા, સલિત્યેક વા, સિન્થ વા વોસિરામિ ' આવશ્યક વૃત્તિ
ઉક્ત જળ સંબંધી આગારોનો ભાવાર્થ આ મુજબ છે– (૧) લેપકૃત- દાળ, ભાત વગેરે ધોયેલું પાણી તથા આંબલી, ખજૂર, દ્રાક્ષ વગેરેનું પાણી, જે પાણીનો લેપ પાત્રમાં લાગે છે. (૨) અલેપકૃતછાશની પરાશ વગેરેનું પાણી અલેપકૃત કહેવાય છે, જેનો લેપ પાત્રામાં ન લાગે, તે અલેપકૃત પાણી છે. (૩) અચ્છ– સ્વચ્છ. ગરમ કરેલું સ્વચ્છ પાણી જ 'અચ્છ' શબ્દથી ગ્રાહ્ય છે. આચાર્ય સિદ્ધસેન સૂરિ તેનો અર્થ ઉષ્ણોદકાદિ કરે છે. (૪) બહલ– બાફેલા તલ, ભાત અને જવ આદિનું ચીકાસયુક્ત પાણી બહલ કહેવાય છે. બહલના સ્થાને કેટલાક આચાર્ય બહુલેપ શબ્દનો પ્રયોગ પણ કરે છે. (૫) સસિન્થ લોટ વગેરેથી લેપાયેલા હાથ તથા પાત્રનું ધોવણ જેમાં સિક્ય અર્થાત્ લોટ વગેરેના કણ પણ હોય, તે પાણી. (૬) અસિક્યલોટ વગેરેથી લિપ્ત હાથ તથા પાત્ર વગેરેનું ધોવણ જે ગાળેલું હોય, જેમાં લોટના કણ ન હોય તે પાણી, આ છ એ પ્રકારના પાણી તિવિહારા ઉપવાસમાં લઈ શકાય છે.
પાઠ-૮ દિવસ ચરિમ પ્રત્યાખ્યાન | १ दिवसचरिमं पच्चक्खामि, चउव्विहं पि आहार-असणं, पाणं, खाइम, साइमं । अण्णत्थणाभोगेणं, सहसागारेणं, महत्तरागारेणं, सव्व समाहिवत्तियागारेणं वोसिरामि । ભાવાર્થ :- દિવસ ચરિમનું વ્રત ગ્રહણ કરું છું. અનાભોગ, સહસાગાર, મહત્તરાગાર અને સર્વસમાધિ પ્રત્યયાકાર આગાર, આ (ચાર) આગાર સહિત અશન, પાણી, મેવા, મુખવાસ, આ ચારે ય આહારનો ત્યાગ કરું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દિવસ ચરિમ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ તથા તેના આગારનું કથન છે.
ચરમ – અંતિમ ભાગ. તેના બે ભેદ છે– (૧) દિવસનો અંતિમ ભાગ (૨) ભવચરિમ અર્થાત્ આયુષ્યનો અંતિમ ભાગ.
દિવસના અંતે જે પ્રત્યાખ્યાન કરવામાં આવે તેને દિવસચરિમ પ્રત્યાખ્યાન કહે છે. સૂર્યાસ્ત થાય ત્યારપછી બીજા દિવસે સૂર્યોદય થાય, ત્યાં સુધી ચાર આહારનો ત્યાગ કરવો, તે દિવસ ચરિમ પ્રત્યાખ્યાન છે. સાધક પોતાની અનુકૂળતા પ્રમાણે સાંજે દિવસ હોય, ત્યાં જ આહાર-પાણીથી નિવૃત થઈ જાય ત્યારે આ પ્રત્યાખ્યાનને ધારણ કરે છે. દિવસ ચરિમ પ્રત્યાખ્યાન એકાસણા વગેરેમાં પણ ગ્રહણ કરી શકાય છે.