________________
- બ.સ્વ. પૂ. શ્રી પ્રાણ,
લાલજી મ. સા. ની
સૌરાષ્ટ્ર કેસની
જીવઠો કેવળ
ભવ્ય જીવનની પૂર્ણ રેખા:
દીર્ધદષ્ટિ, સહનશીલતા, ઉદારતા, સેવાપરાયણતા, વિનમ્રતા, મધુરતા, ગંભીરતા, વ્યવહાર કુશળતા આદિ અનેક રત્નોથી ભરપુર અરબીસમુદ્ર જેવા ગુણરત્નાકર પૂજ્યપાદ ગુરુદેવનું જીવન ચાર-પાંચ પાનાની સાંકડી ગલીમાં સમાવવું એ ખરેખર સમુદ્રને ઢાંકણીમાં ભરવા બરાબર અને ગાગરમાં સાગરને સાચવવા બરાબર છે.
શાસનની સર્વ વિભૂતિઓ કાંઈ પુણ્યાત્મા, સમજદાર અને શક્તિવંત હોય જ એવું નથી હોતું, સમાજની નાડ પારખી તેના મૂળમાં સુધારાના સંસ્કારબીજ રોપવા એ કઠીનતમ કાર્ય છે. અખૂટ ધેર્ય, અપૂર્વ શક્તિ અને અત્યંત સાહસ ધરાવનાર પુણ્યાત્માઓ બહુ ઓછા હોય છે. આવી વિરલ વિભૂતિઓમાં પૂ. બા. બ્ર. ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ. સા. મૂર્ધન્ય સ્થાને હતા. ધન્ય વેરાવળની ધરા :
પુણ્યાનુબંધી પુણ્યના યોગે બિરાજમાન પૂ. ગુરુદેવનું જન્મસ્થાન વેરાવળબંદર, વેરાવળ એટલે ધર્મનો ઘુઘવતો સાગર. જેમ પૂર્ણકળાએ ખીલેલી ચાંદની નીચે ઘુઘવાટા કરતો સમુદ્ર ઊછળી ઊછળીને પોતાનો આનંદ અભિવ્યક્ત કરે છે, તેમ વેરાવળવાસી વીસા ઓસવાળ જ્ઞાતિના શ્રાવકો, સજ્જનો પણ ધર્મતત્ત્વને પામવા સંતોના સાંનિધ્યમાં આવી ભાવવિભોર બની જતા હતા. આ ઉત્તમ જ્ઞાતિના પ્રખ્યાત મીઠાશા કુટુંબના પ્રાણ હતા- પૂ. ગુરુદેવ પ્રાણલાલજી મ.સા.!