________________
આવશ્યક-૪
[ ૯૫ ]
ભાવાર્થ - એકવીસ પ્રકારના શબલ દોષોનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન - શષત્ત-વૃત્ત :- ત્રિં ચૈઃ દિયનિરર્મવતિ તે શવના | અભયદેવસૂરિ કૃત સમવાયાંગ ટીકા. જે કાર્યો કરવાથી ચારિત્રની નિર્મળતા નષ્ટ થઈ જાય, મનમલિન થવાથી ચારિત્ર કબૂર-કાબર ચીતરું થઈ જાય, તેને શબલ દોષ કહે છે. શબલ દોષોનું સેવન કરનાર પણ શબલ કહેવાય છે. ઉત્તર ગુણોમાં અતિક્રમાદિ ચારેય દોષોનું તથા મૂલ ગુણોમાં અનાચાર સિવાય ત્રણ દોષોનું સેવન કરવાથી ચારિત્ર શબલ થાય છે. આ તમામ શબલ દોષો સાધના માટે સર્વથા ત્યાજ્ય છે. તે ૨૧ દોષો આ પ્રમાણે છે– (૧) હસ્ત કર્મ કરવું, (૨) મૈથુન સેવન કરવું, (૩) રાત્રિભોજન કરવું, (૪) સાધુના નિમિત્તે બનાવેલો આહાર લેવો, (૫) શય્યાતર અર્થાત્ સ્થાનદાતાનો આહાર લેવો, (૬) સાધુના અથવા યાચકોના નિમિત્તે બનાવેલો આહાર, ખરીદીને લાવેલો સાધુના સ્થાન ઉપર સામે લાવેલો આહાર, ઉધાર લાવેલો, ઝૂંટવીને લાવેલો આહાર વગેરે દોષયુક્ત આહાર ગ્રહણ કરવો, (૭) વારંવાર પચ્ચખાણનો ભંગ કરવો, (૮) છ મહિનામાં એક ગણમાંથી ગણાંતર(બીજા ગણ)માં જવું, (૯) એક મહિનામાં ત્રણવાર નાભિ અથવા જંઘા પ્રમાણ જલમાં પ્રવેશ કરી નદી આદિ પાર કરવી, (૧૦) એક મહિનામાં ત્રણવાર માયા સ્થાનનું સેવન કરવું અર્થાત્ કરેલા અપરાધને છુપાવવા, (૧૧) રાજા માટે બનાવેલો આહાર ગ્રહણ કરવો (૧૨) જાણી જોઈને હિંસા કરવી (૧૩) જાણી જોઈને ખોટું બોલવું, (૧૪) જાણી જોઈને ચોરી કરવી, (૧૫) જાણી જોઈને સચિત્ત પૃથ્વી ઉપર બેસવું, સુવું, ચાલવું, ઇત્યાદિ, (૧૬) સચિત્ત જલથી સ્નિગ્ધ અને સચિત્ત રજવાળી પૃથ્વી સચિત્ત શિલા, ઉધઈ આદિ જીવજંતુવાળા પાટિયા આદિ ઉપર બેસવું, સૂવું, કાર્યોત્સર્ગ આદિ કરવો, (૧૭) જીવ સહિતની જગ્યા ઉપર બેસવું, સૂવું, ઊઠવું, સેવું, (૧૮) જાણી જોઈને કંદ, મૂલ, છાલ, પ્રવાલ, પુષ્પ, ફૂલ, બીજ તથા હરિત કાય વગેરે સચિત્ત વનસ્પતિકાયનું ભોજન કરવું (૧૯) વર્ષમાં દસ વાર નદી પાર કરવી, (૨૦) વર્ષમાં દસ માયા સ્થાનનું સેવન કરવું, (૨૧) જાણી જોઈને સચિત્ત પદાર્થથી સંસક્ત હાથ, સચિત્ત પાણી સહિતના ચમચા આદિથી આહાર ગ્રહણ કરવો.
આ એકવીસ પ્રકારની પ્રવૃત્તિઓ ચારિત્રને મલિન, કાબર ચીતરું બનાવે છે, તેથી તે મોહજન્ય પ્રવૃત્તિઓ સાધકોને માટે સર્વથા વર્જનીય છે. તેનું સેવન થયું હોય તો તેનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. બાવીસ પરીષહ - |३३ बावीसाए परीसहेहिं । ભાવાર્થ:- બાવીસ પ્રકારના પરીષહ સંબંધિત દોષોનું પ્રતિક્રમણ કરું છું. વિવચન - બાવીસ પરિસહ:- માવ્યવનનિર્નાર્થ દિવ્ય પરીષદ - (તત્ત્વાર્થ સૂત્ર અધ્યાય-૯૫૮) સંયમમાં સ્થિર રહી કર્મ નિર્જરા માટે શારીરિક તથા માનસિક કષ્ટને સહન કરવું, તેને પરિષહ કહે છે. પરીષહોને સારી રીતે શુદ્ધ ભાવથી સહન ન કરવા તે પરીષહ સંબંધી અતિચાર છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં તેના બાવીસ પ્રકાર કહ્યા છે– (૧) સુધા-ભૂખ, (૨) પિપાસા-તૃષા, (૩) શીત-ઠંડી, (૪) ઊષ્ણ-ગરમી, (૫) શમશક-ડાંસમચ્છર, (૬) અચેલ-વસ્ત્રનો સર્વથા અભાવ અથવા અલ્પ જીર્ણ વસ્ત્ર ધારણ કરવા, (૭) અરતિ – સંયમ પ્રતિ થતી અરુચિ કે ઉદાસીનતા, (૮) સ્ત્રી પરીષહ – સ્ત્રીનો