________________
આવશ્યક-૪
૯૧ |
ઈર્યાપથિક-કષાયરહિત ક્રિયાસ્થાન છે. દિવસ દરમ્યાન આ તેર ક્રિયાસ્થાનમાંથી કોઈ પણ ક્રિયાસ્થાનનું સેવન થયું હોય, તો તેનાથી નિવૃત્ત થાઉં છું. ચૌદ ભૂતગ્રામ:
२५ चउदसहिं भूयगामेहिं । ભાવાર્થ - ચૌદ પ્રકારના ભૂતગ્રામ (જીવોનો સમૂહ)ના હિંસાજન્ય દોષોનું પ્રતિક્રમણ કરું છું. વિવેચનઃ
ભૂતાનિ નીવાસ્તેષાં ગ્રામી સમૂહ પૂતાના: અહીં ‘ભૂત” શબ્દ સમસ્ત સંસારી જીવોનો વાચક છે. તે જીવોનો સમૂહ ભૂતગ્રામ કહેવાય છે. સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત-અપર્યાપ્તની અપેક્ષાએ સંસારી જીવોના ચૌદ ભેદ છે.
સુક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય, આ સાત પ્રકારના જીવોના અપર્યાપ્તા અને પર્યાપ્તા, કુલ ચૌદ ભેદ છે. આ જીવોની વિરાધના કરવી, તેઓને પીડા આપવી, તે અતિચાર છે. કોઈ પણ જીવની વિરાધના થઈ હોય, તો આ સુત્ર દ્વારા તેની આલોચના કરવામાં આવે છે.
આવશ્યક ચૂર્ણિકાર અને વ્યાખ્યાકાર ભૂતગ્રામથી ચૌદ ગુણસ્થાનક વર્તી જીવ સમૂહનો ઉલ્લેખ કરે છે. ચૌદ ગુણસ્થાનવર્તી જીવોમાં પણ સમસ્ત સંસારી જીવોનો સમાવેશ થાય છે. પંદર પરમાધામી દેવ:
२६ पण्णरसहिं परमाहम्मिएहिं । ભાવાર્થ - પંદર પ્રકારના પરમાધામી દેવો જેવું આચરણ કર્યું હોય, તો તજ્જન્ય દોષોનું પ્રતિક્રમણ કરું છું. વિવેચનઃ
સંન્નિષ્ટ પરિણામત્વા-રધાર્મિક | અત્યંત સંક્લિષ્ટ પરિણામી ભવનપતિ જાતિના, પ્રથમ નરકમાં રહીને ત્રણ નરક સુધીના નારકીઓને અધમાધમ રીતે પીડિત કરનાર દેવો, પરમધામી દેવ કહેવાય છે. તેના પંદર પ્રકાર છે. વ્યાખ્યાકારોએ તે પંદરે જાતિના દેવોની વિશેષતાઓનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
(૧) અંબ- નારકીઓને આકાશમાં ઊંચે ઉછાળી તીક્ષ્ણ શસ્ત્રો પર ઝીલનારા, ગરદન વગેરે પકડીને ખાડામાં ફેંકનારા દેવ. (૨) અંબરીષ– નારકીઓને મુર આદિથી કૂટીને, કાતર આદિથી ટુકડા કરીને ભઠ્ઠીમાં શેકીને અધમૂઆ કરનારા દેવ. (૩) શ્યામ- કોરડા આદિથી મારનારા, હાથ-પગ આદિ અવયવોને દુષ્ટ રીતે કાપનારા; શૂળ, સોયા આદિથી વીંધનારા દેવ. (૪) શબલ- મુગર આદિ દ્વારા નારકીઓના હાડકાના ચૂરેચૂરા કરી, આંતરડા અને ચરબી વગેરેને બહાર ખેંચનારા દેવ. (૫) રૌદ્ર- નારકીઓને ઊંચે ઉછાળીને નીચે તલવાર, ભાલા વગેરેમાં પરોવી દેનારા દેવ. (૬) ઉપરૌદ્રનારકીઓના હાથ-પગ મરડનારા, તોડનારા દેવ. (૭) કાલ– નારકીઓને કુંભમાં પકાવનારા દેવ. (૮) મહાકાલ– પૂર્વ જન્મના માંસાહારી જીવોને તેમની જ પીઠનું માંસ કાપી-કાપીને ખવડાવનારા દેવ. (૯) અસિપત્ર- તલવાર જેવા તીક્ષ્ણ પાંદડાવાળા વનની વિદુર્વણા કરીને, છાયાની ઇચ્છાથી તે વનમાં આવેલા