________________
આવશ્યક ૪
66
મૈથુન સંજ્ઞા :– વેદ મોહનીયકર્મના ઉદયથી મૈથુનની ઇચ્છા ઉત્પન્ન થાય, તે મૈથુન સંજ્ઞા કહેવાય છે. કામવાસના બધા પાપોની જનની છે. કામી પુરુષ કામથી ક્રોધ, સંમોહ, સ્મૃતિ ભ્રંશ, બુદ્ધિનાશ અને અંતે તે સર્વનાશને પામે છે. કામકથાના શ્રવણથી અથવા મૈથુનના સંકલ્પોથી મૈથુન સંજ્ઞા પ્રબળ થાય છે. પરિગ્રહ સંજ્ઞા– લોભ મોહનીયના ઉદયથી જાગૃત થયેલી સંગ્રહવૃત્તિને પરિગ્રહ સંજ્ઞા કહે છે. પરિગ્રહ સંજ્ઞામાં વૃદ્ઘ મનુષ્ય સંસારના સમસ્ત ભૌતિક પદાર્થોને સંગૃહિત કરવાની ઇચ્છા કરે છે, હંમેશાં તૃષ્ણાતુર રહે છે. પરિગ્રહની વાતો સાંભળવાથી, સુંદર વસ્તુઓ જોવાથી તથા વારંવાર સંગ્રહ વૃત્તિના ચિંતન આદિથી પરિગ્રહ સંજ્ઞા બળવત્તર બને છે. આ ચારે પ્રકારની સંજ્ઞાનું પોષણ સાધકને સાધના માર્ગથી પતિત કરે છે. સાધક તેનું સ્વરૂપ યથાર્થ રીતે જાણીને તેનો ત્યાગ કરે છે.
ચાર વિકથા :
१०| पडिक्कमामि चउहिँ विकहाहिं-इत्थीकहाए, भत्तकहाए, देसकहाए, रायकहाए ।
ભાવાર્થ :- સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા અને રાજકથા, આ ચાર પ્રકારની વિકથાનું પ્રતિક્રમણ કરું છું. વિવેચનઃ
વિરુદ્ધા વિનષ્ટા વા થા વિઝ્મા । આધ્યાત્મિક અર્થાત્ સંયમ જીવનને દૂષિત કરનારી અથવા વિનાશ કરનારી કથાઓ વિકથા કહેવાય છે. વિકથાનું શ્રવણ સાધકને બહિર્મુખ બનાવે, બર્હિમુખ વૃત્તિ અને બર્હિમુખ પ્રવૃત્તિથી સાધક જીવનમાં અનેક અનર્થોનું સર્જન થાય છે, તેથી સાધના પથમાં વિકથાનું શ્રવણ સર્વથા વર્જ્ય છે. તેના ચાર પ્રકાર છે.
સ્ત્રીકથા :– સ્ત્રીના શરીર, અલંકારો, બોલચાલની ભાષા, રૂપ, ઇત્યાદિ વિષયોનો વાર્તાલાપ કરવો અથવા વિચારણા કરવી, તે સ્ત્રીકથા છે. (સાધુને માટે સ્ત્રીકથા વર્જ્ય છે. તે જ રીતે સાધ્વીને માટે પુરુષકથા વર્જ્ય છે.)
ભક્તકથા :– ભક્તનો અર્થ ભોજન છે. ભોજન સંબંધી કથાને ભક્ત કથા કહેવાય છે. અમુક પ્રકારનું ભોજન ક્યારે, ક્યાં, કેવી રીતે લેવું, તે ક્યાં મળે છે ઇત્યાદિ ભોજનની ચર્ચામાં જ વ્યસ્ત રહેવું, તે ભત્તકથા છે. દેશકથા ઃ- • વિવિધ દેશોની વેશ-ભૂષા, શ્રૃંગાર રચના, ભોજન પદ્ધતિ, ગૃહ-નિર્માણ, કલા, રીત રિવાજ આદિની પ્રશંસા અથવા નિંદા કરવી, તે દેશ કથા કહેવાય છે.
રાજકથા :– રાજાની રીતભાત, અનુશાસન પદ્ધતિ, રાજાઓની સેના, રાણીઓ, યુદ્ધ કળા, ભોગવિલાસ, વીરતા આદિનું વર્ણન કરવું, તે રાજકથા છે. રાજકથા હિંસા અને ભોગવાસનાના ભાવોને ઉત્તેજિત કરે છે. આ રીતે ચાર વિકથા સાધકના વૈભાવિક ભાવોની વૃદ્ધિ કરે છે, તેથી તે સર્વથા હેય છે.
ચાર ધ્યાનઃ
११ पडिक्कमामि चउहिं झाणेहिं-अट्टेणंझाणेणं, रुद्देणंझाणेणं, धम्मेणंझाणेणं सुक्केणंझाणेणं ।
ભાવાર્થ :- આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુક્લ ધ્યાન, આ ચાર પ્રકારના ધ્યાનનું(પ્રથમ બે અશુભ