________________
શ્રી આવશ્યક સૂત્ર
જેના દ્વારા પીડા થાય, તે શક્ય છે. તેના બે ભેદ છે. દ્રવ્ય શક્ય અને ભાવશષ્ય. તીર, ભાલા, કાંટા વગેરે દ્રવ્યશલ્ય છે. તે શરીરમાં પીડા પહોંચાડે છે, તે જ રીતે માયા, નિદાન અને મિથ્યાત્વના ભાવો સાધકના અંતરને વ્યાકુળ અને બેચેન બનાવે છે, સાધકને પીડિત કરે છે, તેથી તે ભાવ શક્ય છે. આ ત્રણે ય શલ્યો કર્મબંધના કારણ તથા દુઃખજનક છે.
૭૪
જેવી રીતે પગમાં ખેંચેલો કાંટો પિચકની ગતિને અટકાવી દે છે, તે રીતે માયા, નિદાન આદિ ભાવ શલ્ય સાધકની સાધનાની ગતિ-પ્રગતિમાં બાધક બને છે. નિઃશલ્યો વ્રતી। (તત્ત્વાર્થ સૂત્ર અધ્યાય-૭) શલ્ય રહિત વ્યક્તિ જ વ્રત ધારણ કરી શકે છે. વ્રત ધારણ કરવા માટે શલ્ય રહિત થવું, તે પ્રથમ શરત છે. ભાવ શલ્યના ત્રણ પ્રકાર છે.
માયા શલ્ય :− માયાનો અર્થ કપટ છે. છળ કરવું, ઢોંગ કરવો, ઠગવાની વૃત્તિ રાખવી. દોષ સેવન કરી ગુરુદેવ સમક્ષ માયાને કારણે આલોચના ન કરવી અથવા અન્ય રીતે મિથ્યા આલોચના કરવી તથા કોઈ પર ખોટા આક્ષેપ મૂકવા ઇત્યાદિ માયાશય છે.
નિદાન શક્ય ઃ– ધર્માચરણ દ્વારા સાંસારિક ફળની કામના કરવી, ભોગોની લાલસા રાખવી, તે નિદાન શલ્ય છે. રાજા, દેવના આદિના વૈભવને જોઈને અથવા સાંભળીને મનમાં સંકલ્પ કરવો કે મારા બ્રહ્મચર્ય, તપ આદિ ધર્મના ફળ સ્વરૂપે મને પણ આવા રાજવૈભવ, સમૃદ્ધિ પ્રાપ્ત થાઓ, આ પ્રકારની અભિલાષા કે લાલસા રાખવી, તે નિદાન શક્ય છે.
મિથ્યાદર્શન શલ્ય ઃ– સત્ય ઉપર શ્રદ્ધા ન રાખવી, અસત્યનો કદાગ્રહ રાખવો, તે મિથ્યાદર્શન શક્ય છે. આ શલ્ય ભયંકર છે. તેના કારણે જીવને સત્ય પ્રતિ અભિરુચિ થતી નથી. આ શલ્ય સમ્યગ્દર્શનનું વિરોધી છે, તે દર્શનમોહનીય કર્મનું ફળ છે અને અનંત સંસારનું કારણ છે. સાધકે સાધનાપથ પર આગળ વધવા માટે આ ત્રણે શલ્યનો સર્વથા ત્યાગ કરવાનો છે.
ત્રણ ગૌરવઃ
६ पडिक्कामि तिहिं गारवेहिं इड्डीगारवेणं, रसगारवेणं, सायागारवेणं । ભાવાર્થ :- ઋદ્ધિ ગૌરવ, રસ ગૌરવ અને શાતા ગૌરવ, આ પ્રકારના ગૌરવનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ પ્રકારના ગર્વના પ્રતિક્રમણનું નિરૂપણ છે. ગૌરવનો અર્થ છે ગુરુત્વ, તેના બે ભેદ છે– દ્રવ્ય ગૌરવ અને ભાવ ગૌરવ. પત્થર આદિની ગુરુતા દ્રવ્ય ગૌરવ છે અને અભિમાન તથા લોભના કારણે થતાં આત્માના અશુભ ભાવ, તે ભાવ ગૌરવ છે. આ સૂત્રમાં ભાવ ગૌરવની ચર્ચા છે. ભાવ ગૌરવ આત્માને સંસાર સાગરમાં ડુબાડી રાખે છે. આ ભાવ ગૌરવના ઋદ્ધિ, રસ અને શાતા એમ ત્રણ પ્રકાર છે.
ત્રાહિ ગૌરવ – રાજા આદિ શ્રેષ્ઠ પદ તથા સત્કાર, સન્માન પ્રાપ્ત કરી અભિમાન કરવું અથવા પ્રાપ્ત ન થાય તો તેની લાલસા રાખવી, તે ઋદ્ધિ ગૌરવ છે. સંક્ષેપમાં સત્કાર સન્માન, વંદન, ઉગ્રતપ, વિદ્યા આદિનું અભિમાન કરવું ૠદ્ધિ ગૌરવ છે.
રસ ગૌરવ :– દૂધ, દહીં, ઘી આદિ મધુર અને સ્વાદિષ્ટ રસની ઇચ્છાનુસાર પ્રાપ્તિ થાય, તો તેનું