________________
આવશ્યક-૪
[ ૭૩ ]
પ્રવૃત્તિ કરવી ઇત્યાદિ. આ ત્રણે પ્રકારના દંડથી પોતાનો આત્મા દંડિત ન થાય, તે માટે સાધકે સાવધાન રહેવું જોઈએ. ત્રણ ગુપ્તિ:|४ पडिक्कमामि तिहिं गुत्तिहिं-मणगुत्तीए, वयगुत्तीए, कायगुत्तीए । ભાવાર્થ-મનગુપ્તિ, વચન ગુપ્તિ, કાયગુપ્તિ, આ ત્રણ પ્રકારની ગુપ્તિના પાલનમાં દોષ લાગ્યો હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ પ્રકારની ગુપ્તિનું કથન છે. નં : | ગુપ્તિનો અર્થ “રક્ષા થાય છે. ત્રણ પ્રકારના દંડથી આત્મા દંડિત થાય છે અને ત્રણ પ્રકારની ગુપ્તિથી અત્માની રક્ષા થાય છે, તેથી દંડ સૂત્ર પછી ગુપ્તિનું કથન છે. (૧) વિશુદ્ધ આત્મતત્ત્વની રક્ષા માટે યોગની અશુભ પ્રવૃત્તિને રોકવી, અશુભ પ્રવૃત્તિ પર નિયંત્રણ કરવું અને શુભ પ્રવૃત્તિ કરવી, તે ગુપ્તિ છે. (૨) સણોનો તિઃ (તત્ત્વાર્થ સૂત્ર અધ્યાય-૯૪) યોગનો સમ્યક પ્રકારે શ્રદ્ધા અને વિવેક પૂર્વક નિગ્રહ કરવો અર્થાત્ યોગને ઉન્માર્ગે જતાં રોકીને સન્માર્ગે પ્રવૃત્ત કરવા, તે ગુપ્તિ છે.
ત્રણ યોગની અપેક્ષાએ ગુપ્તિના ત્રણ ભેદ છે– મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. ૧. મનગતિ :- આર્ત-રૌદ્રધ્યાનજન્ય મનની અશુભ વિચારણા, તજ્જન્ય સંકલ્પ-વિકલ્પો ન કરવા, આ લોક અને પરલોકમાં હિતકારી ધર્મધ્યાન સંબંધી ચિંતન કરવું, તે મનગુપ્તિ છે. ૨. વચનગતિ - વચનના સંરંભ, સમારંભ, આરંભજન્ય વ્યાપારને રોકવા, વિકથા ન કરવી, ખોટું ન બોલવું, નિંદા, ચાડી આદિ ન કરવા, મૌન રહેવું, તે વચનગુપ્તિ છે. ૩. કાય ગતિ:- શારીરિક ક્રિયા સંબંધી સંરંભ. સમારંભ. આરંભજન્ય પ્રવત્તિ ન કરવી. બેસવા-ઊઠવા હાલવા-ચાલવા, સુવા આદિમાં સંયમ રાખવો, અશુભ વ્યાપારોનો પરિત્યાગ કરી યતનાપૂર્વક શુભ પ્રવૃત્તિ કરવી, તે કાયગુપ્તિ છે.
ગુપ્તિ સાધનાનું અંગ છે, તેથી સાધકે ગુપ્તિનું પ્રતિક્રમણ કરવાનું નથી પરંતુ ગુપ્તિનું યથાર્થ પાલન ન કર્યું હોય, તેની શ્રદ્ધા કે પ્રરૂપણા યથાર્થ ન કરી હોય વગેરે ગુપ્તિ સંબંધિત અતિચારો કે પાપદોષનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. ત્રણ શલ્ય :
५ पडिक्कमामि तिहिं सल्लेहिमायासल्लेणं,णियाणसल्लेणं, मिच्छादसणसल्लेणं। ભાવાર્થ-માયા શલ્ય નિદાન શલ્ય અને મિથ્યાદર્શનશલ્ય, આ ત્રણ પ્રકારના શલ્યનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ પ્રકારના શલ્ય જન્ય દોષોથી નિવૃત્ત થવાનું કથન છે. શલ્ય નેતિ શલ્યમાં