________________
શ્રી આવશ્યક સૂત્ર
હે ગુરુદેવ ! હું ગમનાગમનની ક્રિયા દ્વારા થયેલી વિરાધનાનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું, સાધના સ્વૈચ્છિક હોવાથી શિષ્ય આત્મશુદ્ધિની ભાવનાથી પોતાની ઇચ્છા પ્રગટ કરે છે.
૫
इरिया वहियाए - ईरणं ईर्या-गमनमित्यवर्थः, तत्प्रधानः पन्था ईर्यापथस्तत्र भवा विराधना, ए પથિકી પ્રતિમળસૂત્ર । ફ્ર્ ધાતુ ગમન અર્થમાં પ્રયુક્ત થાય છે. ઈરિયા એટલે ગમન. ગમનયુક્ત માર્ગ, તે ઈર્યાપથ કહેવાય છે. ઈર્યા પથ- ગમનાગમનના માર્ગમાં થયેલી જીવ વિરાધનાને ઐર્યાપથિકી ક્રિયા કહે છે. પ્રસ્તુત પાઠમાં ઐર્યાપથિકી ક્રિયાની આલોચના હોવાથી આ પાઠને ઐર્યાપથિક સૂત્ર પણ કહે છે. મળા મળે...પાળમળે....વવોવિયા- આ શબ્દો આલોચનાત્મક છે. પ્રસ્તુત સૂત્રપાઠમાં સૂત્રકારે સંભવિત જીવ વિરાધનાને સ્મૃતિમાં લાવવા માટે પાળવાનળે થી સંતાળા સુધીના ભિન્ન-ભિન્ન ભિન્ન—ભિન્ન શબ્દો દ્વારા વિવિધ પ્રકારે થતી વિરાધનાનું કથન કર્યું છે. શિવિયા.....પવિડિયા- જગતમાં અનંત જીવો છે. ઇન્દ્રિયોની અપેક્ષાએ તેના પાંચ પ્રકાર છે.
(૧) જે જીવોને એક માત્ર સ્પર્શેન્દ્રિય જ હોય તેવા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિને એકેન્દ્રિય કહે છે, (૨) જે જીવોને સ્પર્શેન્દ્રિય અને જીદ્વેન્દ્રિય, આ બેઇન્દ્રિય હોય તેવા શંખ, છીપ, પોરા, કૃમિ, ઇયળ, અળસિયા આદિ જીવોને બેઈન્દ્રિય કહે છે, (૩) જે જીવોને સ્પર્શેન્દ્રિય, જીદ્વેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય, આ ત્રણ ઈન્દ્રિય હોય તેવા જૂ, લીખ, કીડી, મકોડા, કંથવા, માંકડ આદિ જીવોને તેઈન્દ્રિય કહે છે, (૪) જે જીવોને સ્પર્શેન્દ્રિય, જીહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય, આ ચાર ઇન્દ્રિય હોય તેવા માખી, મચ્છર, તીડ, ભમરા આદિ જીવોને ચૌરેન્દ્રિય કહે છે, (૫) જે જીવોને સ્પર્શેન્દ્રિય, જીદ્વેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિય હોય, તેવા નારકી, મનુષ્ય, દેવતા, પશુ-પક્ષી આદિતિર્યંચોને પંચેન્દ્રિય કહે છે.
આ પાંચ પ્રકારના જીવોમાં સંસારના સમસ્ત જીવોનો સમાવેશ થાય છે. પાળવામળે..... આદિ શબ્દો દ્વારા તે તે જીવોનું પૃથક્ પૃથક્ કથન કર્યા પછી શિલિયા...... આદિ શબ્દો દ્વારા સમુચ્ચય કથન કર્યું છે. કોઈ પણ જીવ સાથે ક્ષમાયાચના રહી ન જાય, તે માટે સૂત્રકારે સમુચ્ચય અને પૃથક્ એમ બંને પ્રકારનું કથન કર્યું છે.
હિંસા- પ્રમદ્ યોાત્ પ્રાળવ્યોપળ હિંસા । – તત્ત્વાર્થ સૂત્ર, અઘ્યાય–૭/૮, પ્રમત્ત યોગથી જીવના દશ પ્રાણમાંથી એક પણ પ્રાણનો નાશ કરવો, તે હિંસા છે. પ્રસ્તુત વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય છે કે હિંસાનું ક્ષેત્ર ઘણું વ્યાપક છે. પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય, આ દશ પ્રાણમાંથી જીવોની યોગ્યતા પ્રમાણે તેને જેટલા પ્રાણ પ્રાપ્ત થયા હોય, તે પ્રાણનો નાશ કરવો, તે હિંસા છે. કોઈ જીવની આંખ આદિ ઇન્દ્રિયો ફોડી નાંખવી, માનસિક સંતાપ પહોંચાવડવો, તેને ગુંગળાવવા, તેને પરતંત્ર બનાવવા, સ્થાનભ્રષ્ટ કરવા, વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ હિંસામાં થાય છે. હિંસાની ક્રમિક અવસ્થાને તેના ત્રણ રૂપથી સમજી શકાય છે, (૧) સરંભ, (૨) સમારંભ અને (૩) આરંભ.
જીવહિંસાનો સંકલ્પ કરવો, તે સરંભ છે. જીવહિંસા માટે સાધન સામગ્રી ભેગી કરવી, તે સમારંભ અને જીવોનો ઘાત કરવો, તેને આઘાત પહોંચાડવો, તે આરંભ છે.
ઉપરોક્ત કોઈ પણ પ્રવૃત્તિ જો પ્રમાદથી, કષાય ભાવથી, પોતાના સ્વાર્થ વશ થઈ હોય, તો જ તેનો સમાવેશ હિંસામાં થાય છે. દયા કે કરૂણા બુદ્ધિથી થયેલી પ્રવૃત્તિનો સમાવેશ હિંસામાં થતો નથી. જેમ કે