________________
આવશ્યક-૪
૫૫ ]
કર્યા હોય, હરિયમને – લીલી વનસ્પતિને કચરી હોય, ઓલા - ઝાકળ ઠાર, 1 – કિડિયારા, પાન - પંચવર્ણી લીલ ફગ સેવાળ, - સચિત્ત જળ, મ - સચિત્ત માટી, માલા – કરોળિયાના,
સંતાણા – જાળાનું સંવમળ – સંક્રમણ કર્યું હોય, જાળા તોડ્યા હોય, ને મે નીવા – જે જીવો મારાથી, વિદ્યા – પીડા પામ્યા હોય, દુઃખ પામ્યા હોય, વિરાધના થઈ હોય, નિયા – એક ઇન્દ્રિયવાળા જીવ, વરિયા – બે ઇન્દ્રિયવાળા જીવ, તેલિયા -ત્રણ ઇન્દ્રિયવાળા જીવ, વરિયા - ચાર ઇન્દ્રિયવાળ
જીવ, પવિત્યા - પાંચ ઈન્દ્રિયવાળા જીવ મા સામા આવતા હણ્યા હોય, વરિયા -ધૂળે કરી ઢાંક્યા હોય, સિયા – ભૂમિ ઉપર મસળ્યા હોય, સંપા – ભેગા કરી અથડાવ્યા હોય, સંધિ - સ્પર્શ કરી ખેદ પમાડ્યો હોય, પરિવાવિયા – પરિતાપના આપી હોય, કષ્ટ આપ્યું હોય, વિનમિયા - ગ્લાનિ ઊપજાવી હોય, ખેદ પમાડ્યો હોય, ૩વિયા - ઉપદ્રવ, ત્રાસ, ધ્રાસકો પમાડ્ય હોય, ટાટા - એક સ્થાનેથી બીજે સ્થાને, સંવાનિયા - સંક્રમણ કર્યું હોય, મૂક્યા હોય,
વિયાગો વવવિયા - જીવનથી જુદા કર્યા હોય, મારી નાંખ્યા હોય, તરસ - તે સંબંધી, મિચ્છામ કુકડમ – મારું દુષ્ટ કૃત્ય, મારા પાપો મિથ્યા થાઓ, નિષ્ફળ થાઓ. ભાવાર્થ :- હે ગુરુદેવ ! મારા ગમનાગમન કરવાથી જે વિરાધના –જીવહિંસા થઈ હોય, તજ્જન્ય દોષોથી નિવૃત્ત થવા ઇચ્છે છે. ગમનાગમનમાં (હાલતાં ચાલતા) મેં કોઈ જીવને દબાવી, સચિત્ત બીજ કે લીલી વનસ્પતિને કચડી, ઝાકળ, કીડિયારાં, પંચવર્ણી લીલફુગ સચિત્ત જળ, સચિત્ત માટી અને કરોળિ યાનાં જાળાને મસળીને કે દબાવીને, કોઈ જીવને દુઃખ આપ્યું હોય, તેની વિરાધના કરી હોય, જેમ કે
- પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આદિ એક ઇન્દ્રિયવાળા જીવો; શંખ, છીપ, કૃમિ, અળસિયા આદિ બે ઇન્દ્રિયવાળા જીવો; કીડી, મંકોડી, જૂ, લીખ આદિ ત્રણ ઇન્દ્રિયવાળા જીવો; માખી, મચ્છર, ભમરા આદિ ચાર ઇન્દ્રિયવાળા જીવો અને નારકી, પશુ-પક્ષી આદિ તિર્યચ, મનુષ્ય અને દેવ આદિ પાંચ ઇન્દ્રિયવાળા જીવોને સામાં આવતાં હણ્યા હોય, ધૂળ આદિથી ઢાંક્યા હોય, જમીન સાથે કે તેઓને પરસ્પર મસળ્યા હોય, એકત્રિત કરી ઉપર નીચે મૂક્યા હોય, કે અથડાવ્યા હોય, સ્પર્શ કરી ખેદ પમાડ્યો હોય, પરિતાપ-કષ્ટ આપ્યું હોય, ગ્લાનિ ઊપજાવી હોય, ત્રાસ કે ધ્રાસકો પમાડ્યો હોય, એક સ્થાનેથી બીજા સ્થાને મૂક્યા હોય અને તે જીવોને જીવનથી રહિત કર્યા હોય, તો તે સર્વ પાપ મારા નિષ્ફળ થાઓ. વિવેચન :
પ્રસ્તુત પાઠનું નામ ગમનાગમન પ્રતિક્રમણ સૂત્ર અથવા આલોચના સૂત્ર છે. ગમનાગમનની ક્રિયા વ્યક્તિમાત્રના જીવનમાં અનિવાર્ય છે. સાધક જીવનની અનિવાર્ય ક્રિયાઓ કરતા ગમનાગમન થાય જ છે. ઉપયોગપૂર્વક જીવરક્ષાની ભાવનાથી ચાલવા છતાં કોઈ જીવની વિરાધના થઈ ગઈ હોય, તેની આલોચના આ સૂત્રપાઠ દ્વારા થાય છે. જ્યાં સુધી જગતના સૂક્ષ્મ કે ભૂલ કોઈ પણ જીવો સાથે અંતરમાં વેર-વિરોધનો ભાવ હોય, ત્યાં સુધી સમભાવની સિદ્ધિ થતી નથી, તેથી કોઈ પણ આરાધનાના પ્રારંભમાં સાધક ગમનાગમનના પ્રતિકમણ દ્વારા “આત્મવત્ સર્વ ભૂતેસુ'ની ભાવના સહિત સર્વ જીવો સાથે ક્ષમાયાચના કરે છે. આ પાઠમાં જીવોના પ્રકાર, તેની હિંસા, હિંસાનું સ્વરૂપ તથા હિંસાના પ્રકારનું નિરૂપણ છે.
છામિ પડતમાં-રિયા વદિયાણ વિરાદા.... આ આજ્ઞા સૂત્ર છે. શિષ્ય આ શબ્દના ઉચ્ચારણ દ્વારા ગુરુ સમક્ષ પોતાની પ્રતિક્રમણની ઇચ્છા તથા તે આલોચના અને પ્રતિક્રમણના વિષયને સ્પષ્ટ કરે છે.