________________
આવશ્યક-૩
૪૧ |
વહુjમે એ દિવસો વદુતો. આ શબ્દોના ઉચ્ચારણથી શિષ્ય તરફથી શરીર
કુશળતાની પૃચ્છા નામનું ત્રીજું સ્થાનક છે.
- તેમાં શિષ્ય નિશીહિ શબ્દના ઉચ્ચારણ દ્વારા અવગ્રહમાં પ્રવેશ કરી, ગુરુની સન્મુખ ઊકડું આસન અથવા ગોદુહાસને બેસીને પણ 1 વાય શબ્દ દ્વારા ત્રણ આવર્તન કરી સંફાસ શબ્દ બોલી ગુરુના ચરણોમાં પોતાના મસ્તકનો સ્પર્શ કરે છે અને ત્યાર પછી તેના બે વિનાનો..... શબ્દો દ્વારા ગુરુના ચરણ સ્પર્શ કરતાં ગુરુને બાધા-પીડા થઈ હોય, તો તેની ક્ષમાયાચના કરે છે અને ત્યાર પછી અવિનંતા વધુ સુમેન...શબ્દો બોલી ગુરુના શરીરની કુશળતાની પૃચ્છા કરે છે. તેના ઉત્તરમાં ગુરુદેવ ‘તથા– જેમ તમે કહો છો તેમ જ છે અર્થાતુ કુશળ છું. આ ગુરુદેવની તરફથી ત્રીજું સ્થાનક છે. (૪) સંયમયાત્રાની સુખશાતા પુચ્છા :- ના બે શબ્દ દ્વારા શિષ્ય તરફથી સંયમ યાત્રાની સુખશાતા પૃચ્છા નામનું ચોથું સ્થાનક છે. તેના ઉત્તરમાં ગુરુદેવ પણ તુN fપ વટ્ટ-યુષ્કામ વર્તત? કહે છે અર્થાત્ તમારી સંયમ યાત્રા પણ નિરાબંધ ચાલી રહી છે ને? આ ગુરુદેવ તરફથી શિષ્યને સંયમ યાત્રાની સુખશાતા પૃચ્છા નામનું ચોથું સ્થાનક છે. (૫) યાપનીય સુખશાતા પૃચ્છા – ઝવણ નં ર જે શબ્દ દ્વારા શિષ્ય તરફથી યાપનીય પૃચ્છા નામનું પાંચમું સ્થાનક છે. તેમાં શિષ્ય પૂછે છે કે હે ગુરુદેવ! આપની સંયમ યાત્રાના યાપનીય-ભાથા રૂપ ઇન્દ્રિય અને મન પણ નિરાબાધ વર્તે છે?
ઉત્તરમાં ગુરુદેવ પણ પર્વ કહે છે. ઇન્દ્રિય અને મનોવિજય રૂપ યાત્રા સારી રીતે ચાલી રહી છે. આ ગુરુદેવ તરફથી પાંચમું સ્થાનક છે. () ક્ષમાયાચના– ગુરુ ચરણોને સ્પર્શ કરીને સ્થાનિ કુમારનો ફેવસિય વરમં શબ્દ દ્વારા શિષ્ય તરફથી અપરાધની ક્ષમાયાચના રૂપ છઠ્ઠ સ્થાનક છે. શિષ્ય વિનમ્ર ભાવથી દિવસ સંબંધી પોતાના અપરાધોની ક્ષમા માગે છે. તેના ઉત્તરમાં ગુરુપણ કહે છે સરપ સમયમ કહી શિષ્યને ક્ષમા પ્રદાન કરે છે અને ગુરુ તરફથી પણ શિષ્યની સારણા વારણા કરતા શિષ્યને દુઃખ લાગ્યું હોય, તો સ્વકૃત ભૂલોની ક્ષમા માંગે છે. આ ગુરુ તરફથી ક્ષમાયાચના રૂપ છઠ્ઠું સ્થાનક છે.
આ રીતે ગુરુ અને શિષ્યના છ-છ સ્થાન દ્વારા વંદનવિધિ પૂર્ણ થાય છે. આ પ્રકારની વંદનવિધિ દ્વારા ગુરુ-શિષ્યની આત્મીયતા ગાઢ બને છે. જે શિષ્યની સાધનામાં ઉપયોગી થાય છે.
ને આવશ્યક-૩ સંપૂર્ણ