________________
Uગાયું મુજ પ્રભાત
જય ગુરુદેવે જિનવાણીની વર્ષા કરી
શ્રી સંઘમાં માણેકે દીધા જ્ઞાન દાન, હે..સત્સંગી સાવરકુંડલા ગામે...પ્રગટયું મુજ પ્રભાત...(૧)
વાત્સલ્ય વારિધિ શ્રી જમનાદાસભાઈ,
દયામયી વ્રજકુંવરબાઈ માત છે. તેજાણી કને જનમ ધરિયો..પ્રગટ્ય મજ પ્રભાત..(ર)
શ્રી રૂગનાથ, સોમચંદ, લલિતભાઈ
શીવ, લલિતા નયના જેની છે માત, હે..પ્રભા, ઉષા, ભવ્યા, સંબોહીએ...પ્રગટયું મુજ પ્રભાત.(૩)
તારક શ્રી પ્રાણ–રતિ ગુરુદેવ ભેટયા
ફૂલ અંબાબાઈ ગુરુણી મમ ત્રાણ હે.ડુંગરશી કૂળે ગોંડલ ગચ્છે પ્રગટયું મુજ પ્રભાત..(૪)
સુદેવ જિનેશ્વરની આજ્ઞા શિરે ધરી,
શ્રમણી ધર્મ બની ગયો મારો પ્રાણ હે...કેવળી ભાષિત ધર્મનાં રંગે...પ્રગટયું મુજ પ્રભાત....(૫)
જ્ઞાન દર્શન ચારિત્રાચારે સ્થિર કરી
કેલી કરાવે અષ્ટ પ્રવચન માત હે..સહજાનંદી સ્વરૂપમાં જ રમવા....પ્રગટયું મુજ પ્રભાત..(૬)
આગમ અનુવાદ ઘડી સાંપડી
વિતી ગયા નવ નવ વર્ષ દિન રાત હે...એકસો આઠ પ્રાણ જન્મ વર્ષે..પ્રગટ્ય મુજ પ્રભાત..(૭)
શ્રી વીરવાણીના શ્રુતજ્ઞાન દીપ મહીં
બિન્દુ સતી એ તપ તેલ પૂર્યા આજ હે..આરતી-સુબોધિકા ! સંપાદને...પ્રગટયું મુજ પ્રભાત..(2)
શ્રુતપ્રેમી ચંદ્રકાંત, મુકુંદ, મણિભાઈ,
વિનય-ધીર–નેહલ–જિજ્ઞેશ સાથ, હે...નિઃસ્વાર્થી ભાનુયોજ્ઞાના સુયોગે...પ્રગટયું મુજ પ્રભાત..(૯),
પૂર્ણાહૂતિની અપૂર્વ પળ આવી ગઈ
સફળ થયું સંયમી જીવન આજ .લીલમ કહે શ્રી પ્રાણ પ્રતાપે...પ્રગટયું મુજ પ્રભાત..(૧૦)
59