________________
અનુવાદિકાની કલમે
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની
બો. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. આગમ સાહિત્યમાં નિશીથ સૂત્ર, દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર અને વ્યવહાર સૂત્ર, આ ચાર આગમને છેદસૂત્રની સંજ્ઞા(નામ) પ્રાપ્ત થઈ છે. તે ચારમાં નિશીથ સૂત્ર પ્રથમ છેદસૂત્ર છે. તેને પ્રાયશ્ચિત્ત સૂત્ર પણ કહે છે. સંયમ જીવનની નિર્મળ તા જળવાઈ રહે તે હેતુથી જ છેદસૂત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. સંયમ જીવન માટે છેદ સૂત્રનું અધ્યયન આવશ્યક જ નહીં, પરંતુ અનિવાર્ય છે.
છેદ એટલે છેદવુ, કાપવું, દૂર કરવું, છેદ એટલે છિદ્ર. પ્રાયશ્ચિત્ત પ્રરૂપક આ આગમો ચારિત્રમાં પડેલા છિદ્રોની મરામત કરે છે. દોષોને દૂર કરી સંયમને વિશુદ્ધ બનાવે છે. પાંચ ચારિત્રમાંથી માવજીવનના છેદોપસ્થાપનીય ચારિત્ર સાથે પ્રાયશ્ચિત્તને સંબંધ હોવાથી પ્રાયશ્ચિત્ત નિરૂપક આ શાસ્ત્રો છેદ સૂત્ર કહેવાય છે. ભૂલો, દોષોનો છેદ કરી પ્રાયશ્ચિત્ત સંયમને શુદ્ધ કરે છે, તેથી નિશીથ, ઉ.–૧૯, સૂત્ર-૧૭માં તેને ઉત્તમ શ્રત કહ્યું છે. સર્વ પ્રથમ “છેદ સૂત્ર” શબ્દ પ્રયોગ આવશ્યક નિર્યુક્તિમાં થયો છે, તે પૂર્વે છેદ સૂત્ર' શબ્દનો પ્રયોગ જોવા મળતો નથી. નિશીથ સૂત્રનું મહત્વ - છેદ સૂત્રમાં નિશીથ સૂત્રનું મુખ્ય અને પ્રથમ સ્થાન છે. નિશીથ સૂત્રના જ્ઞાતા સાધુ જ પ્રાયશ્ચિત્ત આપવાના અધિકારી છે અને તેથી જ નિશીથ સૂત્રના જ્ઞાન વિના સાધુ ગણનાયક બની સ્વતંત્ર વિહાર કરી શકતા નથી. નિશીથના જાણકાર સાધુ જ આચાર્ય, ઉપાધ્યાયાદિ પદને યોગ્ય ગણાય છે. નિશીથ સૂત્રના જ્ઞાન વિના સાધુ પોતાના પૂર્વ પરિચિત સંબંધીઓના ઘેર એકલા ગોચરીએ જઈ શકતા નથી. આચારપ્રકલ્પ(નિશીથ સૂત્ર)ના નામે કથિત વ્યવહાર સૂત્રના ઉપરોક્ત વિધાનો જ નિશીથ સૂત્રને ગૌરવ પૂર્ણ સ્થાન અર્પે છે. નિશીથ સૂત્રની રચના અને રચયિતા :- આગમોની રચના બે પ્રકારની છે. (૧) કૃતરચના. જે આગમોનું નિર્માણ સ્વતંત્ર રૂપે થયું છે, તે આગમોની રચના કૃત કહેવાય છે. ગણધર ભગવંતોએ સૂત્રરૂપે દ્વાદશાંગી (બાર અંગ) સૂત્રોની રચના કરી છે, સ્થવિર
53