________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા નિર્વદ્યપણે સંયમની આરાધના કરતા સાધકો કર્મોદયને વશ બની, પ્રમાદના કારણે, અજ્ઞાનતા(અજાણતા) અને અસાથ્યના કારણે પાપસ્થાનનું આચરણ કરી સંયમને અસ્વસ્થ બનાવે, તે સમયે શ્રી નિશીથ સૂત્ર ચિકિત્સાલયનું કામ કરે છે. ચિકિત્સાલયમાં ઔષધ અને સાધનો ઉપલબ્ધ હોય છે, પણ તેનો ઉપયોગ કેમ કરવો? કયા રોગ ઉપર કેવા પ્રકારના ઔષધ કામયાબ નીવડે? તેના રહસ્યો વૈદ્યના અનુભવ અને કોઠાસુઝમાં હોય છે. નિશીથ સૂત્ર રૂપ ચિકિત્સાલયમાં પ્રાયશ્ચિત્તના વિધાનો છે, પ્રાયશ્ચિત્ત રૂપી ઔષધો અને તેના રહસ્યો, ઉપાયો આચાર્યાદિના જ્ઞાનમાં છે. સમાન પ્રાયશ્ચિત્ત સ્થાનનું જ્ઞાન કરનાર બે શિષ્યોને તેમની પરિસ્થિતિ, તેમના ભાવ વગેરેને જોઈ તપાસીને ગુરુ ભિન્ન-ભિન્ન પ્રાયશ્ચિત્ત આપી શકે છે.
આવા ગૂઢ રહસ્યોથી ભરેલા શ્રી નિશીથ સૂત્રનું સંપાદન અમારા વિષયની બહાર છે, તેમ છતાં પરોક્ષ-પ્રત્યક્ષ મહતી ગુરુ કૃપાએ અમે આ આગમના શબ્દ રહસ્યોને સમજાવવા યત્કિંચિત્ પુરુષાર્થ કર્યો છે. તેના ભાવ રહસ્યો તો ગુરુવર્યોના અધિકારમાં જ છે.
આ આગમના સંપાદનમાં ભાષ્ય-ચૂર્ણિને પ્રધાનતા આપવામાં આવી છે. પ્રાયઃ પ્રતોમાં ઘણી જગ્યાએ સૂત્રોના ક્રમ અને સંખ્યામાં ભિન્નતા જોવા મળે છે. પ્રસ્તુતમાં ભાષ્યાનુસારી ક્રમ અને સૂત્ર સંખ્યાને સ્વીકૃત કર્યા છે.
ચોથા ઉદ્દેશકના પર થી ૫૯ સૂત્રમાં ખર પૃથ્વીકાયનું કથન છે. ખર પૃથ્વી(ફટકડી આદિના ટુકડા વગેરે)થી હાથ લિપ્ત થતાં નથી. તેનું ચૂર્ણ (પીસવા છતા) સચિત્ત સંભવે છે અને તેનાથી હાથ લિપ્ત બની શકે છે. તેવા લિપ્ત હાથથી સાધુ આહાર ગ્રહણ કરે નહીં. 0માં સૂત્રમાં સોરપિદું શબ્દમાં શબ્દનો એક અર્થ ચૂર્ણ છે. તેને દરિયાત, હિંગુર વગેરેના વિશેષણ રૂપે ગ્રહણ કરતાં હડતાલના ચૂર્ણથી, હિંગળોના ચૂર્ણથી લિપ્ત હાથ, તેવો અર્થ યુક્તિ સંગત લાગતા પર થી પ૯, આ સૂત્રમાં fપશબ્દને કૌંસમાં ઇટાલિયન ટાઈપમાં રાખ્યો છે.
50