________________
જીવોને પીડા થાય છે. સાધક મુમુક્ષુને જંગલ પાર કરવા ટાઈમે આવા કંઈક પ્રલોભનકારી જંગલના દોષો ઉપસ્થિત થશે. તેની સંખ્યા અઠ્ઠાવન દર્શાવી છે. તું યુદ્ધ ખેલતો રહીશ પણ હાર જીત થયા કરશે અને ઘાયલ થા ત્યારે એક દિવસ નિવિ આયંબિલ તપની જડીબુટ્ટી લગાવીને શાંત પડ્યો રહેજે. વધારે ઘાયલ થા તો ૩૦ દિવસની નિવિ આયંબિલ કરી ઘા રૂઝવીને આગળ ધપજે, એવો શિક્ષાપાઠ આ ઉદ્દેશકમાં છે. શિક્ષાપાઠ-૨ – હે સાધક મુમુક્ષુ મુનિવર ! રસ્તામાં જતાં પગ બગડી જશે ત્યારે પગને લૂછવાનું કપડું વહોરીને લાવજે. તેને વ્યવસ્થિત રાખવું તે ઘણા ઘણા ઉપયોગમાં લેવાય છે માટે જ્યાંથી લાવ ત્યાંથી આજ્ઞા લઈને લાવજે. જો પ્રમાદ નામનો દસ્યુ આવી ચડશે તો તેને તે ભૂલાવી દેશે માટે સાવધાન રહેજે.
આ અધ્યાત્મ જંગલને પાર કરવાના સાવધાનીનાં (૫૭) સૂત્રો આ અધ્યાત્મ ગીતારૂપ નિશીથ સૂત્ર દર્શાવે છે. તું સ્વયં કાર્ય કરે છે. તેમાં પણ પ્રમાદ ઘુસીને ખરાબ કાર્ય ન કરાવે તે શિક્ષા દર્શાવી છે. જો કદાચ ભૂલો કરી બેસે તો શાંતિપૂર્વક તે ભૂલને જોઈને જે જગ્યાએ પ્રમાદે ડંખ દીધો હોય તે જગ્યા પર એક એકાસણું કરી લેજે અને વધારે પ્રમાણમાં ડંખ દીધા હોય તો સત્તાવીસ દિવસ એકાસણાના તપાનુષ્ઠાનરૂપ જડીબુટ્ટીનો મલમ લગાડી દેજે પછી જંગલ પાર કરજે. શિક્ષાપાઠ-૩ – મુમુક્ષુ મુનિવર ! તારે આહાર લેવા જવાનું હોય ત્યારે જ્યાં જાય ત્યાં અદીનપણે જજે મોહરાજની દાસી દીનતા તારી પાસે લટુડા પટુડા કરતી આવશે અને તને ધર્મશાળા આદિ સ્થાનોમાંથી માંગવાની આદત કરાવશે. જમણવારીમાં જ્યાં ત્યાં લઈ જશે અને રસનેન્દ્રિયને લાલયિત કરાવશે, રખડતો ભિખારી બનાવી દેશે, તું તો શહેનશાહનો શહેનશાહ છો. રખેને ભાન ભૂલી ન જતો અને જેવા તેવા દોષિત આહાર લાવીને બીમાર પડી જઈશ, ત્યારે પગ દુઃખશે તો ગૃહસ્થ પાસે માલિશ કરાવવાની લાલચ ઊભી કરશે પછી તેને ધોવા પડશે. ચીકાશ કાઢવા ઉબટન કરવું પડશે. આ રીતે પાપની લંગાર લાગશે અને ક્યારેક ગૂમડા થઈ આવશે, પરું થશે, આ રીતે ૮૦ પ્રકારની મુસિબતો ઊભી થશે તો સાવધાન રહેજે, નહીં તો હેરાન થઈ જઈશ. કદાચ હેરાન થાતો ત્યાં જ સ્થિર થઈને એક એકાસણાથી લઈને સત્તાવીસ એકાસણા કરી પેલી દીનતાને કાઢી મૂકજે. તો જ તું જંગલ પાર કરી આત્માનું મંગલ પદ પામીશ. શિક્ષાપાઠ-૪ – મુમુક્ષુ મુનિવર! તમે જે જગ્યા ઉપર ઉતર્યા હશો ત્યાં દર્શનાર્થે રાજા
( ).
)
|
39