________________
નામ આચારકલ્પ છે. તેના વીસ ઉદ્દેશક છે. તેમાં ૧૯ ઉદ્દેશક તો સંયમની જડીબુટ્ટી સાચવવા માટે જે મળેલું આ માનવ શરીર સાધક મુમુક્ષુનું. તેને મિત્ર બનાવી, ભોમિયો બનાવીને જંગલ પાર કરવાનું છે. જો તેને મિત્ર નહીં બનાવ તો તે વિફરી જશે માટે તેને મનાવી મનાવીને તેના હાથ, પગ વગેરે દરેકે દરેક અવયવોને તારે ચારિત્રથી સજાવી દેવા જોશે તેમાં હાથ મુખ્ય છે. તે મિત્ર એટલો રેઢિયાળ અને વ્યસની બની રીઢો થઈ ગયો છે કે જલદી તારી સાથે આવવા તૈયાર નહીં થાય. તેની તૈયારી માટે તેને હાથ કરી લેવો જરૂરી છે. તો તે સાથ આપી શકશે કદાચ હાથ સાથ આપવા તૈયાર થાય, ત્યારે જંગલમાં ઊભા કરેલા મોહરાજાના જાસુસો આવી વેદમોહનીય ઓઘ સંજ્ઞાને મોકલીને હાથની કુચેષ્ટાઓ કરાવશે અને મૈથુન સંજ્ઞા ઉત્પન્ન કરાવશે. શિક્ષાપાઠ–૧ – આ કુચેષ્ટાને રોકવા પહેલા ઉદ્દેશકમાં હાથનો સંયમ દર્શાવ્યો છે. માનવ હાથ મહાકિંમતી છે. તે દેહની પૂજામાં, સેવા શુશ્રુષામાં વાસનાથી વાસિત ન થઈ જાય પરંતુ સંયમથી સુવાસિત બને તે જ્ઞાનીની દષ્ટિ છે. અનાદિકાળથી જે નથી મળ્યું તે આ ભવમાં હાથમાં મળ્યું છે. હાથ મહા ઊંચા દરજ્જાના છે.
તો તેનાથી ઉચ્ચ પ્રકારના કાર્ય થવા જોઈએ, સુચારુ ચારિત્રવાન જેને બનવું છે તેને ચારિત્ર મોહ સાથે ઠંદ્ર ખેલવો પડે છે. વિરતિની તલવારથી લડાઈ કરવી પડે છે, તેમાં નવસૂત્રરૂપ સિગ્નલ ધરી ઘણા દાંત દર્શાવ્યા છે. દસમા સૂત્રમાં કોઈ પદાર્થને નાક દ્વારા સુંઘવા નહીં તેમ નાકનું રક્ષણ કર્યું છે. આ રીતે હાથથી પ્રારંભ કરીને પૂર્ણાહૂતિ પણ હાથ, પગને સંયમમાં લઈ જઈને કાર્યોત્સર્ગથી કરી છે.
કાર્યશીલ હાથ, પગ જ છે. તેનાથી જ બધા અવયવો ઠીકઠાક રહે છે, માટે હાથ-પગને સુસંસ્કૃત બનાવી વિકલ્પોના વનને ઉપવન બનાવવાનું છે. પોતે સ્વયં પોતાનું કાર્ય કરવાનું હોય છે. ગૃહસ્થ પાસે કોઈ કાર્ય કરાવવાનું નથી. જેમ કે પગને ચલાવવા માટે રસ્તો સારો જોઈએ તો ગૃહસ્થ પાસે પુલ પાળી કંઈ બનાવડાવવાનું નથી.
આહાર લેવા જાય તે પણ જોઈએ તેટલા જ લાવવાના હોય, વધારે પડતા આવી જાય તો તેને સાચવવા કબાટ શીંકાની જરૂર પડે, મચ્છર આવે તેને રોકવા મચ્છરદાની જરૂર પડે. તે વસ્ત્રને સીવવા સોય, વેતરવા કાતર, કાન સાફ કરવા કાન ખોતરણી, દાંત સાફ કરવા દાંત ખોતરણી, આહાર કરવા પાત્રા, ટેકો લેવા દંડ વગેરેની આવશ્યકતા હોય તે લાવે, પણ તેનું સમારકામ ગૃહસ્થ પાસે ન કરાવાય. તેમાં અનેક
R
)..
(38