________________
ગાથા મંત્રરૂપે રોજ સ્વાધ્યાયમાં ચાલતી, ત્યારે સામાન્યરૂપે જાણપણું થયું હતું પણ વિશિષ્ટ રહસ્યો તો આ અનુવાદ કરવામાં જ સમજાયા. ગુરુદેવો શિષ્યો ઉપર કેવો ઉપકાર કરતા હોય છે. પહેલા સામાન્ય બોધથી બોધિત કરે, ત્યારપછી વિશિષ્ટ બોધ કરાવવા માટે જ આવો સંકેત આપી નિશીથ સૂત્રનો જ અનુવાદ મારી પાસે કરાવ્યો. મારું જ નિમિત્ત બનાવી મને સજાગ અને સુજાણ બનાવવા આ અપંડિતાને હાથે કામ ધરાવ્યું. ઓહ ગુરુદેવ પ્રાણ! પરોક્ષપણે અદશ્ય રહી, દશ્યમાન મૂર્તિમંત ચિત્તમાં રહી મારા હાથે કલમ પકડાવી. અનુવાદ અને બધા આગમનો સંપાદકીય લેખ લખવાનું સર્જાવ્યું. વીસાવદરના સ્થાનકમાં મૌન લઈ ઉપરના રૂમમાં બેસી અનુવાદનું કાર્ય કરતા આનંદના મોજા ઊછળતાં અને એમ થતું કે કોઈક સાથ આપનાર સહયોગી ગુરુવર્યો અને ગુરુણી દેવો સામે જ બેઠા છે. આ કાંઈ હું લખતી નથી, તેઓ જ લખાવે છે. પ્રિય બંધુઓ !
પ્રસ્તુત સૂત્રમાં વીસ ઉદ્દેશકો છે. તેમાં પ્રથમ ઉદ્દેશકમાં ક્રમશઃ હાથના, પગના અને ઇન્દ્રિયોના સંયતિ કેમ બનવું, તે વાત ખૂબ જ ઊંડાણથી સમજાવી છે. ત્યારપછી અધ્યાત્મ જગતમાં કેમ જવાય ? સંસારીનો પરિચય છોડી એકાંત સ્વસ્થ બની આત્મસ્થ થવા માટેના શિક્ષા પાઠ રજૂ કર્યા છે. એ ખુદ અનુવાદ સમજાવશે.
અધ્યાત્મ ક્ષેત્રમાં આત્માના અસંખ્યાત પ્રદેશ ઉપર પડેલા ચારિત્ર મોહાદિના આવરણો, કર્મના ઔદાયિક ભાવો, તેના ફળનો અનુભવ કરતા આ જીવ અનાદિકાળ થી સ્વભાવ ભૂલી વિભાવમાં ક્ષાયોપશમિક ભાવોનો પુરુષાર્થ ન કરતાં ઉદયાધીન બની જાય છે, તેથી સ્વભાવને હાંસલ કરી શકતો નથી. પ્રસ્તુત સૂત્રનું નામ જ નિશીથ છે. નિશીથ એટલે રાત્રિ. રાત્રિ એટલે વિશ્રાંતિ લેવાની ઘડી. તે હંમેશાં એકાંતનીજ હોય છે. સાધક એકાંતમાં રહીને જ પોતે પોતાની સાથે વાર્તાલાપ કરવાની પ્રવૃત્તિ આદરે છે, કારણ કે તેમણે સંસારમાંથી નિવૃત્તિ એટલા માટે જ લીધી છે. વાર્તાલાપ કરતાં તેને જણાય છે કે વાસના અને ઉપાસના વચ્ચેનું આંતરું, ભિન્નપણું કેવું છે.
સાધક ભિન્નપણું સમજવા માટે પુરુષાર્થ કરે છે પોતાને જ પૂછે છે, તું કોણ છે? પોતેજ જવાબ આપે છે. હું પોતે જ પ્રશ્ન કરનારો અને જવાબ દેનારો એક શુદ્ધ આત્મા છું.
આવો જવાબ મળતાં બીજો પ્રશ્ન કરે છે તો પછી આ બધું બિહામણું, ડરામણું ભયંકર, આજુબાજુના વિકલ્પોરૂપ વમળના વાતાવરણમાં ખેંચી જનારું, જંગલ જેવું શું
36