________________
The .
: (0)
આપની સમક્ષ પ્રગટ કરતાં આવી રહ્યો છે.
નવ નવ વર્ષે સુભગ ઘડી, સુભગ ક્ષણ, પૂર્ણાહૂતિનો સુભગ અવસર અમારા માટે આવી ગયો. સાધ્વી ઉષાનો અંતરનાદ હતો કે સ્વામી ! અનુવાદનું કાર્ય આપના હાથે જ પૂર્ણ થવાનું છે અને થયું પણ એવું જ. આપ સહુની ઉલ્લાસપૂર્વકની અનુમોદના અમને મળતી ગઈ અને કાર્ય વેગવાન બનતા ચોત્રીસ શાસ્ત્ર બહાર પડી ગયા અને આ પાંત્રીસમું આગમ આપની સમક્ષ આવી રહ્યું છે. જે શાસ્ત્ર દોષની ડાળને છેદનારું, રાગદ્વેષના મૂળનું ઉચ્છેદન કરનારું, તૃષ્ણા રૂપી લતાના ઝેરીલા ફળને નિષ્ફળ બનાવનારું, આધ્યાત્મિક ક્ષેત્રને ખેડનારું, વિષય કષાયના કાદવને સૂકવી દેનારું, સર્વ સાધક છંદની રક્ષા કરનારું, મુક્તા ફળને પ્રગટ કરનારું, રત્નત્રય ધર્મના રહસ્યોનું ઉદ્ઘાટન કરનારું, રહસ્યમય, ગોપનીય યોગ્ય પાત્રમાં જ ઉપયોગી થનારું, ગંભીર ઉપયોગે જ સમજમાં આવનારું નિશીથ સૂત્ર નામ ધરાવનારું આગમ છેદ સૂત્ર કહેવાય
લો, સ્વીકારો. આપશ્રીના હાથમાં આવી રહ્યું છે. તેને ખોલો, વાંચો અને ન સમજાય તો ગુરુ ભગવંતોને અર્પણ કરી દેજો. તેમાં એકાંત સાધક આત્માની જ વાત છે.
આ આગમનો અનુવાદ કરવાનો અવસર આવ્યો, ત્યારે રોમરાજીમાં એક ધ્રુજારી અનુભવી. હર્ષોલ્લાસની લહરી આવીને આંખોમાં અદ્ભરૂપે વરસી ગઈ. ગુક્ષ્મીદેવા પાસે અમુલખ ઋષિનું આગમ શબ્દાર્થરૂપે સામાન્ય બુદ્ધિથી અબુદ્ધપણે વાંચ્યું હતું. ગુજ્જીદેવા પાચન થાય તેટલી જ વાત આજ્ઞા દ્વારા, પ્રાયશ્ચિત્ત દ્વારા આપી દેતા. પ્રશ્ન કદી ઉદ્ભવતો ન હતો. આજ્ઞા પ્રમાણે વર્તન ચાલુ રહેતું હતું. ભૂલ થાય તો વિદિત કરી દેવામાં આવતી. નિખાલસપણે સાધુ જીવનનો આનંદ લૂંટતા હતા.
ગુરુદેવે દશવૈકાલિકની વાંચણી આપતા ઘૂંટાવ્યું હતું કે પૃથ્વી સમાન સહનશીલ બનવાનું છે અને
हत्थसंजए, पायसंजए, वायसंजए संजइन्दिए । મારા સુસદિયા, સુર્થી ૨ વિયાળ ને મિQ શ્રી દશ. અ. ૧૦.
હાથ, પગ, વચન, સર્વ ઇન્દ્રિયના સંયતિ અધ્યાત્મમાં રક્ત સુસમાધિવાન હોય તે જ સૂત્રનો અર્થ અને ભાવને જાણે છે, જે જાણે, માણે તેને જ ભિક્ષુ કહેવાય. આ