________________
૩૦ |
શ્રી નિશીથ સૂત્ર
पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं अद्धछट्ठामासा । ભાવાર્થ – પંચમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે, તો તેને ન્યૂનાધિક રહિતપણે એક પક્ષનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી સાડા પાંચમાસની પ્રસ્થાપના આરોપણા થાય છે. ४४ अद्धछट्ठमासियं परिहारट्ठाणं पट्टविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं छम्मासा । ભાવાર્થ – સાડાપાંચ માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો તેને ન્યૂનાધિક રહિતપણે એક પક્ષનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી છ માસની પ્રસ્થાપના આરોપણા થાય છે. વિવેચન -
આ સૂત્રોમાં માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનની પ્રસ્થાપિત આરોપણાનું કથન છે. તેનું વર્ણન સૂત્ર ૨૫ થી ર૯ના સુધી દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનની પ્રસ્થાપિતા આરોપણાના કથન પ્રમાણે જાણવું. માસિક, દ્વિમાસિક પ્રાયશ્ચિત્તની પ્રસ્થાપિતા આરોપણા - ४५ दो मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं अड्डाइज्जा मासा । ભાવાર્થ - દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરી આલોચના કરે તો ન્યૂનાધિકતા રહિત એવું એક પક્ષનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી અઢીમાસની પ્રસ્થાપના થાય છે. ४६ अड्डाइज्ज-मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं सपंचराइया तिण्णिमासा । ભાવાર્થ - અઢી માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહનકાળના, પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે, તો ન્યૂનાધિકતા રહિત વીસરાત્રિનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી ત્રણ માસ અને પાંચ રાત્રિની પ્રસ્થાપના થાય છે.