________________
[ ર૮ ]
શ્રી નિશીથ સૂત્ર
|३० जे भिक्खू थलगओ जलगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જમીન પર રહેલા સાધુ કે સાધ્વી પાણીમાં રહેલા ગૃહસ્થ પાસેથી, અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે,
३१ जे भिक्खू थलगओ पंकगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा પડદે, વડાëત વા સારૂક ભાવાર્થ - જમીન પર રહેલા સાધુ કે સાધ્વી કીચડમાં રહેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, |३२ जे भिक्खू थलगओ थलगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ :- જમીન પર રહેલા સાધુ કે સાધ્વી જમીન પર રહેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધુ સપ્રયોજન નૌકા વિહાર કરે ત્યારે નાવ સુધીના ચાર સ્થાન થાય છે– (૧) જમીન (૨) કાદવ (૩) પાણી (૪) નાવ. આ ચાર સ્થાને રહેલા સાધુને આ ચાર સ્થાનમાં રહેલા ગૃહસ્થ પાસેથી આહાર લેવો કલ્પતો નથી. ચાર સ્થાનમાં રહેલા સાધુની ચાર સ્થાનના ગૃહસ્થથી અહીં ચાર ચૌભંગી બને છે, તેથી ૪ ૪ ૪ = ૧૬ સૂત્રો થાય છે.
આચા, શ્ર.-૨, અ.-૩, ઉ.-૧, સૂ-૧૨માં વિધાન છે કે સાધુ નદી કિનારે નૌકા વિહાર માટે પહોંચે ત્યારે ચારે આહારનો ત્યાગ કરી, સાગારી સંથારો કરે. આહારાદિ સાથે ન રાખે, સર્વ વસ્ત્ર-પાત્રને એક સાથે બાંધી લે, નૌકા વિહાર કરવાની આ વિધિ છે, તેથી નવા આહારને ગ્રહણ કરવાના વિકલ્પને અવકાશ જ નથી. સાધુ અપ્લાયની વિરાધનાના સ્થાન પર સ્થિત છે, તે સમયે તેને આહાર કરવો ઉપયુક્ત નથી. નૌકા વિહાર સમયે સ્થિરમાય બની, યોગની પ્રવૃત્તિથી નિવૃત્ત રહેવું જોઈએ, છતાં કોઈ સાધુ આહાર ગ્રહણ કરે તો તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. વત્ર સંબંધી દોષ સેવન - ३३ जे भिक्खू वत्थं किणइ, किणावेइ, कीयं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । एवं चउद्दसमं उद्देसग गमेणं सव्वे सुत्ता वत्थाभिलावेणं भणियव्वा जाव जे भिक्खू वत्थणीसाए वासावासं वसइ, वसंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं उग्घाइयं ।। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વસ્ત્ર ખરીદે, ખરીદાવે કે સાધુ માટે ખરીદીને લાવેલા વસ્ત્રને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે. આ રીતે ૧૪મા ઉદ્દેશકના સર્વ સૂત્રો અહીં વસ્ત્રાલાપકથી કહેવા જે