________________
ઉદ્દેશક-૧૭
૨૫૯ |
(૬) તુંબવીણા (૭) ઝાટક અને (૮) ઢેકુણના શબ્દો તથા અન્ય પણ તેવા પ્રકારના તત-તારવાળા વાદ્યોના શબ્દને સાંભળવાની ઇચ્છાથી જાય કે જનારનું અનુમોદન કરે, |३२ जे भिक्खू तालसदाणि वा कंसतालसहाणि वा लित्तियसहाणि वा गोहिय सद्दाणि वा मकरियसद्दाणि वा कच्छभिसद्दाणि वा महइसद्दाणि वा सणालिया सद्दाणि वा वलियासहाणि वा अण्णयराणि वा तहप्पगाराणि घणाणिसहाणि वा कण्णसोयपडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી (૧) તાલના શબ્દો (૨) કંસ (૩) લત્તિક (૪) ગોહિક (૫) મકર્મ (5) કચ્છભિ (૭) મહતી (૮) સનાલિકા (૯) વલીકાના શબ્દો તથા તેવા પ્રકારના અન્ય ઘનવાદ્યોના શબ્દો સાંભળવાની ઇચ્છાથી જાય કે જનારનું અનુમોદન કરે, ३३ जे भिक्खू संखसहाणि वा वंससदाणि वा वेणुसद्दाणि वा खरमुहिसदाणि वा परिलिससहाणि वा वेवासहाणि वा अण्णयराणि वा तहप्पगाराणि झुसिराणि सद्दाणि कण्णसोयवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી (૧) શંખના શબ્દો તેમજ (૨) વાંસ (૩) વેણુ (૪) ખરમુહિ (૫) પરિલિસ (૬) વેવાના શબ્દો કે તેવા પ્રકારના અન્ય કૃષિરવાદ્યોના શબ્દો સાંભળવાની ઇચ્છાથી જાય કે જનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં શબ્દાસક્તિના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. બારમાં ઉદ્દેશકમાં રૂપની આસક્તિનું પ્રાયશ્ચિત્ત વિધાન છે આચા., શ્રુત-૨, અ.–૧૧માં શબ્દાસક્તિનો નિષેધ કરતા ચાર સૂત્રો છે. તેના આ ચાર પ્રાયશ્ચિત્ત સૂત્રો છે. વાધના પ્રકાર :- આ ચાર સૂત્રમાં ચાર પ્રકારના વાદ્યોનું નિરૂપણ છે– (૧) વિતત- ઢોલ, તબલા વગેરે ચામડાથી મઢેલા વાદ્યો. (૨) તત– વીણા વગેરે તારવાળા વાદ્ય. (૩) ઘન-મંજીરા, જલતરંગ વગેરે પરસ્પર ટકરાઈને વાગતા વાદ્યો. (૪) નૃસિર– વાંસળી વગેરે મધ્યમાં પોલાણવાળા વાધો.
આ વાદ્યો સાંભળવાના સંકલ્પથી, અભિલાષાથી સાંભળવા જવું સાધુ માટે સર્વથા અકથ્ય છે. કદાચ અનાયાસે વાદ્યોના સૂર કાનમાં પડે તો સાધુ તેમાં રાગભાવ કરે નહીં. રોગનિવારણાર્થ ભંભા(ભેરી) આદિ વાદ્યોનો અવાજ સાંભળવાનું પ્રાયશ્ચિત્ત નથી. વિભિન્ન સ્થાનોના શબ્દ શ્રવણમાં આસક્તિ - ३४ जे भिक्खू वप्पाणि वा जाव भवणगिहाणि वा कण्णसोयवडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा साइज्जइ । एवं बारसमुद्देसग गमेणं सव्वे सुत्ता सद्दालावगेणं भाणियव्वा जाव जे भिक्खू बहुसगडाणि वा जाव अण्णयराणि वा विरूवरूवाणि महासवाणि कण्णसोयवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ખેતર થાવ ભવનગૃહોના શબ્દો સાંભળવાના સંકલ્પથી જાય કે જનારનું