________________
ઉદ્દેશક-૧૪
૨૧૧
જાળાયુક્ત સ્થાન પર એકવાર કે અનેકવાર પાત્રને સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, २८ जे भिक्खू थूणंसि वा गिहेलुयंसि वा उसुयालंसि वा कामजलंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे जाव चलाचले पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा आयावेंतं वा पयावेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સ્તંભ, ઉંબરો, ઉખલ(ખાંડણિયા) અથવા સ્નાન કરવાના બાજોઠ ઉપર કે અન્ય તેવા પ્રકારના અંતરિક્ષજાત(આકાશીય) સ્થાન કે જે સારી રીતે બંધાયેલા ન હોય યાવત્ ડગમગતા હોય, તેવા સ્થાન પર પાત્રને સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે,
|२९| जे भिक्खू कुलियंसि वा भित्तिंसि वा सिलंसि वा लेलुंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे जाव चलाचले पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा आयावेतं वा पयावेतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી માટીની દિવાલ, ઈટની દિવાલ, શિલા, શિલાખંડ કે તેવા પ્રકારના અન્ય અંતરિક્ષજાત સ્થાનો કે જે સારી રીતે બંધાયેલા ન હોય યાવત્ ડગમગતા હોય તેવા સ્થાનો પર એકવાર કે વારંવાર પાત્ર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે,
३० जे भिक्खू खंधंसि वा जाव हम्मियतलंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे जाव चलाचले पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज आयातं वा पयावेंतं वा साइज्जइ ।
વા,
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સ્કંધ–થાંભલા પર યાવત્ મહેલની છત પર કે અન્ય પણ તેવા પ્રકારના અંતરિક્ષજાત સ્થાનો કે જે સારી રીતે બંધાયેલા ન હોય યાવત્ ડગડગતા હોય તેવા સ્થાનો પર એકવાર કે વારંવાર પાત્રને સૂકવવા મૂકે કે મૂકનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
આ અગિયાર સૂત્રોમાં સચિત્ત સ્થાનો અને અંતરિક્ષ જાત સ્થાનો પર પાત્ર સૂકવવા મૂકવા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. આચા., શ્રુ. ૨, અ. ૬, ઉ. ૧ સૂ. ૧૫ માં આ અગિયાર સ્થાનો પર પાત્ર સૂકવવાનો નિષેધ છે. તેમાં પ્રથમના આઠ સ્થાનોનો નિષેધ જીવ વિરાધનાના કારણે છે અને શેષ ત્રણ સ્થાનોનો નિષેધ જીવવિરાધના સાથે પાત્ર પડી જાય તો તૂટી જવાની અને પાત્ર મૂકવા જતાં સાધુના પડી જવાની સંભાવનાના કારણે છે.
પૂર્વસૂત્રમાં પાત્ર ધોવા સંબંધી પ્રાયશ્ચિત્તનું વિધાન છે. અહીં કોઈ કારણ વિશેષથી પાત્ર ધોવા પડે તો તેને અયોગ્ય સ્થાનોમાં સૂકવવા મૂકવાનું પ્રાયશ્ચિત્ત અહીં કહ્યું છે.
આ અગિયાર સૂત્રોમાં આવેલા શબ્દોનો વિશેષાર્થ તથા વિવેચન તેરમા ઉદ્દેશકના પ્રારંભના અગિયાર સૂત્રોમાં છે. ત્યાં આ સ્થાનોમાં ઊભા રહેવું કે બેસવું આદિનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે, અહીં તે સ્થાનોમાં પાત્ર સૂકવવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.