________________
ઉદ્દેશક-૧૪
૨૦૭ |
સશક્ત અને અવિકલાંગ હોય તો તેને દઈ શકાતા નથી, કારણ કે વિકલાંગ કે રોગ ગ્રસ્ત, તરુણ સાધુ-સાધ્વી પણ બાળ તેમજ વૃદ્ધની સમાન જ અનુકંપાને યોગ્ય હોય છે, રોગ આદિથી તો તરુણ પણ અશક્ત બની જાય છે. અધિક પાત્ર આપવાના કારણો - વિકલાંગ અથવા અશક્તને ઔષધ ઉપચાર, પથ્ય-પરેજી માટે, મળ-મુત્ર કે કફ વગેરે પરઠવા માટે અલગ પાત્રની આવશ્યક્તા રહે, વિકલાંગ હોવાથી કે અશક્તિના કારણે પાત્ર તૂટી-ફૂટી જવાની સંભાવના રહે અને પોતે પાત્ર ગવેષણા કરીને લાવી શકે તેમ ન હોય તેથી તેઓને ગણપ્રમુખે વધારે પાત્ર રાખવાની અનુજ્ઞા આપવી જોઈએ.
બંને સુત્રોમાં જે પ્રાયશ્ચિત્ત વિધાન છે તે ગણ પ્રમુખને માટે છે. કયા સાધુ-સાધ્વીને કેટલા વધારે પાત્ર આપવા તેનો નિર્ણય ગણ પ્રમુખ જ કરે છે. અયોગ્ય પાત્ર રાખવા અને યોગ્ય પાત્રને પરઠવા :
८ जे भिक्खू पडिग्गहं अणलं अथिरं अधुवं अधारणिज्जं धरेइ, धरैतं वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ઉપયોગને અયોગ્ય, અસ્થિર, અધ્રુવ અને અધારણીય પાત્રને ધારણ કરે કે ધારણ કરનારનું અનુમોદન કરે. | ९ जे भिक्खू पडिग्गहं अलं, थिरं, धुवं, धारणिज्जं न धरेइ, न धरतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઉપયોગને યોગ્ય, સ્થિર, ધ્રુવ અને ધારણ કરવા યોગ્ય પાત્રને ધારણ ન કરે અર્થાત્ પરઠી દે કે પરઠનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉપયોગી પાત્રને પરઠવાનું અને અનુપયોગી પાત્રને ન પરઠવાનું લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પાત્ર આદિ ઉપકરણો જ્યાં સુધી ઉપયોગ કરી શકાય તેવા હોય ત્યાં સુધી સાધુએ તેનો ઉપયોગ કરવો જ જોઈએ, તે ઉપકરણોને પરઠી દેવા કે ગૃહસ્થને આપી દેવા ઉચિત નથી. પાત્ર તૂટી જાય તો સાધુએ મર્યાદા અનુસાર ત્રણ થીંગડા લગાવી, પાત્ર ઉપયોગમાં લેવા જોઈએ. ત્રણથી વધુ થીંગડા આપવા પડે તેવા પાત્રને અથવા પ્રતિલેખન કે જીવ રક્ષા થઈ શકે તેમ ન હોય તેવા પાત્ર અયોગ્ય કહેવાય છે અને તેવા પાત્ર પર મમત્વ ન રાખતા તેને પરઠી દેવા જોઈએ. પાત્રનું વર્ણ પરિવર્તન:१० जे भिक्खू वण्णमंतं पडिग्गहं विवण्णं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સારા વર્ણવાળા પાત્રને વિવર્ણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ११ जे भिक्खू विवण्णं पडिग्गहं वण्णमंत करेइ करेंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વિવર્ણ પાત્રને સારા વર્ણવાળા કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.