________________
ઉદ્દેશક-૧૨
[ ૧૭૯ ]
अविण्णाएसु वा रूवेसु सज्जइ, रज्जइ, गिज्झइ, अज्झोववज्जइ, सज्जंतं वा रज्जंतं वा गिज्झंतं वा अज्झोववज्जतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આ લોક સંબંધી, પરલોક સંબંધી, દષ્ટ-અદષ્ટ, શ્રુત-અકૃત, વિજ્ઞાતઅવિજ્ઞાત રૂપોને જોવામાં આસક્ત, અનુરક્ત, વૃદ્ધ કે મૂર્શિત થાય કે આસક્ત, અનુરક્ત, વૃદ્ધ, મૂચ્છિત થનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ સ્થાનો, વ્યક્તિઓ, પશુ-પક્ષીઓ આદિને આસક્તિપૂર્વક જોવા જવાનું પ્રાયશ્ચિત્ત કથન છે.
કેટલીક પ્રતોમાં સોળમા સૂત્રમાં– (૧) ૩૫ - ઉત્પલ જળાશય વિશેષ, (૨) પનાનાના તળાવ, ખાબોચિયા, (૩) ૩રપ–ધોધ, જળ પ્રવાહ પડતો હોય તેવા સ્થાન, (૪) બારાપર્વતમાંથી નીકળતા ઝરણા; આ ચાર શબ્દ વધુ જોવા મળે છે. આ ચાર શબ્દ તે પ્રતોમાં વિદ્યા પછી છે, પરંતુ આચારાંગ સૂત્રમાં અનેક જગ્યાએ લિપછી પારાનશબ્દ આવે છે. ચૂર્ણિકારે પના પછી પરાળની વ્યાખ્યા કરી છે.
- અહીં આચારાંગ સૂત્ર, શ્રુ. ૨, અ. ૩, ઉ. ૩ અને નિશીથ ચૂર્ણિ અનુસાર પાઠ રાખ્યો છે. અન્ય પ્રતોમાં વિવિધ સ્થાનો જોવા સંબંધી આ ૧૬ સૂત્રોની સંખ્યા અને ક્રમમાં તફાવત જોવા મળે છે, પણ તેમાં તાત્વિક તફાવત નથી. અહીં જે સ્થાનોના નામ આપ્યા છે તે તથા તેવા પ્રકારના કોઈ પણ સ્થાનો જોવા જાય તો પ્રાયશ્ચિત્ત આવે છે.
ચોવીસમા સૂત્રમાં સર્વ પ્રથમ ગૃહિય, ૩દિય, ૩નૂદિય, fમદુનૂદિય ઇત્યાદિ શબ્દો પ્રતોમાં મળે છે. તેમાં નૂદિત્ય શબ્દ જૂથ કે જોડલા અર્થમાં પ્રયુક્ત થાય છે, તેથી અહીં પ્રાપ્ત થતાં શબ્દોના મુખ્ય બે અર્થ થાય છે– (૧) હાથી-ગાય, વગેરેના સમૂહને રહેવાના સ્થાન, (૨) વિવાહ મંડપ.
છવ્વીસમા સૂત્રમાં પ્રયુક્ત કલહ, ડિબ અને ડમર, આ ત્રણે ક્લેશના જ પ્રકાર છે. અન્ય પ્રતોમાં (૧) UT-પરસ્પરના અંતર્લેષ જનિત ઉપદ્રવોના સ્થાનો, (૨) વેfજ–વંશ પરંપરાથી ચાલ્યા આવતા દ્વેષ-વેરથી ઉત્પન્ન કલહના સ્થાનો, (૩) વોલાઈ-કલ-કલ શબ્દ બોલાતા હોય તેવા સ્થાનો; આ ત્રણ શબ્દ વધુ જોવા મળે છે. આચારાંગ સૂત્રમાં (૪) વોરા (૫) વેરાન અને (૬) વિદ્ધવાણિ આ ત્રણ શબ્દ વધુ છે. આ કુલ છ શબ્દોમાંથી પોતાનો સમાવેશ વાદળમાં થઈ જાય છે અને શેષ પાંચ શબ્દો ભાવાત્મક છે અને જોવા વિષયક સ્થાનો સાથે તે ભાવાત્મક શબ્દોની સંગતિ ન હોવાથી તેમજ ભાષ્ય, ચૂર્ણિમાં આ પાંચે શબ્દો ન હોવાથી અહીં પાઠમાં તે શબ્દો લીધા નથી.
સત્યાવીસમા આ સૂત્રમાં થિ-વેદિક વગેરેના ફૂલ સંબંધિત અર્થ કર્યા છે. આચારાંગ તથા અન્ય પ્રતોમાં વસ્ત્રથી વેણન કરવું, તેવો અર્થ પણ જોવા મળે છે. આ સૂત્રમાં કાષ્ઠકર્મ વગેરે ચાર શબ્દ કેટલીક પ્રતોમાં પાછળ આપ્યા છે, અહીં ચૂર્ણિ અનુસાર ક્રમ સ્વીકાર્યો છે.
આચારાંગ સૂત્રના અગિયારમા અધ્યયનમાં શબ્દાસક્તિ અને બારમાં અધ્યયનમાં રૂ૫ આસક્તિનું વર્ણન અને તેને સાંભળવા, જોવા જવાનો નિષેધ છે. અહીં બારમા ઉદ્દેશકમાં રૂપાસક્તિ અને સત્તરમા ઉદ્દેશકમાં શબ્દાસક્તિનું પ્રાયશ્ચિત્ત વિધાન જોવા મળે છે.