________________
૧૭૪ ]
શ્રી નિશીથ સૂત્ર
કરી શકે છે, વૃદ્ધ, તપસ્વી, ગ્લાન સાધુને ક્યારેક ગૃહસ્થના આસન પર બેસવાની જરૂર પડે અને બેસે તો તે અપવાદ માર્ગનું પ્રાયશ્ચિત્ત વિધાન નથી. ગૃહસ્થની ચિકિત્સા કરવી:१३ जे भिक्खू गिहितेइच्छं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ગૃહસ્થની ચિકિત્સા કરે અથવા ચિકિત્સા કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
ગૃહસ્થના રોગની ઉપશાંતિ માટે ઔષધ-ભેષજ બતાવવું કે શલ્ય ચિકિત્સા કરાવવી સાધુને કલ્પતી નથી. દશ, અ.-૩, ગા.-૪માં તેને અનાચાર કહ્યો છે, ગૃહસ્થની ચિકિત્સાનો નિષેધ દશ, અધ્ય.-૮, ગા.-૫૦ તથા ઉત્ત., અધ્ય.-૧૫, ગા.-૮માં છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. ગૃહસ્થની ચિકિત્સા કરવાના દોષોઃ- (૧) અનેક પ્રકારની ચિકિત્સાઓમાં સાવધ પ્રવૃત્તિ કરવી પડે તેથી સંયમની વિરાધના થાય છે. (૨) સાવધ સેવનની પ્રેરણા આપવી પડે. (૩) નિર્વદ્ય ચિકિત્સા બતાવે તો પણ સાધુ પાસે ગૃહસ્થનું આવાગમન વધુ રહે અને ચિકિત્સા કરવામાં સમય વ્યય થતાં સ્વાધ્યાયદિની હાનિ થાય, ચિકિત્સા કરતાં કોઈના રોગની વૃદ્ધિ થાય તો અપયશ થાય છે. પૂર્વકર્મ દોષયુક્ત આહાર ગ્રહણઃ१४ जे भिक्खू पुरेकम्मकडेण हत्थेण वा मत्तेण वा दविएण वा भायणेण वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી પૂર્વકર્મ દોષ યુક્ત હાથ, માટીના વાસણ, કડછી અથવા ધાતુના વાસણથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પૂર્વકર્મ દોષયુક્ત આહાર ગ્રહણનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. પુરેમ :- ગોચરી વહોરાવતાં પહેલાં થતી હિંસા. સાધુને આહાર આપતા પહેલાં ગૃહસ્થ હાથ, કડછી, અથવા વાસણને સચિત્ત પાણીથી ધોઈને, તે હાથથી કે વાસણાદિથી સાધુને આહાર આપે, તો તે આહાર “પૂર્વકર્મ દોષ યુક્ત” કહેવાય છે. આ દોષ એષણાના “દાયક’ નામના દોષમાં સમાવિષ્ટ થાય છે.
કેટલાક કુળોમાં એવો રિવાજ હોય છે કે હાથ ધોઈને પછી જ ખાદ્ય સામગ્રીનો સ્પર્શ કરે; કેટલાક લોકો શુદ્ધિના સંકલ્પથી વાસણાદિ ધોઈ પછી દાન દેવા ઇચ્છે અને તેમ કરે તો તે આહાર પૂર્વકર્મ દોષ યુક્ત બની જાય છે. દશ., એ. ૫, ઉ.૧, ગા.૩રમાં તથા આચા, શ્રુ.૨, અ.૧, ઉ.૬, સૂત્ર-૩માં પૂર્વકર્મદોષ યુક્ત આહાર લેવાનો નિષેધ છે. તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. પાણીના વાસણથી આહાર ગ્રહણઃ| १५ जे भिक्खू गिहत्थाण वा अण्णउत्थियाण वा सीओदग-परिभोगेण हत्थेण