________________
ઉદ્દેશક-૧૨
૧૭૩ ]
આવીને વાપરે. દશ, અ.-૩, ગા.-૩માં ગૃહસ્થના પાત્રમાં વાપરવાની પ્રવૃત્તિને અનાચાર કહ્યો છે. સૂય. શ્રુત. ૧, અ. ૯, ગાથા–૨૦ તથા દશવૈ. અ. ૬, ગાથા-પ૧, પર અને ૫૩માં ગૃહસ્થના પાત્રમાં સાધુને આહાર કરવાનો નિષેધ કર્યો છે અને તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. ગુહસ્થના પાત્રમાં ખાવાથી-પીવાથી :- (૧) સાધુને પાત્ર આપતા પૂર્વે ગૃહસ્થ વાસણ સાફ કરીને આપે, (૨) સાધુએ ઉપયોગ કરી લીધા પછી ગૃહસ્થ તેને કાચા પાણીથી સાફ કરે છે, તેથી અપ્લાય જીવોની વિરાધના થાય છે. (૩) તે પાણી ફેંકે તેમાં ત્રસ જીવોની વિરાધના થાય છે. આ રીતે પૂર્વકર્મ અને પશ્ચાત્ત કર્મ દોષ લાગે છે. (૪) ગૃહસ્થના વાસણમાં જમે તો ગૃહસ્થના ઘેર જમવાનો પણ પ્રસંગ આવે (૫) ગૃહસ્થ સાધુ માટે અલગ આહાર-પાણીની વ્યવસ્થા કરે તો આધાકર્માદિ અનેક દોષોની પરંપરા વધતી જાય. (૬) ગૃહસ્થ સાધુ માટે નવા વાસણ ખરીદે, ઇત્યાદિ દોષોથી દૂર રહેવા સાધુએ ગૃહસ્થના વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ. ગૃહસ્થના વસ્ત્રનો ઉપયોગ - |११ जे भिक्खू गिहिवत्थं परिहेइ, परिहेंतं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના વસ્ત્રને પહેરે કે પહેરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચોમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
સૂત્રકૃત્તાંગ સૂત્ર, શ્ર.-૧, અ.-૯, ગા.-૨૦માં ગૃહસ્થના વસ્ત્રને ઉપયોગમાં લેવાનો નિષેધ છે, તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. સાધુને આવશ્યક્તા હોય ત્યારે ગૃહસ્થ પાસેથી વસ્ત્ર યાચના કરીને લઈ આવે પરંતુ પાઢીહારા વસ્ત્ર લેવા કલ્પતા નથી. ગૃહસ્થના વસ્ત્રનો ઉપયોગ કરવાથી પૂર્વકર્મ-પશ્ચાત્ કર્મનો દોષ લાગે છે, માટે મુનિ ગૃહસ્થના વસ્ત્ર વાપરે નહીં. ગૃહસ્થના પલંગાદિ પર બેસવું:|१२ जे भिक्खू गिहिणिसेज्जं वाहेइ, वाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના પલંગાદિ પર બેસે કે બેસનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
ઉત્ત. સૂત્ર, અ.–૧૭માં ગૃહસ્થની નિષધા પર બેસનાર, સૂનારા સાધુને પાપ શ્રમણ કહ્યા છે. દશ. સૂત્ર અ.૩ તથા અ. દમાં ગૃહસ્થના પલંગાદિ પર બેસવાને અનાચાર કહ્યો છે. સૂયગડાંગ સૂત્ર, શ્ર.-૧, અ.-૯, ગા-૨૧માં ગૃહસ્થના આસન-પલંગ પર બેસવાનો નિષેધ છે. તેનું જ અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. ગૃહસ્થના આસન દુષ્પતિલેખ કે અપ્રતિલેખ્ય હોય છે. તેના પર સાધુ બેસે તો જીવોની વિરાધના થાય છે. સાધુના બ્રહ્મચર્યનો ભંગ થવાની સંભાવના રહે છે તથા લોકોમાં નિંદા થાય છે, માટે ગૃહસ્થના પલંગ આદિ આસનો પર મુનિ બેસે નહીં.
જો તે આસન કાષ્ઠના હોય, સુપ્રતિલેખ હોય, તો સાધુ જરૂર પ્રમાણે વિવેકપૂર્વક તેનો ઉપયોગ