________________
[ ૧૩૦ ]
શ્રી નિશીથ સૂત્ર
२७ जे भिक्खु रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं असणं वा पाणं वा खाइम वा साइमं वा परस्स णीहडं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ, तं जहा- खुज्जाण वा चिलाइयाण वा वामणीण वा वडभीण वा बब्बरीण वा बउसीण वा जोणियाण वा पल्हवियाण वा इसीणीयाण वा धोरुगीणीण वा लासीण वा लउसीण वा सिंहलीण वा दमिलीण वा आरबीण वा पुलिंदीण वा पक्कणीण वा बहलीण वा मुरंडीण वा सबरीण वा पारसीण वा । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ-જે ભિક્ષુ, શુદ્ધવંશીય રાજ્ય મુદ્રાધારક મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાની- (૧) કુબ્બારાસી (કુબડા શરીરવાળી) (૨) કિરાત દેશોત્પન્ન દાસી (૩) વામનઠીંગણી દાસી, (૪) વક્ર શરીરવાળી દાસી (૫) બર્બર દિશોત્પન્ન દાસી(૬) બકુશ દેશોત્પન્ન દાસી (૭) યવન દેશોત્પન્ન દાસી (૮) પલ્લવ દેશોત્પન્ન દાસી, (૯) ઇસીનિકા દેશોત્પન્ન દાસી (૧૦) ઘોરુક દેશોત્પન્નક દાસી (૧૧) લાટ દેશોત્પન્નક દાસી (૧૨) લકુશ દેશોત્પન્ન દાસી (૧૩) સિંહલ દેશોત્પન્ન દાસી (૧૪) દ્રવિડ દેશોત્પન્ન દાસી (૧૫) અરબ દેશોત્પન્ન દાસી (૧૬) પુલિંગ દેશોત્પન્ન દાસી (૧૭) પક્કણ દેશોત્પન્ન દાસી (૧૮) બહલ દેશોત્પન્ન દાસી (૧૯) મુડ દેશોત્પન્ન દાસી (૨૦) શબર દેશોત્પન્ન દાસી (૨૧) પારસ દેશોત્પન્ન દાસી, તે સર્વને માટે રાખેલા અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકના ૨૭ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારા સાધુ-સાધ્વીને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં વર્ણિત વ્યક્તિઓ માટે બનાવેલા આહારને ગ્રહણ કરવાથી રાજપિંડ દોષ અને તે સંબંધી અન્ય અનેક દોષ, તેમજ અંતરાય દોષ, આરંભ દોષ વગેરે દોષો લાગવાની સંભાવના રહે છે માટે તેવો આહાર સાધુને ગ્રહણ કરવા કહ્યું નહિ.
રાજા તે વ્યક્તિને તે આહાર આપી દે તે વ્યક્તિની માલિકીમાં તે આહાર આવી જાય પછી તે વ્યક્તિ જો આગમથી કહ્યું તેવા કુળની હોય તો એષણા સમિતિપૂર્વક તેઓની પાસેથી તે આહાર લેવો સાધુને કહ્યું છે. છત્તાપુવાળ વા:- સૂત્ર-રરમાં ત્તવાળ વા આ આદિ ઉપરોક્ત પાંચ શબ્દો પછી છત્તાપુવાળ વા શબ્દ પ્રતોમાં અધિક મળે છે. જે લિપિ–પ્રમાદથી આવેલો હોય તેમ જણાય છે. ચૂર્ણિકારની સમક્ષ આ પાઠ ન હોય તેમ લાગે છે તથા સૂત્ર-૨૫માં તેનું કથન છે અને અહીંના પાંચ શબ્દો સાથે તેનો મેળાપ પણ થતો નથી, માટે પ્રસ્તુત પાઠમાં તેને સ્વીકાર્યો નથી. પોસથાળ ના - પોષાક, સૂત્ર-૨૩માં હાથી વગેરે અનેક પશુ-પક્ષીઓના આહાર, ઔષધ સંબંધી ધ્યાન રાખનારા, શારીરિક સેવા, સ્નાન, મર્દન વગેરે કરનારા, તેઓના નિવાસ સ્થાનની શુદ્ધિનું ધ્યાન રાખનારા આ રીતે પશુ-પક્ષીઓનું પૂર્ણ સંરક્ષણ કરનારાઓને અહીં પોષ શબ્દથી સૂચિત કર્યા છે. આ ૨૩મા સૂત્રની અનેક પ્રતોમાં મજદ પોલવાન શબ્દ નથી, પરંતુ આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧૦માં ગુરુ અને તીતર શબ્દની વચ્ચે મડ શબ્દ છે, તેથી પ્રસ્તુત સૂત્રમાં મોડ