________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર– કાષ્ઠમાં કોતરેલ આકૃતિથી લઈ કોડી આદિમાં 'આ શ્રુત' છે, તેવી જે સ્થાપના કરવામાં આવે, આરોપ કરવામાં આવે તે સ્થાપના શ્રુત છે.
પ્રશ્ન– નામ અને સ્થાપનામાં શું તફાવત છે ?
ઉત્તર– નામ યાવત્કથિક હોય છે જ્યારે સ્થાપના ઈત્વરિક અને યાવત્કથિક, બંને પ્રકારે હોય છે.
વિવેચન :
આવશ્યક સૂત્ર એક શ્રુતસ્કંધરૂપ છે તેમ પૂર્વે સૂત્રમાં કહ્યું છે. તેમાં બે શબ્દો છે– સુય + खंध - સુચવુંથો અહીં સર્વ પ્રથમ 'આવશ્યક' શબ્દની અનુયોગ પ્રરૂપણા કર્યા પછી ક્રમ પ્રાપ્ત 'સુય'(શ્રુત) શબ્દની પ્રરૂપણા આ સૂત્રોમાં કરી છે.
રક
શ્રુતનો અર્થ છે સાંભળવું. ઉપલક્ષણથી જોવું, સૂંઘવું, આસ્વાદ અને સ્પર્શ દ્વારા પ્રાપ્ત વિષયની વિચારણા કરતા, જે જ્ઞાન પ્રાપ્ત થાય તે શ્રુત કહેવાય છે. તે શ્રુતના નામાદિ ચાર પ્રકાર છે. કોઈ જીવ કે અજીવનું 'શ્વેત' એવું નામ રાખવું તે નામશ્રુત છે. તદાકાર અને અતદાકાર અન્ય વસ્તુમાં 'આ શ્રુત છે' તેવી સ્થાપના, આરોપણા કરવી તે સ્થાપના શ્રુત છે. નામ-સ્થાપના શ્રુતનું વિશેષ વર્ણન નામ–સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું.
દ્રવ્યમ્રુત :
४ से किं तं दव्वसुयं ? दव्वसुयं दुविहं पण्णत्तं तं जहा- आगमओ य, णोआगमओ य ।
ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– દ્રવ્યશ્રુતના
બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી દ્રવ્યશ્રુત (૨) નોઆગમથી
દ્રવ્યશ્રુત.
આગમતઃ દ્રવ્યમ્રુત :
५ से किं तं आगमओ दव्वसुयं ? आगमओ दव्वसुयं जस्स णं सुए ति पयं सिक्खियं ठियं जियं मियं परिजियं जाव कम्हा ? जइ जाणते अणुवउत्ते ण भवइ। से तं आगमओ दव्वसुयं ।
ભાવાર્થ :- પ્રશ્ન– આગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જે સાધુએ 'શ્વેત' આ પદ શીખ્યુ હતું. સ્થિર, જિત, મિત, પરિજિત કર્યું હતું યાવત્ શાયક