________________
૩૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
आवस्सयं करैति, सेतं लोगोत्तरिय भावावस्सयं । सेतंणोआगमओ भावावस्सयं । से तं भावा- वस्सयं ।
શબ્દાર્થ : -હતોત્તરિયું = લોકોત્તરિક, સન = શ્રમણ, સમા = શ્રમણી, સાવ = શ્રાવક, સાવિયા = શ્રાવિકા, તન્વન્ત = દત્તચિત, તમે = તેમાં જ મન એકાગ્ર કરી, તત્તેરેક તે શુભલેશ્યા યુક્ત બની, તફાવલિ = તે અધ્યવસાયમય બની, તત્તિનવસાવે = તે (આવશ્યક્તાના) તીવ્ર અધ્યવસાયથી, તીવ્ર આત્મ પરિણામથી યુક્ત, તવાવડ = તે આવશ્યક્તાના અર્થમાં ઉપયુક્ત થઈને, તયપથ = તદર્પિત કરણ યુક્ત થઈને (તેમાં શરીર નિયોજિત કરીને), તoભાવાભાવિ = તેની–આવશ્યકની ભાવનાથી ભાવિત બની, પત્થ = અન્યત્ર, બ્લ્યુ = ક્યાંય, મ = મનને, અજમv=ન કરતાં અર્થાતુ અન્ય કોઈપણ વિષયમાં મનને જવા દીધા વિના, ૩મોmli= ઉભયકાળ -સવારે અને સાંજે, અવયં શનિ = આવશ્યક કરે છે.
ભાવાર્થ :- પ્રશ્ન- લોકોત્તરિક ભાવ આવશ્યકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- દત્તચિત્ત બની, મનને એકાગ્ર કરી, શુભલેશ્યા અને તન્મય અધ્યવસાય યુક્ત બની, તીવ્ર આત્મ પરિણામથી, આવશ્યકના અર્થમાં ઉપયુક્ત બની, શરીરાદિ કરણને તેમાં અર્પિત કરી, તેની ભાવનાથી ભાવિત બની, અન્ય કોઈ વિષયમાં મનને જવા દીધા વિના જે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા ઉભયકાળ આવશ્યક–પ્રતિક્રમણાદિ કરે છે. તે લોકોત્તરિક ભાવ આવશ્યક છે. આ રીતે લોકોત્તરિક ભાવ આવશ્યકના વક્તવ્યતાની પૂર્ણતા સાથે નોઆગમભાવાવશ્યક અને ભાવઆવશ્યકની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
જે શ્રમણાદિ આવશ્યકમાં મન કેન્દ્રિત કરી ઉભયકાલ–સવારે અને સાંજે આવશ્યક કરે છે, તે લોકોત્તરિકભાવ આવશ્યક કહેવાય છે.
પ્રતિક્રમાણાદિ આવશ્યક ક્રિયા ચતુર્વિધ સંઘને અવશ્ય કરવા યોગ્ય છે માટે તે આવશ્યક કહેવાય છે, આવશ્યક સૂત્ર જિનોપદિષ્ટ છે માટે લોકોત્તરિક છે, તેમાં વર્તમાને ઉપયોગ હોવાથી ભાવરૂપતા છે. તે પ્રતિક્રમણની ક્રિયા-પ્રવૃત્તિ છે તેથી નોઆગમ છે. આ રીતે લોકોત્તરિક નોઆગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ છે. આ પ્રમાણે આવશ્યકના ચારે નિક્ષેપ પૂર્ણ થયા.
આવશ્યકના પર્યાયવાચી નામ :२७ तस्स णं इमे एगट्ठिया णाणाघोसा णाणावंजणा णामधेज्जा भवंति ।