________________
પ્રકરણ ૩૮/નય-સાત નય
|
[ પ પ ]
વિવેચન :
ઉપર્યુક્ત બે ગાથામાં નયવર્ણનથી થતાં લાભનો ઉલ્લેખ કર્યો છે. જેટલા વચન માર્ગ છે તેટલા નય માર્ગ છે" આ સિદ્ધાન્તાનુસાર નિયોના અનેક ભેદ છે. સંક્ષેપમાં નૈગમાદિ સાત નય, અર્થનય-શબ્દનયના ભેદથી બે પ્રકારના નય, દ્રવ્યાર્થિકનય-પર્યાયાર્થિક નય, જ્ઞાન-ક્રિયા, નિશ્ચય-વ્યવહાર એવા પણ નયના ભેદો થાય છે. મોક્ષ માર્ગના કારણભૂત જ્ઞાનનય અને ક્રિયાયની અપેક્ષાએ અહીં–પ્રસ્તુત સૂત્રમાં વિચાર કરવામાં આવ્યો છે.
જ્ઞાનનયનું મંતવ્ય છે કે જ્ઞાન વિના કાર્યની સિદ્ધિ થઈ શકે નહીં. જ્ઞાની પુરુષ જ મોક્ષના ફળને અનુભવે છે. જ્ઞાન વિના પુરુષાર્થની સિદ્ધિ નથી. વ્રત તથા સમ્યકત્વાદિની પ્રાપ્તિ જ્ઞાનથી જ થાય છે. હેયઉપાદેયનું જ્ઞાન હોય તો જ ઉપાદેયને ગ્રહણ કરી શકાય, હેયને છોડી શકાય.
ક્રિયા નયનું મંતવ્ય છે કે સિદ્ધિ પ્રાપ્તિનું મુખ્ય કારણ ક્રિયા છે. ત્રણ પ્રકારના અર્થોનું જ્ઞાન મેળવી પ્રયત્ન કરવો જોઈએ. આ કથન દ્વારા જ ક્રિયાની સિદ્ધિ થાય છે. ક્રિયા મુખ્ય છે જ્ઞાન ગૌણ છે. જીવ માત્ર જ્ઞાનથી સુખ પામતા નથી. ક્રિયા-કાર્યથી સુખ મળે છે. જ્ઞાન-ક્રિયા બંનેના એકાન્ત પક્ષમાં મોક્ષમાર્ગ નથી. જે સાધુ જ્ઞાન અને ક્રિયામાં સ્થિત રહે છે, તે જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. એકાંતે જ્ઞાન કે એકાંતે ક્રિયાથી કાર્ય સિદ્ધ ન થાય. ક્રિયા રહિત જ્ઞાન નિષ્ફળ છે, તો જ્ઞાન રહિત ક્રિયા કાર્યસાધક નથી. અંધ અને પંગુ સ્વતંત્ર રીતે ગતિ કરી શકતા નથી. એક પૈડાવાળું ગાડું સ્થાને પહોંચી શકતું નથી. જ્ઞાન અને ક્રિયા મોક્ષ રથના બે પૈડા છે. જ્ઞાન આંખ છે તો ક્રિયા પગ છે. બંનેના સુમેળથી જ સાધ્ય સિદ્ધ થઈ શકે માટે જ્ઞાન અને ક્રિયાનો સમન્વય જ મોક્ષનું કારણ છે. નયોનો સમન્વય કરી સાધક હેયને છોડી, ઉપાદેયને ગ્રહણ કરે, તો સર્વ અર્થની સિદ્ધિ થાય છે.
પૂર્વે ચોથા પ્રકરણમાં આવશ્યકના પ્રથમ અધ્યયન સામાયિકનું વ્યાખ્યાન કરવા ચાર અનુયોગ દ્વાર કહ્યા છે.– (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (૩) અનુગમ (૪) નય તેનો આધાર લઈ ક્રમથી ભેદ પ્રભેદોના વર્ણન વિસ્તાર દ્વારા સામાયિકનો અનુયોગ વ્યાખ્યાનો કર્યો છે. આ ચોથા નયદ્વારથી સાત નિયોનું વર્ણન પૂર્ણ થયું છે. આ રીતે ચોથા અનુયોગદ્વારની વક્તવ્યતા પૂર્ણ થઈ છે.
'II પ્રકરણ-૩૮ સંપૂર્ણ II ાં