________________
[ પ ૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
જે વર્તમાનકાલીન પદાર્થને ગ્રહણ કરે, અતીત, અનાગતકાલીન પદાર્થને ન સ્વીકારે તે ઋજુસૂત્રનય.
આશય એ છે કે અતીતકાળ નષ્ટ અને અનાગતકાળ અનુત્પન્ન છે, તેથી તે બંને અસતુ છે. અસતુનો સ્વીકાર કરવો તે કટિલતા છે. આવી કુટિલતાને છોડી, સરલવર્તમાનકાલિક વસ્તુનો સ્વીકાર કરે તે જસુત્ર નય છે. વર્તમાન કાલવર્તી પદાર્થ જ અર્થક્રિયા કરવામાં સમર્થ છે. દરેક પદાર્થની કોઈને કોઈ ક્રિયા હોય છે. જેમ કે પાણીને ધારણ કરવું તે ઘટની અર્થ ક્રિયા છે. લેખન કાર્ય કરવું તે પેનની અર્થક્રિયા છે. આ અર્થક્રિયા વર્તમાનકાળમાં જ સંભવે છે માટે ઋજુસૂત્ર નય વર્તમાનનો જ સ્વીકાર કરે છે.
'ઝુલુ' શબ્દની સંસ્કૃત છાયા 2જુશ્રુત પણ થાય છે. જેનું શ્રુત 28જુ, સરળ, અકુટિલ છે તે ઋજુશ્રુત. શ્રુતજ્ઞાન જ આદાન-પ્રદાન રૂપ પરોપકાર કરે છે માટે આ નય શ્રુતજ્ઞાનને સ્વીકારે છે. (૫) શબ્દનય :- જેમાં શબ્દ મુખ્ય છે અર્થ ગૌણ છે તે શબ્દનય. જેના દ્વારા વસ્તુ કહી શકાય, જેનું ઉચ્ચારણ કરી શકાય તે શબ્દ કહેવાય છે. વસ્તુ શબ્દ દ્વારા કહેવાય છે અને બુદ્ધિ તે અર્થને મુખ્યરૂપે સ્વીકારે છે. તેથી શબ્દથી ઉત્પન્ન તે બુદ્ધિ ઉપચારથી શબ્દ કહેવાય છે. ભિન્ન-ભિન્ન લિંગ, વચન, કારક આદિથી યુક્ત શબ્દ દ્વારા કહેવાતી વસ્તુ પણ ભિન્ન-ભિન્ન જ હોય તેમ વિચારી આ નય લિંગ, વચનાદિના ભેદથી અર્થમાં ભેદ માને છે.
તટ, ટી, તટમ આ ત્રણે શબ્દના લિંગ ભિન્ન-ભિન્ન છે. ગુરુ, ગુરૂ, ગુરવઃ તે એકવચન-દ્ધિ વચન, બહુવચન, તે ભિન્ન-ભિન્ન વચનવાળા શબ્દ છે. ઋજુસૂત્ર આ સર્વના વાચ્યાર્થને એક માને જ્યારે શબ્દનય લિંગાદિના ભેદથી વાર્થને પણ ભિન્ન માને છે.
શબ્દનાય નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપમાં નિક્ષિપ્ત વસ્તુ કાર્ય કરવામાં અસમર્થ હોવાથી, અપ્રમાણ ભૂત માની તેનો સ્વીકાર કરતો નથી. ભાવથી કાર્ય સિદ્ધિ થાય છે માટે ભાવને જ પ્રધાન માને છે. () સમભિનય :- વાચક ભેદથી વાચ્યાર્થીને ભિન્ન માને તે સમભિરૂઢ નય અર્થાત્ શબ્દભેદથી અર્થભેદને સ્વીકારે તે સમભિરૂઢ નય. ગાથામાં આ જ વાતને અન્ય રીતે કહી છે. વસ્તુનું અન્યત્ર સંક્રમણ અવસ્તુ કહેવાય છે. જો એક વસ્તુમાં અન્ય શબ્દનો આરોપ કરવામાં આવે તો તે અવસ્તુરૂપ બની જાય છે. તાત્પર્ય એ છે કે શબ્દનય લિંગ-વચન એક હોય તો એક વાચ્યાર્થને સ્વીકારી લે. જેમ કે ઈન્દ્ર, શક્ર, પુરન્દર એક લિંગ–પુલિંગ છે અને એક વચનવાળા શબ્દ છે. તેથી શબ્દનય તેનો વાચ્યાર્થ એક માને છે. પરંતુ સમભિરૂઢ નયના મતે આ શબ્દોના વાચ્યાર્થ ભિન્ન ભિન્ન છે. જેમ કે– ઐશ્વર્યવાન હોય તે ઈન્દ્ર.શક્તિ સંપન્ન હોય તે શક્ર અને શત્રુના નગરનો નાશ કરે તે પુરન્દર. આ રીતે પ્રત્યેક શબ્દની વ્યુત્પત્તિ ભિન્ન છે માટે તેના વાચ્યાર્થ પણ ભિન્ન છે. ઈન્દ્ર શબ્દથી શક શબ્દ એટલો ભિન્ન છે જેટલો ઘટ અને પટ, હાથી અને ઘોડા. (૭) એવભૂતનય - જે વસ્તુ જે પર્યાયને પ્રાપ્ત થઈ હોય, જે વસ્તુ જ્યારે જે અવસ્થાને પ્રાપ્ત હોય ત્યારે તે નામને સ્વીકારે તે એવંભૂતનય. ગાથામાં આ જ વાત સૂચવી છે કે વ્યંજન એટલે શબ્દ તેના અર્થને