________________
પ્રકરણ ૩૮નય-સાત નય
.
૫૧ |
- વ્યંજન-શબ્દ, = અર્થ, તવુ = તદુભયનેપપૂ = એવંભૂત, વિલેલે વિશેષરૂપે. ભાવાર્થ :- (૧) જે અનેક માનો–પ્રકારોથી વસ્તુના સ્વરૂપને જાણે છે, અનેક ભાવોથી વસ્તુનો નિર્ણય કરે છે, તે નૈગમ નય છે. આ નૈગમનયની નિક્તિ –વ્યુત્પત્તિ છે. શેષ નયોના લક્ષણ કહીશ તે તમે સાંભળો. (૨) સમ્યક પ્રકારથી ગુહીત–એક જાતિને પ્રાપ્ત અર્થ જેનો વિષય છે તે સંગ્રહનયનું વચન છે. આ રીતે તીર્થકર–ગણધરોએ સંક્ષેપમાં કહ્યું છે. (૩) વ્યવહારનય સર્વદ્રવ્યોના વિષયમાં વિનિશ્ચય કરવા પ્રવૃત્ત થાય છે. (૪) ઋજુસૂત્રનય પ્રત્યુપન્નગ્રાહી–વર્તમાન પર્યાયને ગ્રહણ કરે છે. (૫) શબ્દનય વર્તમાન પદાર્થને વિશેષરૂપે સ્વીકારે છે. (૬) સમભિરૂઢનય વસ્તુના અન્યત્ર સંક્રમણને અવસ્તુ–અવાસ્તવિક માને છે. (૭) એવંભૂતનય વ્યંજન–શબ્દ, અર્થ અને તદુર્ભયને વિશેષરૂપે સ્થાપિત કરે છે. વિવેચન : -
સૂત્રોક્ત ચાર ગાથામાં નૈગમાદિ સાત નયોના લક્ષણ સંક્ષેપમાં બતાવ્યા છે. (૧) નૈગમનય – જે સામાન્ય અને વિશેષ બંને પ્રકારે વસ્તુનો સ્વીકાર કરે તે નૈગમનય. નિગમ એટલે વસતિ. "લોકમાં રહું છું' વગેરે પૂર્વોક્તનિગમોથી સંબદ્ધ નય તે નૈગમનય.નિગમ એટલે અર્થનું જ્ઞાન–અનેક પ્રકારે અર્થજ્ઞાનને માન્ય કરે તે નૈગમનય. સંકલ્પ માત્રને ગ્રહણ કરે તે નૈગમનય. પૂર્વોક્ત પ્રસ્થકના દષ્ટાંતથી જાણવું.
ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળ સંબંધી પદાર્થને ગ્રહણ કરે તે નૈગમ. નૈગમનયના મતે ભૂતકાળ વગેરે ત્રણે કાળનું અસ્તિત્વ છે. (૨) સંગ્રહનય :- સામાન્યથી સર્વ પદાર્થનો સંગ્રહ કરનાર નય સંગ્રહનય કહેવાય છે. આ નય સર્વ પદાર્થને સામાન્યધર્માત્મક રૂપે ગ્રહણ કરે છે. વિશેષ સામાન્યથી પૃથક નથી માટે સર્વ વસ્તુ સામાન્ય રૂપે જ છે. (૩) વ્યવહારનય :- લોક વ્યવહારને સ્વીકારે તે વ્યવહારનય. લોકવ્યવહાર વિશેષથી જ ચાલે છે માટે વ્યવહારનય વિશેષને સ્વીકારે છે. સામાન્ય અનુપયોગી હોવાથી તે સામાન્યને સ્વીકારતો નથી. (૪) ઋજુસૂત્રનય – ઋજુ એટલે સરળ-કુટિલતા રહિત, સૂત્ર એટલે સ્વીકાર કરવો. જે કુટિલતા રહિત, સરળનો સ્વીકાર કરે તે ઋજુસૂત્ર નય.