________________
પ્રકરણ ૩૭/અનુગમ
સાડત્રીસમું પ્રકરણ
અનુયોગનું ત્રીજું દ્વાર - અનુગમ
અનુગમનું સ્વરૂપ :
१ से किं तं अणुगमे ? अणुगमे दुविहे पण्णत्ते, तं जहा - सुत्ताणुगमे य णिज्जुत्तिअणुगमे य ।
ભાવાર્થ :- પ્રશ્ન- અનુગમનું સ્વરૂપ કેવું છે ?
વિવેચન :
ઉત્તર– અનુગમના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સૂત્રાનુગમ અને નિર્યુકત્યનુગમ.
૫૪૭
અનુગમ એટલે સૂત્રને અનુકૂળ અર્થ કરવો. સૂત્રાનુગમમાં સૂત્રનો પદચ્છેદ કરી તેની વ્યાખ્યા કરવામાં આવે છે અને નિર્યુકત્યનુગમમાં નિર્યુક્તિ અર્થાત્ સૂત્ર સાથે એકીભાવથી સંબદ્ધ અર્થને સ્પષ્ટ કરવામાં આવે છે અને નામ, સ્થાપનાદિ પ્રકારો દ્વારા વિભાગ કરી, વિસ્તારથી સૂત્રની વ્યાખ્યા કરવામાં આવે છે. પુનરુક્તિ દોષથી બચવા સૂત્રાનુગમનું વર્ણન સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિના પ્રસંગે કરવામાં આવશે.
નિર્યુકત્સ્યનુગમ
२ से किं तं णिज्जुत्ति अणुगमे ? णिज्जुत्ति अणुगमे तिविहे पण्णत्ते, तं जहा - णिक्खे वणिज्जुत्ति अणुगमे उवघातणिज्जुत्ति अणुगमे सुत्तप्फासियणिज्जुत्ति अणु - गमे ।
:
ભાવાર્થ :- પ્રશ્ન- નિર્યુક્ત્યનુગમનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નિર્યુક્ત્યનુગમના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નિક્ષેપ નિર્યુક્ત્યનુગમ, (૨) ઉપોદ્ઘાત નિર્યુક્ત્યનુગમ (૩) સૂત્રસ્પર્શિક નિર્યુક્ત્યનુગમ.
નિક્ષેપ નિર્યુક્ત્યનુગમ
३ से किं तं णिक्खेवणिज्जुत्तिअणुगमे ? णिक्खेवणिज्जुत्तिअणुगमे अणुगए ।
: