________________
શ્રી અયોગવાર સૂત્ર
અને પરિણામી આત્મામાં અભેદ હોવાથી આત્માને જ્ઞાનરૂપ માનેલ છે. (૪) કસાધન વ્યુત્પત્તિ –'નારીતિ જ્ઞાનમ્' જાણનાર તે જ્ઞાન. આત્મા જાણવાની ક્રિયાનો કર્તા છે. ક્રિયા અને કર્તા માં અભેદોપચાર થવાથી આત્માને જ્ઞાન કહેલ છે.
સંક્ષેપમાં જેના દ્વારા વસ્તુનું સ્વરૂપ જાણી શકાય તે જ્ઞાન, જેમાં વસ્તુ જણાય તે જ્ઞાન. જે નિજ સ્વરૂપનું પ્રકાશક હોય તે જ્ઞાન. જ્ઞાનાવરણ કર્મના ક્ષય કે ક્ષયોપશમના નિમિતથી ઉત્પન્ન થાય તે જ્ઞાન.
જ્ઞાનના પાંચ પ્રકાર અર્થની અપેક્ષાએ તીર્થકરોએ અને સુત્ર અપેક્ષાએ ગણધરોએ પ્રરૂપિત કર્યા છે. સૂત્રકારે આ બાબતનો સંકેત આપuપત્ત' શબ્દ દ્વારા આપેલ છે. ૫ણ શબ્દની સંસ્કૃત છાયા પ્રજ્ઞપ્ત, પ્રજ્ઞાપ્ત, પ્રજ્ઞા, પ્રજ્ઞાપ્ત થાય છે. (૧) પ્રજ્ઞપ્તિ- પ્રરૂપિત. અર્થરૂપે તીર્થકરોએ, સૂત્રરૂપે ગણધરોએ જ્ઞાનના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે. (૨) પ્રજ્ઞાપ્ત-પ્રજ્ઞ+આd, પ્રાજ્ઞ એટલે તીર્થકર અને આખું એટલે પ્રાપ્ત કરવું. તીર્થકરો પાસેથી ગણધરોએ જ્ઞાનના પાંચ પ્રકારનો બોધ પ્રાપ્ત કર્યો છે. (૩) પ્રજ્ઞાત્ત- પ્રા+બત્ત, પ્રાજ્ઞ એટલે ગણધરો, આત્ત એટલે ગ્રહણ કરવું. ગણધરોએ તીર્થકર પાસેથી જ્ઞાનના પાંચ પ્રકારનો બોધ ગ્રહણ કરેલ છે. (૪) પ્રજ્ઞાd- પ્રજ્ઞા+આd, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, આપ્ત એટલે પ્રાપ્ત કરવું. ભવ્ય જીવોએ સ્વપ્રજ્ઞા-બુદ્ધિ દ્વારા જ્ઞાનના પાંચ પ્રકારનો બોધ પ્રાપ્ત કરેલ છે.
સારાંશ એ છે કે સૂત્રકારે પvoid' શબ્દ પ્રયોગ દ્વારા પોતાની લઘુતા પ્રગટ કરી છે. તે ઉપરાંત સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાનના પાંચ પ્રકારનું કથન સ્વબુદ્ધિ કે કલ્પનાથી કર્યું નથી પરંતુ તીર્થકરો દ્વારા પ્રરૂપિત આશયને જ પ્રગટ કર્યો છે. (૧) આભિનિબોવિક જ્ઞાન - પાંચ ઈન્દ્રિય અને મનની સહાયતાથી, યોગ્ય દેશમાં અવસ્થિત વસ્તુને જાણે તે જ્ઞાન આભિનિબોધિક જ્ઞાન કહેવાય છે. આભિનિબોધિક જ્ઞાનનું જ બીજું નામ મતિજ્ઞાન છે. (ર) શ્રતજ્ઞાન:- (૧) પાંચ ઈન્દ્રિય અને મનની સહાયતાથી ગ્રહણ કરેલ અર્થનો વિશેષ બોધ, મતિજ્ઞાનથી ગ્રહણ કરેલા અર્થની વિશેષ વિચારણા તે શ્રુતજ્ઞાન. (૨) શ્રત એટલે સાંભળવું અથવા શ્રત એટલે શબ્દ. શબ્દ સાંભળીને અર્થગ્રહણરૂપ ઉપલબ્ધિ વિશેષ તે શ્રુતજ્ઞાન. ઉપલક્ષણથી રૂપ જોઈને, ગંઘ સૂધીને, રસ આસ્વાદીને, સ્પર્શ કરીને જે અર્થગ્રહણરૂપ ઉપલબ્ધિ વિશેષ તે શ્રુતજ્ઞાન કહેવાય છે.
આ જ્ઞાન મન અને ઈન્દ્રિયના નિમિત્તથી ઉત્પન્ન થાય છે છતાં પણ તેમાં મનની મુખ્યતા છે. તેથી તે મનનો વિષય મનાય છે. 'કૃતનિન્દ્રિય'-શ્રુતજ્ઞાન મનનો વિષય છે. મતિજ્ઞાન કારણ છે અને