________________
પ્રથમ પ્રકરણ/આવશ્યક નિક્ષેપ
પ્રથમ પ્રકરણ
આવશ્યક નિક્ષેપ
૧
મંગલાચરણ : પાંચ જ્ઞાન :
"
१ णाणं पंचविहं पण्णत्तं तं जहा- आभिणिबोहियणाणं, सुयणाणं, ओहिणाणं, मणपज्जवणाणं, केवलणाणं ।
ભાવાર્થ :- જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે. (૧) આભિનિબોધિકજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનઃપર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન.
વિવેચન :
અનુયોગદ્વાર સૂત્રનું આ પ્રથમ સૂત્ર મંગલાચરણાત્મક છે. જોકે સંપૂર્ણ શાસ્ત્ર પોતે મંગલ સ્વરૂપ જ છે, તેમ છતાં સૂત્રકારે ત્રણ કારણથી મંગલાચરણ કર્યું છે. (૧) આચાર પરંપરાનું પાલન કરવા, (૨) શાસ્ત્રની નિર્વિઘ્ને સમાપ્તિ કરવા, (૩) શિષ્યોને શાસ્ત્રના વિષયભૂત અર્થજ્ઞાનની દઢ પ્રતીતિ કરાવવા.
જ્ઞાન, સર્વ જ્ઞેય પદાર્થનું જ્ઞાયક, વિઘ્નોનું ઉપશામક, કર્મનિર્જરાનું કારણ, નિજાનંદનું દાયક અને આત્મગુણોનું બોધક હોવાથી મંગલરૂપ છે. તેથી સૂત્રકારે પાંચ જ્ઞાનના વર્ણન દ્વારા આ શાસ્ત્રનું મંગલાચરણ કર્યું છે.
'જ્ઞાન' શબ્દની વ્યુત્પત્તિ :
(૧) ભાવસાધન વ્યુત્પત્તિ :– 'જ્ઞાતિ જ્ઞાનમ્' જાણવું તે જ્ઞાન. આ ભાવસાધન વ્યુત્પત્તિ અનુસાર જાણવારૂપ ક્રિયાને જ્ઞાન કહે છે.
(૨) કરણસાધન વ્યુત્પત્તિ ઃ– 'જ્ઞાયતે અનેન તિ જ્ઞાનમ્' આત્મા જેના દ્વારા પદાર્થને જાણે તે જ્ઞાન. આત્મા જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમ દ્વારા પદાર્થને જાણે છે. આ ક્ષય કે ક્ષયોપશમ પદાર્થને જાણવામાં કારણ છે. આ વ્યુત્પત્તિ અનુસાર જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય—ક્ષયોપશમ જ્ઞાન કહેવાય છે.
(૩) અધિકરણ મૂલક વ્યુત્પત્તિ ઃ– 'જ્ઞાયતે અસ્મિનિતિ જ્ઞાનમાત્મા' પદાર્થ જેમાં જણાય તે જ્ઞાન. પદાર્થ આત્મામાં જણાય છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે આત્મા જ જ્ઞાન સ્વરૂપ છે. અહીં પરિણામ જ્ઞાન