________________
પ૩૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન– અપ્રશસ્ત નોઆગમથી ભાવઆયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અપ્રશસ્ત નોઆગમથી ભાવઆયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ આય, (૨) માન આય, (૩) માયા આય (૪) લોભ આય. આ અપ્રશસ્તનું ભાવ આય સ્વરૂપ છે. આ રીતે નોઆગમથી આય, ભાવ આય અને આયની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
- જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ મોક્ષનું કારણ બને છે, તે આત્મિક ગુણરૂપ હોવાથી પ્રશસ્ત આય કહેવાય છે અને ક્રોધાદિની પ્રાપ્તિ સંસારનું કારણ છે તથા આત્માની વૈભાવિક પરિણતિ છે માટે તે અપ્રશસ્ત આય કહેવાય છે. ક્ષપણા ઓઘનિષ્પન્ન નિક્ષેપ - ३४ से किं तं झवणा ? झवणा चउव्विहा पण्णत्ता, तं जहा- णामज्झवणा ठवणज्झवणा दव्वज्झवणा भावज्झवणा । ભાવાર્થ - પ્રશ્ન- ક્ષપણાનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- ક્ષપણા ચાર પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) નામ ક્ષપણા, (૨) સ્થાપના ક્ષપણા, (૩) દ્રવ્ય ક્ષપણા (૪) ભાવે ક્ષપણા. નામ સ્થાપના ક્ષપણા :|३५ णाम-ठवणाओ पुव्वभणियाओ । ભાવાર્થ :- નામ અને સ્થાપના ક્ષપણાનું વર્ણન પૂર્વ કથિત, નામ સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું. દ્રવ્ય ક્ષપણા :३६ से किं तं दव्वज्झवणा? दव्वज्झवणा दुविहा पण्णत्ता, तं जहाआगमओ य णोआगमओ य । ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-દ્રવ્યક્ષપણાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી દ્રવ્ય ક્ષપણા (૨) નોઆગમથી દ્રવ્ય ક્ષપણા. |३७ से किं तं आगमओ दव्वज्झवणा?