SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૫/અક્ષીણ—આય—ક્ષપણા નિક્ષેપ ૫૨૯ વિવેચન : અપ્રાપ્તની પ્રાપ્તિ થાય, લાભ થાય તેને 'આય' કહેવામાં આવે છે. તેના નામાદિ ચાર પ્રકાર છે. નામ સ્થાપના આય १३ णाम-ठवणाओ पुव्वभणियाओ । ભાવાર્થ : – નામ આય અને સ્થાપના આયનું સ્વરૂપ પૂર્વોક્તનામ–સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું. દ્રવ્ય આય ઃ १४ से किं तं दव्वाए ? दव्वाए दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य णोआगमओ य । ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– દ્રવ્ય આયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી (૨) નોઆગમથી. १५ से किं तं आगमओ दव्वाए ? जस्स णं आए त्ति पयं सिक्खियं ठियं जाव अणुवओगो दव्वमिति कट्टु, जाव जावइया अणुवउत्ता आगमओ तावइया ते दव्वाया, जाव से तं आगमओ दव्वाए । ભાવાર્થ :- પ્રશ્ન- આગમતઃ દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– જેણે 'આય' પદના અર્થને શીખી લીધા છે; સ્થિર, મિત વગેરે કર્યા છે યાવત્ ઉપયોગ શૂન્ય હોવાથી દ્રવ્યરૂપ છે યાવત્ જેટલા ઉપયોગ રહિત આત્મા તેટલા આગમ દ્રવ્ય આય જાણવા.(આ નૈગમ–વ્યવહારની માન્યતા છે.) યાવત્ આ આગમથી દ્રવ્ય આયનું વર્ણન છે. १६ से किं तं णोआगमओ दव्वाए ? णोआगमओ दव्वाए तिविहे पण्णत्ते, तं जहा- जाणयसरीरदव्वाए भविय- सरीरदव्वाए जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वाए । ભાવાર્થ :- પ્રશ્ન– નોઆગમતઃ દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– નોઆગમતઃ દ્રવ્ય આયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાયક શરીર દ્રવ્ય
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy