________________
| પર૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
जह दीवा दीवसयं पइप्पए, दिप्पए य सो दीवो ।
दीवसमा आयरिया, दिप्पंति, परं च दीवेति ॥१२६॥ से तं णोआगमओ भावज्झीणे । से तं भावज्झीणे । से तं अज्झीणे । શબ્દાર્થ –ગદ= જેમ, રીવા = દીપકથી, રીવરત = સેંકડો દીપક, પપ્પE = પ્રજ્વલિત કરાય છે, લિપ = પ્રજવલિત રહે છે, તો રીવો = તે દીપક (અન્યને પ્રજ્વલિત કરનાર), વિસના = દીપક સમાન, મારિયા = આચાર્ય, શિખરિ = જ્ઞાનથી પ્રકાશિત રહે છે, પરં = અન્યને, વર્નંતિ = જ્ઞાનથી પ્રકાશિત કરે છે. ભાવાર્થ :- પ્રશ્ન- નોઆગમતઃ ભાવ અક્ષણનું સ્વરૂપ કેવું છે?
- ઉત્તર- જેમ એક દીપક સેંકડો દીપકોને પ્રજ્વલિત કરે છે અને પોતે પણ પ્રદીપ્ત રહે છે, તેમ આચાર્ય સ્વયં દીપક સમાન દેદીપ્યમાન છે અને અન્ય-શિષ્યવર્ગને દેદીપ્યમાન કરે છે, તે નોઆગમતઃ ભાવ અક્ષીણ છે.
આ નોઆગમતઃ ભાવ અક્ષણનું સ્વરૂપ છે. આ રીતે ભાવ અક્ષણ અને અક્ષણની વક્તવ્યતા પૂર્ણ થઈ. વિવેચન :
આગમતઃ ભાવ અક્ષણમાં જ્ઞાતાના ઉપયોગને ગ્રહણ કર્યો છે. શ્રુતકેવળીનો શ્રુતઉપયોગ અંતર્મુહૂર્ત કાલીન હોવા છતાં તેની અનંત પર્યાય છે. તેમાંથી પ્રતિસમયે એક–એક પર્યાયનો અપહાર કરવામાં આવે તો પણ અનંત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળમાં તેનો ક્ષય થાય નહીં, તેથી તેને આગમતઃ ભાવ અક્ષણ કહે છે.
નોઆગમતઃ અક્ષીણમાં નિર્દિષ્ટ આચાર્યના ઉદાહરણનો આશય એ છે કે આચાર્ય દ્વારા શ્રત પરંપરા નિરંતર રહે છે, શ્રુત પરંપરા ક્ષીણ થતી નથી, તે જ ભાવ અક્ષીણતા છે.
આય ઓઘનિષ્પના નિક્ષેપ :१२ से किं तं आए ? आए चउव्विहे पण्णत्ते, तं जहा- णामाए ठवणाए दव्वाए भावाए। ભાવાર્થ :- પ્રશ્ન- આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- આયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નામ આય, (૨) સ્થાપના આય, (૩) દ્રવ્ય આય (૪) ભાવ આય.