________________
પરર |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
भवियसरीरदव्वज्झयणे, जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झयणे । ભાવાર્થ - પ્રશ્ન- નોઆગમથી દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નોઆગમથી દ્રવ્ય અધ્યયનના ત્રણ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાયક શરીર દ્રવ્ય અધ્યયન, (૨) ભવ્ય શરીર દ્રવ્ય અધ્યયન (૩) જ્ઞાયકે શરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય અધ્યયન. | ८ से किं तं जाणगसरीरदव्वज्झयणे ?
जाणगसरीरदव्वज्झयणे- अज्झयणपयत्थाहिगारजाणयस्स जं सरीरयं ववगत-चुय-चइय-चत्तदेहं जाव अहो ! णं इमेणं सरीरसमुस्सएणं अज्झयणे त्ति पयं आवियं जाव उवदंसियं ति । जहा को दिटुंतो? अयं घयकुंभे आसी, अयं महुकुंभे आसी । से तं जाणयसरीरदव्वज्झयणे । ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયકશરીર દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અધ્યયન પદના અર્થાધિકારના જ્ઞાતા-જાણકારના વ્યપગત ચૈતન્ય, ટ્યુત, ચ્યાવિત કે ત્યક્તદેહને જોઈ યાવત અહો ! આ શરીરરૂપ પુદ્ગલ સંઘાતે આ અધ્યયન' પદનું વ્યાખ્યાન કર્યું હતું થાવત્ ઉપદર્શિત કર્યું હતું.
આવિષયમાં કોઈદષ્ટાંત છે? હા, ઘડામાંથી ઘી કે મધ કાઢી લીધા પછી પણ આ ઘીનો ઘડો કે આ મધનો ઘડો હતો, તેવો પ્રયોગ થાય છે. આ જ્ઞાયક શરીર દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ છે. | ९ से किं तं भवियसरीरदव्वज्झयणे ?
भवियसरीरदव्वज्झयणे- जे जीवे जोणीजम्मणणिक्खंते इमेणं चेव आदत्तएणं सरीरसमुस्सएणं जिणदिटेणं भावेणं अज्झयणे त्ति पयं सेयकाले सिक्खिस्सइ ण ताव सिक्खइ । जहा को दिटुंतो? अयं घयकुंभे भविस्सइ, अय महुकुंभे भविस्सइ। से तं भवियसरीरदव्वज्झयणे । ભાવાર્થ – પ્રશ્ન- ભવ્યશરીર દ્રવ્યઅધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જન્મ સમયે જે જીવે યોનિસ્થાન છોડી દીધું છે અને આ પ્રાપ્ત શરીર સમુદાય દ્વારા જિનોપદિષ્ટ ભાવાનુસાર અધ્યયન' આ પદને જે શીખશે પરંતુ વર્તમાનમાં શીખી રહ્યા નથી તેવા બાળકનું આ શરીર ભવ્યશરીર દ્રવ્ય અધ્યયન કહેવાય છે.
તે માટે કોઈ દષ્ટાંત છે? હા, જેમ કોઈ ઘડામાં ઘી કે મધ ભરવાનું હોય તે ઘડાને વર્તમાનમાં ઘી નો