________________
પ૨૦ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
(૨) નામનિષ્ણન - શ્રુતના જ સામાયિકાદિ વિશેષ નામોથી નિષ્પન્ન નિક્ષેપ, નામનિષ્પન્ન નિક્ષેપ કહેવાય છે. (૩) સુત્રાલાપક નિષ્પન-રેમિ ભંતે સામાદ્ય વગેરે સૂત્રાલાપકથી નિષ્પન્ન નિક્ષેપ સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ કહેવાય છે.
ઓઘનિષ્પન્ન નિક્ષેપ :| २ से किं तं ओहणिप्फण्णे ? ओहणिप्फण्णे चउव्विहे पण्णत्ते, तं जहाઅાયો, અને, આપ, ફવણT I ભાવાર્થ - પ્રશ્ન- ઓઘનિષ્પન્ન નિક્ષેપનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઓઘનિષ્પન્ન નિક્ષેપના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અધ્યયન, (૨) અક્ષણ, (૩) આય, (૪) ક્ષપણા. વિવેચન :
સૂત્રમાં ઓઘનિષ્પન્ન નિક્ષેપનો જે ચાર પ્રકારનો નામોલ્લેખ છે, તે ચારે સામાયિક, ચતુર્વિશતિસ્તવ વગેરે રૂ૫ શ્રુત વિશેષના એકાર્યવાચી સામાન્ય નામ છે. જે વાંચવા યોગ્ય હોવાથી અધ્યયન રૂપ છે તેમ શિષ્યાદિને ભણાવવાથી સુત્રજ્ઞાન ક્ષીણ થતું નથી માટે અક્ષીણ છે. મુક્તિરૂ૫ લાભના દાતા હોવાથી તે 'આય' અને કર્મક્ષય કરનાર હોવાથી તે 'ક્ષપણા છે.
આ રીતે આ અધ્યયન વગેરે શ્રુતના સામાન્ય નામાન્તર હોવાથી 'ઓઘનિષ્પન્ન નિક્ષેપ છે.'
અધ્યયન નિક્ષેપ :| ३ से किं तं अज्झयणे? अज्झयणे चउव्विहे पण्णत्ते, तं जहा- णामज्झयणे ठवणाज्झयणे दव्वज्झयणे भावज्झयणे । ભાવાર્થ - પ્રશ્ન- અધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અધ્યયનના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) નામ અધ્યયન, (૨) સ્થાપના અધ્યયન, (૩) દ્રવ્ય અધ્યયન (૪) ભાવ અધ્યયન.
વિવેચન :
પ્રરૂપણા માટે ઓછામાં ઓછા ચાર પ્રકારના નિક્ષેપથી વર્ણન કરવું તેવો સિદ્ધાન્ત છે. વધુમાં વધુ